Book Title: Rasamala Athva Gujarat Prantno Itihas
Author(s): Alexander Kinlock Farbas
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 635
________________ ૫૬૪ રાસમાળા ધૂનાઇ રાવળની વાત ભાટ નીચે પ્રમાણે વર્ણવે છે – “લમા કાઠી “અને નોંધણ, લડાઈમાં બળિયા, યુદ્ધમાં ઉતર્યા; વળાની સીમામાં ને બત વાગી, સંગ્રામમાં ગોહિલ ભળી ગયા; બાણ અને ગાળિયો ઉડવા “લાગી; તરવારની ધાર ચાલી. ઈશ પિતાની રૂદ્રમાળામાં માથાં પરોવાને “ ત્યાં આવી પહોંચ્યા, માંસ ભક્ષણ કરનારી શક્તિ અને હિત્ર પક્ષી ત્યાં આવી પહોંચ્યાં; અપ્સરા અને તેત્રીસ કરોડ દેવતા હાજર થયા. સૂર્ય અરૂણને કહેવા લાગ્યા કે અરૂણ, રથ રાખ અને ધૂનેજી ૨૦ “ સંગ્રામમાં પડે છે તે છે. એક હજાર ઘોડા ત્યાં ખોંખારી રહ્યા હતા; “નિશાન ફરકતાં હતાં, ધનાજીયે શત્રુથી પાછીપાની કરી નહિ, મારૂ રાજા “આવેશથી લડ્યો, ૨ | કાઠીની સેનાને તેડી પાડી. એના વિના બીજું “કેણુ માથું આપે. -ઘણ તે બચ્યો પણ ધૂછ રણમાં રહ્યો. વિરૂદના “રાખનાર બીજા રામની પડે, રાજાએ ક્ષત્રિયનું કુળ દીપાવ્યું. વીસલને “દીકર તરવાર રમતી રાખીને અપ્સરાને વર અને સ્વર્ગે ગયો.” સિહેરમાં નદીને કિનારે રાવળ યૂનાજીનો પાળિયે છે. તે શૂરવીરને ઘોડા ઉપર બેસારીને તેના હાથમાં ભાલે આપેલો છે, અને તેની આસપાસ તેની પછવાડે સતી થયેલી બે રાણિયેના હાથા પાળિયા છે. તેમાંથી એક સતી બાઈ શ્રી કર્માદેવીનું નામ વંચાય એવું છે. વળી પાળિયા ઉપર ધૂનાની મરણતિથિ છે. તે ઉપરથી જણાય છે કે તે સંવત ૧૬૭૫(ઈ. સ. ૧૬૧૯)ના કાર્તિક વદિ ૬ હે મરણ પામ્યો હતો. આ પાળિયાની પાસે જ રાવળ શ્રી ઘુનાજીના પુત્ર રતનજીને પાળિયો છે. તેની ઉપર માત્ર ૧ રૂપક-જુધમાં તે લોમ નોંઘણુ બેક જુટા ગડીઆ ત્રાબ, વશરગતરામ હરવળે તણે સીમાડે ભળીયા ગેહલ એણુ ભય, ધમચક બાણ બંધુકા ધુબા ધડધડ વહે લેહ ધારે, રૂઢમાળમાં શીશ રેપવા વેગે ઇશ આયે તણુવાર, પલચર, અપસર, સકત, પંખણી કાહર કોડ તેત્રીશે થાય, તરણ કહે રથતાણ અરણ તું મરણ દિયે ધૂને રણમાંહે, હેંડળ કણકણ કીયા હજારો ને જાફરહર ધરે નીશાન, દીધે પાગ નખે પાની દશ રહો સાખી અલમારૂ આરાણ, ભડતો કાઠતાણા દશ્વ ભાગા બરાક આપે નેક બીએ, એ સામે નોંધણ ઉગરીયા પાડણ ધ્રુનો થયો સણ, સૂપ ખત્રીવટ ભલી ભજાડી બરતાં વહાણ રામ બીઓ, વિશલેર કરમાલ વજાડી, વરી અપસરને સરળ રીયો. ૨, ઉ. ૨ અંગરેજીમાં શદિ છે તે ભૂલ જણાય છે. ૨, ૬, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 633 634 635 636 637 638 639 640 641 642