________________
૫૪૨
રાસમાળા
કુળને ઋષિને શાપ હતા તેથી આગળ મતિ ઉપજ નહિ. તે ઉપરથી તેણે જવાને હઠ લીધી એટલું જ નહિ, પણ મંછ વાછાવતને પણ પોતાની સાથે આવવાની ના કહી. પરંતુ ઠાકરના મનમાં એટલી બધી બહીક ભરાઈ ગઈ હતી કે છેટે છે. તે તેની પછવાડે ગયો. રાણે વાઘ લાંકને આરે જઈ પહોંચ્યા અને વગરણની સાથે રાવણું કરીને દારૂ પીધે. ત્યાર પછી, ગરણુંના માણસોએ તેને ઝાલી લીધે. એક તેને ચાકર મરાય ને એક હાશી ગયો. મંજી ઠાકોર મૂકાવાને આવી પહોંચ્યો, અને તેણે પોતાના ભાલા વડે એક બે માણસને મારી નાંખ્યા, પણ પછીથી તે મરાયો. જમાદારે રાણુને વડાલી લઈ જઈને કેદ કર્યા, અને રાવને લખી મેકહ્યું: “મેં રાણું વાઘને પકડ્યો છે, માટે “તમે એમના ભાઈ જાયમલને કેદ કરજો.”
એ પત્ર રાવ પાસે આવ્યો. તે સમયે જાયમલ સાથે રાવ મેડા ઉપર સોગઠાં રમતા હતા, અને નીચે નીસરણ આગળ એક રજપૂત નામે સાલુભૂત કરીને ચાંપા તથા ખાપરેટાને ઠાકોર બેઠા હતા. કાશદે તેને જઈને કહ્યું: “રાવજી ક્યાં છે ? હું વડાલીથી કાગળ લઈ આવ્યો છું.” ઠાકરે પૂછ્યું: “કાગળ શા વિષેને છે? મને કહેવાને તારે ડરવું નહિ, હું રાવને ચાકર છું.” કાશદે કહ્યું “રાણું વાઘને પકડીને કેદ કર્યાને “કાગળ છે.” એટલે સાલુભૂતે કહ્યું: “રાવજી પત્યા છે માટે તું અહિયાં બેશ, હું જઈને જોઈ આવું, જે એ જાગતા હશે તે હું તને બેલાવીશ. પણ “જે ઉંધ્યા હશે અને તું ઉતાવળો બોલીને જગાડીશ તે તે તારા ઉપર કેપશે.” એમ કહીને સાલભૂતે તેને ત્યાં બેસારો અને ઉપર જઈને રાવની પછવાડે અને જાયમલ દેખે એમ ઉભા રહીને તેને ઈશારત કરી કે “રાવ! તમારું માથું “કાપી નાંખશે.” પણ તે જાયમલના સમજવામાં આવ્યું નહિ. ત્યારે ઠાકરે નીચે આવવાની તેને ઈશારત કરી. ત્યારે જાયમલ સમજ્યો અને કંઈ સબબ બતાવી નીચે ગયો. સાલુભૂતે સર્વે વાત કહી, એટલે તે પિતાને ઉતારે જઈને ઘોડે ચડીને ઉત્તર દિશા ભણી બાલેશી (મહુ) જતો રહ્યો. તેણે પચીસ માઈલ સુધી લાગલગાટ ઘડાને દડા તેથી તે આકાડિયા ગામની ભાગોળે પહોંચ્યો ત્યારે ઘડે ફાટી પડ્યો. જાયમલ ત્યાંથી પગે ચાલીને ગામમાં ગયો, અને વરજાંગ બાડુવા ચારણના ઘરમાં સંતાયે. વરજાંગના દીકરા સદુજિયે પૂછ્યું: “તમે કોણ છે ? અને તમારી હકીકત શી છે ?” તે ઉપરથી જાયમલજી બોલ્યોઃ “રાવનાં માણસ મારી પછવાડે પડ્યાં છે, માટે મને “ઉગારી શકે તો રાખે નહિ તે, કહિં દૂર પહોંચાડે.” ત્યારે ચારણે કહ્યું: “મારા માથા સાટે હું રાખીશ, પણ હું મરીશ ત્યાં સુધી રાવ તમને છોડશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com