________________
૫૫૪
રાસમાળા
હતા. તેમની સાહાયતાથી તે અમદાવાદ જઈને રાવને કહાડી મૂક્યાને એક ફોજ લઈ આવ્યો. રાવ ગોપીનાથને બે રાણી હતી. એક પેથાપુરના વાઘેલાની દીકરી હતી, અને બીજી ઉદયપુરની હતી. તે સિવાય બીજી બે રાખેલી હતી. આ ચારે સ્ત્રિયોને લઈને તે ઈડરગઢમાં ગયો, પણ કસબાતિએ તેની પછવાડે પડીને માંહ ધસારો કર્યો. તેથી તે ડુંગરા ઉપરથી કળનાથ મહાદેવ ભણી ઉતરી પડ્યો, અને રાણિયો ગોઝારિયા મગરા ભણી દેડી ગઈ. ત્યાં તેમણે જાણ્યું કે હવે સર્વને નાશ થયે, એટલે, ફાટા તલાવમાં પડીને મરણ પામી. રાવ ગેપીનાથ કળનાથ મહાદેવમાં પેઠે હતો. તેને સવા શેર અફીણનું બંધારણ હતું તેની તલપ થઈ હતી. તેવામાં વડાલીને એક બ્રાહ્મણ મહાદેવની પૂજા કરવાને ત્યાં આવી પહોંચે. તેને પિતાના હાથનાં નાનાં બે કડાં આપીને કહ્યું કે, આમાંથી એક તને બક્ષીસ આપું છું પણ બીજાને વેચીને તેનું અફીણ મને આણી આ૫ તે મારાથી સરવાણ જઈ પહોંચાય. વળી બ્રાહ્મણને તેણે વચન આપ્યું કે, મને ઈડર પાછું મળશે તે હું તને એક ગામ આપીશ. બ્રાહ્મણ તે કડાં લઈને પિતાને ઘેર ગયે, અને જે બન્યું હતું તે પિતાની સ્ત્રીને કહી સંભળાવ્યું. ત્યારે તેની વહુએ તેને સલાહ આપી કે, હવે તમારે પાછા જવું નહિ, કેમકે રાવ જે જીવતે હશે તે કોઈ દિવસે પણ કડાં પાછાં માગશે. ગોપીનાથને આ પ્રમાણે અફીણ મળ્યું નહિ તેથી તે મરણ પામે, અને ત્યાર પછી, ઈડરની ગાદી ગઈ તે ગઈ તેમના વંશવાળાને કદિ પાછી મળી જ નહિ.
વડાલીના મજમુદાર મતીચંદ અને વસાઈના દેસાઈ એ ઈડરને કારભાર કરવા લાગ્યા, અને પ્રધાનપણું ગરીબદાસ રેહેવર કરવા લાગ્યો. ગેપીનાથનો કુંવર કરણસિંહ જીવતા સુધી સરવાણુમાં રહ્યો. તેને બે કુંવર હતા, એક ચાંદે અથવા ચંદ્રસિંહ હતા, તેની મા હલવદના ઝાલાજીની દીકરી હતી, અને બીજો માધવસિંહ કરીને તે તેની મા દાંતાવાળાની દીકરી થતી હતી. ચાંદે સરવાણમાં મોટો થયો, અને માધવસિંહની માને અડેરણ છવાઈમાં આપ્યું હતું ત્યાં તે ઉછરયો. છેવટે, માધવસિંહ વખે નીકળે, અને પોશીનાના પટામાં મોજે ચાંપલપુર છે ત્યાં પાદશાહની ફેજ સાથે લડાઈ કરી. ત્યાર પછી, ત્યાંથી તે વેરાબરને પટ દબાવી પડીને ત્યાં રહ્યો. તેને વંશ આજે પણ ત્યાં છે,
સંવત ૧૭૫૨ (ઈ. સ. ૧૬૯૬)માં રાવ માન અને ગોવિંદ રાઠોડ રાવ ચાંદાના સગા થતા હતા તે, તેને મેવાડથી આવી મળી ગયા, અને તેઓ એકઠા મળીને ઈડર ઉપર વો કરવા લાગ્યા. સંવત્ ૧૭૭૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com