________________
૮ ૫૬૦
રાસમાળા
રાણાએ માળવાના શાહ મહમૂદના સામા થઈને ઈ. સ. ૧૪૫૪માં તેને હરાવ્યું હતું. આ છેલ્લે લખેલે સન રામદાસજીની વેળાના સન સાથે ભાગ્યે જ મળતું આવે છે. કેમકે તેને પ્રપત્ર ધૂળ ઈસ૧૬૧૯ ની સાલમાં મરણ પામે છે. વધારે સંભવ એવો લાગે છે કે, ગુજરાતના બહાદુર શાહે ઈ. સ. ૧૫૩૨-૩૩માં ચિતડ ઉપર ચડાઈ કરીને તે લીધું તે વેળાએ તેનું રક્ષણ કરવા રાજવાડાના સર્વે પ્રદેશમાંથી ઘણું સાહાયકારી આવ્યા હતા તેમાં ગેહિલ રાજા હતા.
રામદાસના પુત્ર સતાજીને વીસા, દેજી, વીરજી, માંકે, એ ચાર કુંવર હતા. તેમાંથી વિસાજી ગાદિયે બેઠે, ને ત્રણે બહાના ભાઈને પછેગામ, અવાણિયા, અને નવાણિયા ગામ સાથે અનુક્રમે બીજાં બબ્બે ગામ મળ્યાં. દેવાજીના વંશના તેના નામથી દેવાણી ગોહિલ કહેવાય છે; વીરાજીના વંશના, તેના કુંવર વાછાના નામ ઉપરથી વાછાણિયા કહેવાય છે. તેમના હાથમાં હવણું ખખરા, માંચી, અને કનાડ છે.
અમે આગળ લખ્યું છે કે, સિંહપુર અથવા સિહોર શહર અણહિલવાડના રાજાએ બ્રાહ્મણોને દાન કરી દીધું હતું, તેઓએ બહારના બીજા કાઈની સત્તા નહિ માનતાં, અમે જે વેળા સુધીનું લખતા આવ્યા છિયે તે વેળા સુધી તેઓએ જ તેની ઉપર કજો રાખેલે જણાય છે, પણ માંહેમાંહેના કજિયાને લીધે, પછી વીજી ગેહિલ તેમને ધણી થયે.
. જ્વાળામુખી પર્વતના મુખને થોડી ઘણી મળતી આવે એવી સિંહેરની જગ્યા દેખાય છે, તે સપાટ મેદાન છે, અને તેની આસપાસ ખડબચડા ડુંગરે વિટાઈ વળેલા છે. પ્રાચીન શહરનું એક ઘર હવણું રહેલું નથી. તેના મધ્ય ભાગમાં એક શિખાકૃતિને નહાને ડુંગર છે તે સાતશેરીને ડુંગર કહેવાય છે. તેની ટોચે એક બેઠક છે, તેમાં કહે છે કે સિહેરના બ્રાહ્મણે પ્રાચીન કાળમાં સભા ભરતા, અને ન્યાય ચૂકાવતા. આ ડુંગરની તલાટીની પાસે એક સુંદર કુંડ છે તે “બ્રહ્મ કુંડ” કહેવાય છે. તે ચોખંડે છે તે વિશાળ છે. તેની આસપાસ હિન્દુ સલાટની કારીગરીનાં પૂતળાં છે. તેની ચારે બાજુએ પગથિયાં તથા વચ્ચે વચ્ચે પ્રસ્તાર છે તેથી માં ઉતરાય છે. કુંડના ધાબાની આસપાસ દેવાલ આવી રહ્યાં છે. તેથી એક જાતની દેવશાળ બની રહેલી છે. તે સર્વેની મેર એક કેટ છે. કુંડની દક્ષિણ દિશામાં એક અપૂર્વ ડુંગર છે. તેને ત્રણ શિખર છે. તેથી તે તરસિગડે ડુંગર કહેવાય છે.
૧ ટાંડકૃત રાજસ્થાન પુ. ૧૯ પૃ. ૨૬૬. ટીસ. ઈ. પૃ. ૨૫૮-૯, ૨૬૬ ૩ ટીડરાજસ્થાન પુસ્તક ૧ હું ૫. ૩૧૦.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat