________________
મહમૂદ બેગડે–ગોહિલ રાવલ સારંગજી
૪૮૯ કરીને એક કુંભાર હતો તે અમદાવાદ ગયો ત્યારે તેનાં ગધેડાં માંહેથી એકના લગડામાં ઘાલીને તેને શહર બહાર કહાડી ગયો. આ સમાચાર જાણવામાં આવ્યા એટલે પછવાડે અશ્વારે ચડ્યા. તે તેને પકડી પાડે એવા લગભગ આવી ગયા, તેવામાં સારા ભાગ્ય પ્રતાપ ગિરિ બાવાની જમાત જતી હતી તેમાં સારંગજીને ભેળી દઈને બાવાને કુંભારે કહ્યું કે, એ ગોઘાના રાજાને વારસ છે તેથી હવણું તમે ઉગારશે તો તે આગળ ઉપર તેને બદલે વાળશે. એમ કહી કુંવર સોંપીને કુંભાર પિતાનાં ગધેડાં લઈ આગળ ચાલ્યો. તેને અશ્વારોએ પકડી પાડ્યો, પણ સારંગજી જોવામાં આવ્યો નહિ તેથી નિરાશ થઈ થડેક આગળ જઈ પાછા વળ્યા. ડુંગરપુરને પતાઈ રાવળ સારંગજીની ફેઈ બહેરે પરણ્યો હતો. તેથી પ્રતાપ ગિરિ બાવો તેને ત્યાં લઈ ગયો. તે વીસ વર્ષને થતાં સુધી પોતાની ફેઈને ઘેર છાને રહ્યો. પછી ફેઈને કહ્યું: “મને “હવે મારે ઘેર જવાની આજ્ઞા આપ ને સાથે ડાંક માણસો મોકલે.” પતાઈ રાવળે તેના રક્ષણ સારૂ જ આપી. તેની ફેઈયે તેને કહ્યું: “જાઓ કુંવર ! તમે તમારી ગાદી સ્વાધીન કરી લ્યો. પણ અમારે અહિં તમારું રક્ષણ થયું છે માટે તમારા વંશને રાવળનું નામ આપજે.” સારંગજી પિતાની ફેઈનું કહેવું માન્ય કરીને ઉમરાળા ભણી વાળે. એટલે તેના કાકા રામજીને ગોઘામાં જાણ પડી કે સારંગજી આવે છે તેથી સેજકજીના ન્હાના કુંવરના વંશના અને ગોહિલ જાતની બે પાસેની શાખાના ગારિયાધાર તથા લાઠીના ધણી હતા તેમને લાવ્યા અને કહ્યું કે, જો તમે સારંગજીને પાછો તગડી ફહાડવામાં આશ્રય આપે તે તમને બાર બાર ગામ આપું. આ વાતની તેમણે હા કહી, એટલે ગારિયાધારવાળાને ત્રાપજ અને બીજાં ૧૧ ગામે લખી . આપ્યાં, ને વાલુકડનાં બાર ગામે લાઠીના ઠાકરને લખી આપ્યાં. પછી ગધેથી જતાં બન્ને ઠાકોર વિમાસી વિચારવા લાગ્યા કે, મુખ્ય હક્કદારને રાવરાવીને પેટા ભાગિયાને ગાદીનો હક્ક આપ ઠીક નહિ. પછી એ વિચાર કરીને તેઓ ઉમરાળે ગયા. ત્યાં જઈ પહોંચ્યા ને સારંગજીનો મેળાપ થયો, એટલે તેઓ બોલ્યાઃ “રામજીએ ગેઘારિયે બાર બાર ગામના પટા લખી આપીને “તમારી સામે થવા અમને મોકલ્યા છે, પણ તમે રાજગાદીના ધણી છે તેથી
એ પટા તમને પાછા આપિયે છિયે.” સારંગજિયે કહ્યું: “લાવો તે પટા તમને “સહિ કરી આપું.” એમ કહી સહિ કરી આપીને તેઓને પોતાની પક્ષમાં લીધા. પછી રામજી ગોઘારીના જાણવામાં તે આવ્યું ત્યારે તેણે જાણ્યું કે આ તે આપણે તાલ કથળી ગયે, એટલે તે પણ ઉમરાળે આવીને સારંગજીને શરણ થયો. કાકે ભત્રીજે કસુંબા પીધા, ને પાછલી વાત વીસારી દીધી. પછી સારંગજિયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com