________________
૫૬૮
રાસમાળા
ગયેલી જગ્યાએ રૂવાપુરી માતાનું દેવલ છે. તે માતાની મૂલ ઉત્પત્તિ વલભીપુરીને નાશ થવાની વેળાએ કુંભારની ઢિયે પાછું વાળીને જોવાથી થયેલી છે. આ માતાનું દેવળ એટલું બધું નોંધી રાખવા જેવું નથી, તથાપિ તેની છેક પાસે એક મેગીના દાહની જગ્યાએ એક લાંબે પત્થર છે તે “સત્ય-અસત્યની બારી” ને નામે આજે પ્રસિદ્ધ છે.
એથી પણ ખાડીના પાણીની લગભગ દુર્ણ કરીને એક ટેકરે છે. તે વિષે એવી કથા છે કે એક વ્યાપારિયે રૂવાપુરી માતાની માનતા માની હતી. પણ તે પ્રમાણે પાળ્યું નહિ તેથી માતાનો કેપ થય ને તે તેલ તથા
છઠ ભરીને વહાણે લાવ્યો હતો તે સુધાં ત્યાં ડૂબી ગયે. રૂવાપુરીના કોપની સાબીતી એવી મળી આવે છે કે આજે પણ, તે ઠેકાણું આગળ, બદલાઈ ગયેલા રંગનું પાણી થાય છે. ( પીરમના રાજાની દરિયાઈ સત્તાની નિશાની દાખલ, નગરની સામી બાજુએ ખાડીમાં થોડાક ઉંચા વહાણુના ફૂવા જોવામાં આવે છે, અને તેઓના તળિયાની નીચે ધુતારપટ્ટણ ડટાઈ ગયેલું છે તે કદાપિ વલભી નગરનું બંદર હશે. જ્યારે ભરતી ઘણું ઉતરી જાય છે, ત્યારે તેને પત્થરનો અને ઈટાને પાયો દેખાઈ આવે છે.
ગાહિલ રાવળોની રાજધાનીનું વર્ણન તેમના જ ભાટાએ કરેલું અમે આ ઠેકાણે દાખલ કરિયે છિયે.
“આ કલિયુગમાં સંવત ૧૭૭૯ ના વૈશાખ શુદિ ૩ ને દિવસે પંડિતાને બોલાવીને મુહૂર્ત નક્કી કરવું. ગ જોઈને પંડિતે બહુ રાજી થયા. તેઓ કહેવા લાગ્યા કે વાહ! વાહ! આ નગર તે ઇંદ્રપુરી “સરખું થશે. તેમના મુખમાંથી પાણી નિકળી એટલે નગરનું નામ ભાવ“નગર પાડયું. બ્રાહ્મણેએ ભવિષ્ય વહ્યું કે મેતી અને માણકથી નગર
શોભી રહેશે અને તેના શત્રુઓ પરાજય પામશે. બ્રાહ્મણે ભવિષ્ય “બાંધે તે પ્રમાણે ખરેખરું થાય! આ વાત માનીને રાવળે પિતાની ગાદી “ત્યાં કરી; વાડિયે કરાવી, અને આકાશમાં પહોંચે એવી હવેલી
ઉઠાવિયે; કિલ્લાના કાઠા ઉપર મહેલ ઝેકી રહ્યા. કાઠાઓની ઉપર પતંગની પેઠે નિશાન ફરકવા લાગ્યાં; સાંકડામાં સાંકડી શેરીમાં પણ ભિત કળીચૂનાથી ચકચકવા લાગી; શેરિયે શેરિયેથી પાણી ભરવા નીકળી પડેલી સ્ત્રિયે સિંહલદ્વીપની હાથણોના ટોળા સરખી દેખાવા લાગી.
જૂદા જૂદા નકશા પ્રમાણે કારીગરેએ બહુ માળનાં ઘર બાંધ્યાં; બંને “બાજુએ છજા આવી રહ્યાં છે; જાળિયે અને બાકમાંથી પુલઝાડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com