________________
૫૩૮
રાસમાળા
શ્વર તો જમવાની
અને કાવવા સાથે વાતથી
વિના તેણે વાવ ને તલાવ બંધાવ્યાં છે. બીજી રાણી રતન કુંવરી ઉદયપુરની સિદણી હતી. તેણે રેહીલપુર પટ્ટણ વસાવ્યું. તે હવણું રેહીડા કહેવાય
છે. રાણે ત્રીજી વાર પરણવાને ઉદયપુર ગયો હતો ત્યાંથી લાલ કુંવરી સિસોદણુને પરણીને આવતાં રસ્તામાં તેને ભાઈ આંબેજી કેટડામાં હતો તે સર્વને પોતાને ત્યાં રાખવાને આગ્રહ કરવા લાગે, પણ કાનદેવની ત્યાં રહેવાની મરજી ન હતી. ત્યારે આંજી નમ્રતાથી રાણું લાલ કુંવરીને કહેવા લાગ્યાઃ “પટા માટે અમારે બંને ભાઈને કજિયે થયો
છે, તે તમે અહિયાં આવ્યા છે ત્યારે પતાવી નહિ ઘો તો પછી કેાણ પતાવશે?” રાણિયે પછી પોતાના ધણીને સમજાવ્યો, એટલે ત્યાં રહેવાને ઠરાવ થયો. જ્યારે જમવાની વેળા થઈ ત્યારે બંને ભાઈ જમવાને સંધાથે બેઠા. તેમાં અંબાજી એકાએક ઉડ્યો અને કાનડદેવના માથા ઉપર તરવારને ઘા કરીને મેડા ઉપર ચડી ગયા. કાનડદેવ તેની પછવાડે દોડ્યો અને તેનું પહેલું લૂગડું ઝાલીને પકડી પાડી પિતાની કટારી વાતે એકવીસ ઘા કર્યા, તેથી તે મરણ પામ્યો. આ પ્રમાણે બને ભાઈ મરાયા. નવી પરણે આણેલી રાણી તે જ ઠેકાણે સતી થઈ. તેના ઉપર બાંધેલી છત્રી આજે પણ છે. ઝાલી રાણી જે હળવદ પોતાને પિયર હતી તે ત્યાં સતી થઈ
જ્યારે રાણે કાનડદેવ ઉદયપુર પરણવાને ગયો ત્યારે મેઘજી તથા વાઘજી નામના પિતાના બે કુંવરને તેમને મશાળ હળવદ મૂક્યા હતા, અને પોતાના ખવાસ મારૂ રાવતને તરસંગમું સોંપ્યું હતું. ઈડર રાવ ભાણુ, આંબાજીની દીકરી વહેરે પરણ્યો હતો. તેણે બંને ભાઈના મરણ વિષેના સમાચાર સાંભળ્યા એટલે જ એકઠી કરીને તરસંગમા ઉપર ચડાઈ કરી, અને તે કજે કરી લઈને, ત્યાં થાણું બેસાર્યું, તથા મારૂ રાવતને કેદ પકડીને રાવના મહેલની સામે કેદખાનું છે તેમાં તેને પૂરી મૂક્યો. પછી રાવ સામી બારિયે બેશીને નિત્યે તેને લાગે એવાં વચન કહીને ચીડાવા લાગ્યો. ત્યારે ખવાસે કહ્યું: “રાવ !
કુંવર ન્હાના છે તેથી તમે તેમને દેશ દબાવી પડ્યા છે. પણ એમ ધારશે “નહિ કે એમને આશ્રય આપનારું કોઈ નથી. વાઘ સરખે પણ પાંજરે પડ્યો “હેય છે ત્યારે કશું કરી શકતું નથી; પણ જે તમે મને એક વાર છોડે “તો હું આ તમારા મહેલ ખેદાવીને તેનું કાઇ રહીડાની હરણાવ નદીમાં “ખાવું.” આવા બેલ સાંભળીને રાવને ક્રોધ ચડ્યો, અને થાણાવાળાને કહેવા લાગેઃ “એ કૂતરાને કહાડી મૂક્ય.” પણ રાવજીની રાણુ આંબાજીની દીકરી થતી હતી તે મારૂ રાવતનાં પરાક્રમ કરેલાં જાણતી હતી તેથી તેણે તેને છોડી મૂકવા દીધું નહિ. બીજે દિવસે જ્યારે તે રાણી ત્યાં હતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com