________________
ગોહિલ
પ૬૭
રીમાં કહ્યું કે, રાજ તે વલભજી મહેત કરે છે, તમે તે નામના જ રાજા છે. આ ઉપરથી ભાવસિંહે વલભજીને પિતાના ભાલાવતે મારી નાંખ્યો. એટલે તેના ભાઈએ અને સંબંધિયોએ ઉચાળા ભયા. પણ ભાવસિંહનાં મા રથમાં બેસીને ઉચાળા આડાં આવીને તેમને સમજાવીને કહેવા લાગ્યાં: કશી વાત મારા જાણવામાં નથી, ને કુંવરને પણ ખરી વાત જણા“વવામાં આવશે ત્યારે તેને પસ્તાવો થશે. તેથી તમે પાછા વળે ને જે વળશે નહિ તે અમારા ઉચાળા પણ તમારી સાથે થશે.” આ પ્રમાણે કહેવાથી વલ્લભજીના ભાઈ પાછા વળ્યા ને તેમનામાં રણછોડ મહેતા વડીલ હતો તેમને પ્રધાન ઠરાવી રીતિ પ્રમાણે પાઘડી બંધાવીને રૂપાને દવાત તેમની કમરે બંધાવ્યો.
ઈ. સ. ૧૭૨૩માં રાવળ ભાવસિંહે પ્રાચીનના વડવા ગામ પાસે એક નગર વસાવ્યું તેનું નામ ભાવનગર પાડ્યું, આ રળિયામણું બંદરની પાસે એક ખાડી છે તે ભાવનગરની ખાડી કહેવાય છે, તેમાં નહાના ખરાબાને લીધે ભાવનગર અને વળા શહરના અધે માર્ગ સુધી ઘેલડી બંદર લગણ વહાણ ચલાવી શકાય એમ છે. ગોહિલ રાવળને રહેવાને મહેલ, તે સાથે ત્યાંને ગઢીનો કે, તથા એક બે બીજા કેટની આસપાસના કાઠા, રાવળ વજેસિંહજિયે બંધાવેલું સરેવર, અને કેટલાંક દેવાલય, તેમ જ રાજકુટુંબિયેને અગ્નિદાહ દીધેલી જગ્યાઓ ઉપર બાંધેલી છત્રિ એ સર્વે ભાવનગરમાં પ્રથમ જનારનું લક્ષ ખેંચે તેવાં છે. ત્યાંનાં ઘર સારી બધણીનાં છે, તે ઘણું ખરાં પત્થરનાં છે, પણું કેટલાંક થોડીક ઈટાનાં અને ઘણી શોભાયમાન લાકડાની કાતરીથી દીપી નીકળે છે.
નગરની પાસે, ભોંય ભણુની બાજુએ. થેડી ઉંચાણની જગ્યા છે? ત્યાંથી ગોઘા બંદરનો દેખાવ નજરે પડે છે, તથા તેની અને ભાવનગરની વચ્ચે દરિયાથી છૂટે પડેલે નિર્જન અને સપાટ પ્રદેશ છે; તેમ જ ખરાના તથા પાલીતાણું, સિહોર, અને ચમારડીના ડુંગરો આવેલા છે તે જોવામાં આવે છે, અને ખાડી વિંટળાતી અખાત ભણી વહેતી જણાય છે. નગરની નીચાણમાં ખાડીના કિનારાની ઉભી અને વનસ્પતિથી વિંટાઈ ૧ સંવત ૧૭૭૯ ના વૈશાખ શુદિ ને સેમવારને દિવસે ચાર ઘડી દિવસ ચડતાં.
૨. ઉ. ૨ તે ચાહિયાની પાર કહેવાય છે. અસલ ધાડું આવે તેની ચાડી ખાવા અથવા સૂચના આપવા ઢેલ વગાડવામાં આવે તેથી સર્વના જાણવામાં આવે કે ધાડ લઈ કઈ ચડી આવે છે. ખબર પડવાથી તેમના સામા લડવા તૈયાર થઈ શકાતું તેથી, નું નામ ભાડિયાની ધાર પડ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com