________________
પપર
રાસમાળા જગન્નાથના કુંવર પૂજા વિષે ભાટ લેકે નીચે પ્રમાણે વર્ણન આપે છે
પૂંજે નહાને હતો તેથી દિલ્હી પોષાક લેવાને ગયા. ત્યાં જયપુરને રાજા પિતાના મહેતા મામા વીરમદેવના વારાનું જૂનું વૈર મનમાં રાખીને ધારવા લાગ્યો કે પૂંજાને શિરપાવ થાય તે ઠીક નહિ, અને તે ઉપરથી પાદશાહને તેણે સમજાવ્યો કે, ઈડરને રાજકુંવર ઘણો ઉન્મત્ત છે તેથી તેની હવણુની બાલ્યાવસ્થામાં એનું રાજ બથાવી પડવાને સારો લાગે છે. પાદશાહે પૂછ્યું: “હાને રાવ ઉન્મત છે એ વિષેની મારી ખાતરી શી રીતે થાય?” રાજાએ કહ્યું: “એની પાસે એક સુંદર ઘેડે છે તે તમે માગજો. જે તે “સીધેસીધે આપે તે જાણજો કે પંજે રાજભક્ત છે, પણ આપે નહિ તે “ઉઘાડી રીતે જણાશે કે એ દગાખોર છે.” પાદશાહે તે વાત સાચી માનીને ઘેડ લેવાને માણસ મોકલ્યું, પણ જયપુરના રાજાએ અગાઉ જઈને રાવ પંજાને સમજાવી રાખ્યું હતું: “પાદશાહ તમારું અપમાન કરવા ઈચ્છે છે, અને “તમારો હાશ કરવાનો નિશ્ચય કરયો છે, માટે તમે એકદમ ઘેર પાછા જતા “રહે તે બહુ સારું.” રાવ તે સાંભળીને જતો રહ્યો. તેની પછવાડે પાદશાહની ફેજ થઈ અને દિલ્હીથી પચીશ માઈલ ઉપર એક ગામ હતું ત્યાં તેને ઘેરી લીધે. પણ તે એક સૂતારના ઘરમાં ભરાઈ ગયે, અને અતીતાના એક કુંડમાં મળી જઈને કેટલાક દિવસ સુધી તેમની સાથે ભટકતો કરો. એટલામાં તે પાદશાહની જે ઈડર લઈ લીધું, અને રાવ પંજાની માએ જાણ્યું કે મારો દીકરો મરી ગયો હશે તે ઉપરથી તે પિતાને પિયર ઉદયપુર જતી રહી. કેટલાક દિવસ પછી રાવ પંજે અતી તેની સાથે ઉદયપુર જઈ પહોંચ્યો અને ત્યાં પિતાની માને અને રાણાને મળ્યો. પછી તેણે તેનું વંશપરંપરાનું રાજ્ય પાછું અપાવાને એક ફેજ તેની મદદ મોકલી. રાવ પંજે તે લઈને ચાલ્યો અને ઈડર પાછું જિતી લીધું. ત્યાં તેણે પોતાનું રહેઠાણ રાખ્યું, પણ રાણિ અને ખજાને સરવાણુમાં રાખ્યું. તેણે સંવત ૧૭૧૪ (ઈ. સ. ૧૬૫૮)માં ઈડર પાછું લીધું, અને છ મહિના રાજ્ય કરવું. ત્યાર પછી તે ઝેર દેવાયાથી મરણ પામે.
રાવ પંજાને ભાઈ અરજનદાસ આ વેળાએ ધામોદની નાળમાં રહેતા હતા. ત્યાં તેણે રહેતાં રહેતાં એક હજાર શિરબંધી એકઠી કરીને અમદાવાદ પ્રગણું ઉપર વર્ષે કયો. એક સમે દેવલિયાને રાજકુંવર, વાંસવાડાને રાજકુંવર, લુણાવાડાનો રાજકુંવર અને ડુંગરપુરને રાજકુંવર, એ સર્વે અમદાવાદથી ઘેર જવા સારૂ નીકળ્યા હતા, ત્યાં રસ્તામાં રણાસણમાં ઉતારો કરયો. તેણે તે ઠેકાણે તેમની સારી ચાકરી કરી, અને જેવા ત્યાંથી રવાને થઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com