Book Title: Rasamala Athva Gujarat Prantno Itihas
Author(s): Alexander Kinlock Farbas
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 636
________________ ૫૬૫ ગોહિલ એક વર્ષના અંતરાયને સંવત ૧૬૭૬ (ઈ. સ. ૧૬૨૦) નોંધ્યો છે. રાવલ રતનજીના પાળિયાની પાસે બીજા બે સતીના પાળિયા છે, તેમાંથી એક ઉપર માતાજી - રામન ર લખેલું છે. રતનજીનું મરણ એક શરીરના મરણ જેવું થયું છે, એ વિના તેના મોત સંબંધી કાંઈ વિશેષ વૃત્તાન્ત જાણવામાં આવ્યો નથી. ભાટનું તે વિષેનું વર્ણન નીચે પ્રમાણે છે: “જ્યારે રતને “લડવાને માટે પિતાને પગ મૂક્યો ત્યારે ધૂનાજીના તે કુંવરનું પાણગ્રહણ કરવા સ્વર્ગમાંથી અપ્સરાઓ ટોળે મળી. તેના કુટુંબ રૂપી દેવાલય ઉપર “લા ગેહિલે ઉદારતારૂપી શિખર બાંધ્યું; અને ધૂનાને દીકરે તેના ઉપર યુદ્ધસમયના ક્ષત્રિયપણાના વાવટા ઉરાડીને ચાલતો થયો.” રાવળ રતનજીને અખેરાજજી કરીને એક ભાઈ હતો; અને હરભમજી, રોવિદજી અને સારંગજી કરીને ત્રણ કુંવર હતા, તથા લીલાછબા (રત્નાવતી) કરીને એક પુત્રી હતી તેને ભુજના રા’ ભારાજી (ભારમલજી પહેલા) વહેરે પરણાવી હતી. રાવળ હરભમજી પિતાના બાપની પછવાડે ગાદિયે બેઠે; તે રાણી અનાજીબા સરવૈયાણી બહેરે પરણ્યો હતો. તેને અખેરાજજી કરીને પુત્ર હતો. જ્યારે તેને બાપ દેવલેક પામે ત્યારે તે કુંવર બે વર્ષનો હતો. એટલે તેને કાકે ગેવિંદજી ગાદીપતિ થયો, તેનાથી ડરીને, બાળકુંવરને લઈને રાણું ભુજ જતી રહી. વાછાણી કેશવજી, મકનજી, અને દેવાણી માલજી એઓએ સલાહ કરીને ભાંગરા રબારીને તેઓની ઓથે લીધો, ને પોતાના રાજાને હાને ૧ ધુનીધાર થયે તે માંડવીયે જ માંડી, રંભા રથ ચડે ધારે પુગે યુનાઉત. કલહ કરે વાજાં રેપીને પગ ઉભે રતન, ઉપર અચેરતાં ધુફળ માંડી ધુનાઉત. ઇડું સત આગે કળ ગેહલ લાયકીયે, ખમવટ તણી ખલે ગધજ ખાંધે ધુનાઉત. ૨.ઉ. ૨ લા ગેહિલ એ કુટુંબને કૃત્રિમ પૂર્વે જ છે. તે મરી ગયા પછી પણ ઉઠીને દાન આપતો એવી ભાટ લોકે તેની ખ્યાતિ કરે છે. કનાદ ઉપર ખુમાણે, ખશિયા, અને સરવાઈયા સાથે લડાઈ થઈ તેમાં રતનાએ તેમને હરાવ્યા પણ તેમની પછવાડે દોડ કરતાં તે મરાયે. રતનજી ઈ. સ. ૧૬૧૯-૧૬૨૦) હરભમજી ઇ. સ. ૧૯૨૦-૧૬૨૨ { . એ, ભા. ગાવિંદજી ઇ. સ. ૧૬૨૨-૧૬૩૯૨ સત્રસાલજી ઈ. સ. ૧૬૩૬-૧૯૩૯ અખેરાજજી ઈ. સ. ૧૬૩-૧૬૬૦ રતનજી બીજે ઇ. સ. ૧૬૬૦–૧૭૦૩ ભાવસિંહજી ઇ. સ. ૧૭૦૩–૧૭૬૪ છે, એ જા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 634 635 636 637 638 639 640 641 642