Book Title: Rasamala Athva Gujarat Prantno Itihas
Author(s): Alexander Kinlock Farbas
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 629
________________ •૫૫૮ રાસમાળા અને શિવની ધ્વજા મરાઠાના દેશી રાજ્યના વાવટા નીચે, મુસલમાનોના બહુ સંતાપેલા પ્રભાસના દેવાલયથી તે હજી લગણ જેના દેવાલયને અપવિત્ર નહિ કરેલું, અને જ્યાં પ્રવેશ થાય નહિ એવી શિવની અર્ધાંગના અંબા ભવાનીના દેરા સુધી ઠેકાણે ઠેકાણે સર્વોપરી થઈને ફરીથી ફરકવા લાગી, ત્યાં સુધી, અમે લખી ગયા. દક્ષિણના રાજાઓ જેમ કલ્યાણના સોલંકી રાજાઓની વેળાએ ગૂજરાત તથા સોરઠ ઉપર તેમનું રાજ્ય વધારતા આપણું જેવામાં આવ્યા તેવી જ રીતે હવેથી પણ રાજ્ય ફેલાવતા આપણું જોવામાં આવશે. તથાપિ એ વાતને પ્રારંભ કરિયે તેના પહેલાં, વિસારી મૂકેલી વલભીપુરી, લેલિયાણુના ધુળમાં મળી ગયેલ મિનારા, અને હવણ દામાજી ગાયકવાડનું ધમધમાવી દેતું નામ ધારણ કરનાર શિવી શિખરે જે જગ્યાએ ચડવાનાં છે તે જગ્યા, એ સર્વ વાતથી અમારા વર્ણનને પ્રારંભ થયો છે તે તે સર્વે વિષય ઉપર એક વાર ફરીને અમારે અમારું ધ્યાન પહોંચાડવાનું છે. સારંગજી ગેહિલની પછી વારા પ્રમાણે તેને પુત્ર શિવદાસ તથા ત્યાર પછી પત્ર જેતાજી ગાદિયે બેઠા. જેતાજીને બે કુમાર રામદાસ અને ગંગદાસ હતા, તેમાંથી ગંગદાસને તેના ભાગમાં ચમારડી ગામ મળ્યું. ૨૦ અખેરાજજી (બીજો) વસાજી | _ઇ. સ. ૧૬૬૪–૧૭૭૨ (વળા) ૨૧ વખતસિહજી ઈ. સ. ૧૭૭૨–૧૮૧૫ ૨૨ વજેસિંહજી ઇ. સ. ૧૮૧૫-૧૮૫ર ભાવસિંહજી (બીજા) કુંવર પદવીમાં જ દેવલોક થયા. ૨૩ અખેરાજજી (વીન) ૨૪ જસવંતસિંહજી ઇ. સ. ૧૮૫૨–૧૮૫૪ . ઇ. સ. ૧૮૫૪-૧૮૭૦ ૨૫ તખતસિંહજી ઇ. સ. ૧૮૭૦–૧૮૯૬ મહારાજાનો કિતાબ મળ્યો હતો. ૨૬ ભાવસિંહજી ઇ. સ. ૧૮૯૬માં ગાદિયે બેઠા છે. T | તેઓને દેહાન્ત સન ૧૯૧૯ ૨૭ કૃષ્ણકુમારસિંહજી ગાદિયે બેઠા ૧૯૧૯ ભાવનગરના તાબામાં ૨,૮૬૦ ચોરસ મિલ જમીન, ૬૪૫ ગામ, આશરે ચાર લાખ માણસની વસતી, અને વાર્ષિક ઉપજ સુમારે પચીશ લાખ રૂપિયાની છે. તેમાંથી અંગ્રેજ સરકાર અને ગાયકવાડ સરકારને જમાબંધી અને જાનાગઢના નવાબને જેરતલબીના મળી રૂ. ૧,૫૪,૪૯૯ આપે છે. ૧ પૃષ્ઠ ૪૮૮-૯માં જુ. ૨ તે ઉપરથી ચમારડિયા ગેહિલ કહેવાયા તે આજે ભુજમાં છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642