________________
દાંતાના રાણુઓ
૫૪૩ “નહિ. માટે આ બે ઘેડિયામાંથી તમને જે સારી લાગે તે લઈને નહાશી
જાઓ; અને જ્યારે તમારા ગ્રાસ વળે ત્યારે મારી ખબર લેજે.” પછી જાયમલ કેશર નામની ઘોડી લઈને નાઠે તે હમક્ષેમ ખેરાળે જઈ પહોંચ્યો.
હવે રાવને કાશદ પાસેથી કાગળ મળે એટલે તે વાંચીને જાવમલની પછવાડે માણસ મોકલ્યાં તે જ્યારે આકેડિયે આવી પહોંચ્યાં ત્યારે મરેલો ઘોડે જોઈને તેમને ખાતરી થઈ કે એ ન્હાશીને આ ગામમાં ભરાય છે. તેઓ ચારણને ઘેર ગયા અને અમારે ચેર આપો એમ કહીને બૂમરાણ કરવા લાગ્યા. ત્યારે ચારણે કહ્યું: “તે મને ઠગીને મારી ઘેાડી લઈને હાશી “ગયો છે. તે કોણ છે તે પણ હું જાણતા નથી.” પછી તેઓ તેની પછવાડે વીસ પચીસ માઈલ ગયા, અને ત્યાંથી પાછા ઈડર આવ્યા. જામલે ખેરાળા પ્રગમાં માણસો એકઠાં કર્યાં, અને તરસંગે જઈને તે કજો કરી લીધું અને ત્યાં સામાન એકઠો કરવા માંડ્યો. એટલામાં, રાવ કલ્યાણમલ ફેજ લઈને ત્યાં આવ્યા. ત્યાં લડાઈ થઈ પણ રાવનું કંઈ ચાલ્યું નહિ એટલે તે ઈડર પાછો જતો રહ્યો. રાવની સાથે કજિયે ઘણું દિવસ લગી ચાલ્યો.
દરમ્યાન રાણુની ચાકરીમાં મહેપ અને રાજધર કરીને બે ભાઈ મહાવડના ઠાકોર હતા અને વજાશણને કોળી ઠાકર દેપ કરીને હતો તેની પાસે એંશી માણસ હતાં. આ દેપાએ ઈડર ઉપર હલ્લે કરવાને રજા માગી, તે તેને મળી. એટલે, પિતાના માણસને ઈડરવાડાના ન્હાના ન્હાનાં ગામમાં મૂકીને બે ત્રણ માણસ લઈને પોતે ઈડર ભણું ચાલ્યું. ત્યાં રાવના દરબારમાં ભવાયા રમતા હતા, ત્યાં ઠાકોર ગયે, અને બીજા જેવા બેઠા . હતા તેમાં તે પણ ભળી ગયો. પછી રાવને ભાઈ કેશવદાસ ત્યાં જોવાને આવ્યો હતો તેને ઓળખી રાખ્યો. આ કેશવદાસની દીકરી રાણુ વાઘ ઉપર ગોખેથી કાંકરિયો મારતી હતી, ત્યારે રાણે રેવા જે શબ્દ કરે, તે ઉપરથી રમનારા ને જેનારા સર્વે હસે. આ મામલે જોઈ રાણુ વાઘ કહ્યું: “જ્યાં સુધી મારે કઈ વારસ આ છોકરીને રડાવશે નહિ ત્યાં “સુધી મારે જીવ ગતે જવાને નથી,” રાણાને આવા દુઃખમાં જોઈને પા ઠાકરને ઘણું માઠું લાગ્યું. હવે જ્યારે ખેલ ભજવાઈ રહ્યો અને કઈ આપે તે લેવાને થાળી ફેરવી ત્યારે દેપાએ પોતાના હાથમાંથી કડું ફાડીને તેમાં નાંખ્યું. ત્યારે ભવાયાએ કહ્યું: “આ કાણું આપે છે, અમે કેનાં વખાણ “કરિયે ?” પણ દેપાએ કંઈ કહ્યું નહિ. ત્યારે પાસે ઉભા હતા તેઓએ કહ્યું કે કોઈ દારૂ પીધેલાએ આપ્યું હશે. તમને પરમેશ્વરે આપ્યું તે તમારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com