Book Title: Rasamala Athva Gujarat Prantno Itihas
Author(s): Alexander Kinlock Farbas
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 630
________________ ગાહિલ ૫૫૯ ભાટ લેકા ફહે છે કે ગાહિલ રામદાસજી કાશિયે યાત્રા કરવા સારૂ ગયે ત્યારે ત્યાં ચૌદ હજાર બ્રાહ્મણેાને જમાડીને એકક અલરામી (મ્હાર) દક્ષિણામાં આપીને યાત્રા પૂરી થઈ રહી ત્યારે સંધ પાછા માકલીને પાતે એકલે ઉદયપુર ગયા. ત્યાં તેને કુંભા રાણાએ પૂછ્યું: “તમે કેવા રજપૂત છે ?” “અને તમારે શા ગ્રાસ છે?” ત્યારે રામદાસે ઉત્તર આપ્યાઃ “અમે ગાહિલ “રજપૂત છિયે અને અમારે ગાધા અને ગાહિલવાડ છે.” એ ઉપરથી રજપૂત રાણાએ પેાતાની સુક્રામળબા કુંવરી હતી તે રામદાસને પરણાવી. આ વેળાએ મહંમદ શાહની ફેાજે ઉદયપુર ઉપર ચડાઈ કરી તે લડાઈ જામી તેમાં રામદાસે ઘણાં માસ, હાથી, અને ધાડાને કત્લ કરવા. તેવામાં તેના માથામાં શાલિગ્રામ હતા તેના લડાઈમાં બે ચીરા થઇને પડ્યા, હાથીના ઘંટ તેની ઉપર પડ્યો, ને કેટલાક સમય સુધી તેમને ઢાંકી રાખ્યા. તે ઉપર સાપના રાા થયા. ગાત્રામાં સરતાનજી કુંવરે લડાઈના સમાચાર જાણ્યા; અને પેાતાના બાપનું ક્રિયાખર્ચ કરવું. આ વેળાએ શાલિગ્રામે તેને સ્વપ્રમાં દેખા દઈને કહ્યું: “હું તારા ઇષ્ટ દેવ ઉદયપુરની ભોંયમાં ડટાયા છું; માટે અહિંથી મને ાડી લઈ જા.” પછી સતાજિયે રઘુનાથ દવે અને ખીજા માણસેાને મેકલીને શાલિગ્રામ મ્હાડી મંગાવ્યા. તેના ખે વિભાગ થયેલા સધાઈ ગયા છે તે હજી લગી દવેના વંશવાળાઅે પાસે સિહા ૨માં છે, તે તેની પૂજા કરે છે અને તેને બદલે તેને વર્ષાસન મળે છે, ત્યાર પછી રામદાસજીને શાર્દૂલજી અને ભીમજી કરીને ખીજા એ ન્હાના કુંવા હતા તેમાંથી શાર્દૂલજીને મેજે અધેવાડું તેના ભાગમાં મળ્યું અને ભીમજીતે માજે ટાણા આપ્યું. તેથી તેના વંશના હજી લગણુ ઢાણિયા રાવળ હેવાય છે. મેવાડના ઇતિહાસમાં લખ્યું છે કે, અલાઉદીને ઈ સ૦ ૧૩૦૩ માં ચિતાડ લીધું ત્યારે તેના સામા લડનારાઓમાં પીરમને એક ગાહિલ હતા. અને ઇતિહાસ લખનાર કહે છે કે તે બનાવ રામદાસજી ગાહિલના વારામાં બન્યા હતા. ભાવનગરના દરબારના ભાટ લાકા પણ, આપણે ઉપર લખ્યું તે પ્રમાણે રામદાસજી ગાહિલ, મેવાડના કુંભા રાણાની સાથે સંબંધમાં આવેલા જણાવે છે. ફરિશ્તાના માળવાના ઇતિહાસમાં લખવા પ્રમાણે એ ૧ રાણા સંગની કુંવરી સાથે પરણ્યા હતા. એ રાણા ઇ. સ. ૧૯૦૯માં ગાયેિ બેઠા હતા. તે ૧૫૩૦ માં ઝેર દેવાથી મરણ પામ્યા છે. ૨ તેનું નામ હરજીવન ધ્રુવે છે. ર. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642