________________
૫૩૦
રાસમાળા
છે, એટલે, તેને આરાસુરને સુગંધીવાળો પવન વાવા માંડે છે. સંઘના લોકોની ચાલતી હારને ખરેથી, રહી રહીને અવાજ થાય છે કે, “હવે દેવાલય દેખાય છે.” એટલે પછી જે ઘડે અને માનામાં બેઠેલાં હોય છે તે ઉતરીને, અને પગે ચાલનારા એમના એમ લાંબા થઈને પગે પડે છે અને જેવા ઉભા થાય છે તેવા તે “અંબા માતાકી જય” એ અવાજ કરીને તેના પડઘાથી ડુંગરા ગજાવી મૂકે છે.
માતાનું દેરું બહાનું છે અને બીજા તેના કરતાં ઓછાં પ્રસિદ્ધ દેવાલયના કરતાં ચડિયાતી બાંધણીનું છે, તેની આસપાસ કેટ છે, ને માંહ ઈમારત છે. તેમાં માતાના પૂજારી અને સેવકે રહે છે; તેમ જ યાત્રાળુ લેકે આવે છે તે પણ તેમાં વાસ કરે છે. ત્યાં એક થાણું છે, પણ માણસના હથિયારથી માતાજીના રહેઠાણનું રક્ષણ થાય છે એમ કહેવાય નહિ, તેથી માતાજી તે બહારનો દરવાજો કરવાની પણ આજ્ઞા આપતાં નથી. આ દેરામાં જેની મૂર્તિ પૂજાય છે તે પ્રબળ શિવની અર્ધાગના હિમાચળ અને મેનાની પુત્રી દુર્ગા છે; ચાંપાનેરના ડુંગર ઉપરના દેરામાં રૂધિર પાનપ્રિય એવી કાલિકાનું સ્વરૂપે પૂજાય છે તેવી તે નથી, પણ તે કરતાં કાંઈક શાન્ત અને માયાના વિશેષ ગહન ભવાનીના સ્વરૂપે જગતની માતા અંબાજી છે.
આરાસુરનું આ દેરૂં ઘણા કાળનું છે. કહે છે કે શ્રીકૃષ્ણના વાળ આ ઠેકાણે લેવરાવવામાં આવ્યા હતા અને ત્યાર પછી તેમની અર્ધગના રુકિમણું અહિં માતાને પૂજવા આવ્યાં હતાં, ત્યારે તેને શિશુપાળના ભયથી આ ઠેકાણેથી હરણ કરીને કૃષ્ણ લઈ ગયા હતા. ઘણું કાળથી આવતા યાત્રાળુ લોકેાના પગથી માતાજીને ઉમરે ઘસાઈ ગયું છે. યાત્રાળુ લોકો માતાનાં દર્શન કરીને વાગા, ઘરેણું ચડાવે છે, અને પૈસા મોં આગળ મૂકે છે, તેમ જ પિતાના અથવા પોતાનાં સગાંવહાલાંના સ્વાર્પણને બદલે નાળિયેર ચડાવે છે.
નવરાત્રીની આઠમને દિવસે દાંતાને રાણે હવન કરે છે, અને મહેટા
૧ મનુષ્ય પ્રાણીને બદલે હિન્દુઓ નાળિયેરને ઉપયોગ કરે છે તેનું કારણ વિશ્વામિત્રની આશ્ચર્યકારક વાત ઉપરથી જણાઈ આવે છે. બ્રહ્માની ઉત્પન્ન કરવાની શક્તિ છે તે પ્રમાણે વિશ્વામિત્રે પણ ઘણી જાતિનું અનાજ ઉત્પન્ન કર્યું. તેણે નાળિયેરી ઉપજાવીને તેમાંથી મનુષ્ય પ્રાણુ નીપજાવા માંડ્યાં અને પ્રારંભમાં માણસનું માથું નિપજાવ્યું. તે જોઈને બ્રહ્માએ જાણ્યું કે સૃષ્ટિ સજવાનું મારું કામ એ ઋષિ લઈ લેશે તેથી તેમની તેણે આરાધના કરી, ત્યારે ઋષિ સૃષ્ટિ સરજતા બંધ પડ્યા, પણ પોતાનો મહિમા રાખવા સારૂ મનુષ્યના માથા જેવું નાળિયેરનું ફળ થાય એમ કહું.
11
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com