Book Title: Rasamala Athva Gujarat Prantno Itihas
Author(s): Alexander Kinlock Farbas
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 634
________________ સેજકજી ગાહિલ ૫૬૩ રાત્રિની વેળાએ લામા ખુમાણે ખરું ધાડા સહિત હલ્લો કરવો, તે લડાઈમાં ધૂનાજી રાવળ ખમ્યા. (ઇ॰ સ૦ ૧૬૧૯) પછી નોંધણુજી ગાહિલ, ખારૈયાની ઝાડીમાં ગામ જવાસ છે ત્યાં ગયા અને ત્યાંના મારૈયા રાજાની દીકરી વ્હેરે પરણીને ખેરૈયા કાળાની ફ્રાજ લઈને સિહાર આવ્યેા, અને ત્યાંથી પણ શિરબંધી લઈને ગારિયાધાર ઉપર આવ્યેા. એટલે ગામનેા પટેલ તેને મળીને ક્હેવા લાગ્યા કે, લામાની ફ્રાજ ધણી છે તેથી જિતી શકાય એમ નથી. પછી ઠગાઈ કરવાની યુક્તિ કરીને પટેલ ગામમાં પાછા ગયા, તે વ્હારની બૂમ ઠોકીને હેવા લાગ્યુંઃ “મારાં ઢાર ઘેાડાવાળા આવીને પશ્ચિમ દિશા ભણી વાળા ગયા.” તે સાંભળી કાઠી તે દિશાયે ધાયા. એટલે નોંધણુજીને લાગ મળ્યા તેથી પેાતાના કખીલા અને માણસા સહિત ગામમાં પેઠેા. ગામના લાકા ગાહિલના ભણી હતા, તેથી, ગારિયાધાર હાથ થયું; પણુ નોંધણુજીને તેની સ્ત્રિયે સલાહ આપી કે લામે શહુર પાછું લેશે. માટે તેના મ્હાં આગળ જઈને તરવાર છેડી નાંખેા. નોંધણજીયે જઈ ને તે પ્રમાણે કર્યું. ત્યાર પછી તેની શ્રિયે લામા ખુમાણુ સાથે હેનભાઈના નાતે ખાંધ્યા પણ બૈર લેવાને અવસર મળતાં સુધી, અન્ને જણે આ એક ઉપરઉપરના ડાળ કરયો હતો. છેવટે નગરના જામને ત્યાં નોંધણુજી ગાહિલે દીકરી દીધી હતી તેને ત્યાં વિવાહ હતા તે ઉપર ગારિયાધારના ઢાકારઠકરાણીને ફુંકાતરી આવી. પણ ઠકરાણિયે કહ્યું કે, મારા ભાઈ લામા ખુમાણુ વિવાહે આવે તે હું આવું. જામને તે મુસલમાનાને આગળ લડાઈ થઈ હતી, તેમાં લામાએ ગે! દીધેા હતા, તેથી જામને અને તેને શત્રુતા બંધાઈ હતી, પણ ઉપરના કારણને લીધે જામે લામાને પણુ કંકેાતરી માકલી, એટલે, લામા જામનગર વિવાહે ગયા. ત્યાં તેને માણસા સહિત દરબારમાં જવાને ખેાલાન્ગેા. હથિયાર લઈને જતાં, અટકાવી કહ્યું કે, દરબારમાં હથિયાર લઇને જવા દેવાના . અમારા ચાલ નથી માટે ડૅાઢિયે હથિયાર મૂકીને જાઓ. પછી તે હથિયાર મૂકીને અંદર ગયા. ત્યાં જામે તથા નોંધણે મળીને લામાને ઠાર કર્યો. તેમ જ તેનાં સગર્ગાવ્હાલાંનું પણ એમ જ થયું. N જ્યારે લામાને ખાંધ્યા હતા, અને તે વાથી અશક્ત થઈ ગયા હતા, ત્યારે જામે તેને મશ્કરીમાં પૂછ્યું: “તને આવે તે આવે છડી મૂક્રિયે “તા તું શું કરે ?” ત્યારે તેણે ઉત્તર આપ્યું: “ આઈડી જેમ તાવડીમાં ફાટલા ઉથલાવી નાંખે છે તેમ હું નગર ઉથલાવી નાંખું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 632 633 634 635 636 637 638 639 640 641 642