Book Title: Rasamala Athva Gujarat Prantno Itihas
Author(s): Alexander Kinlock Farbas
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 626
________________ ઈડરના રાવ ૫૫૫ (૪॰ સ૦ ૧૭૧૮ )માં દેસાઇયાએ મુસલમાન કિલ્લેદારાને હાંકી મૂકયા તે રાવ ચાંદાને ઈડરમાં લાવ્યા. રાવ ચાંદાએ ઠીક ઠીક રાજ્ય ચલાવી શકાયું નહિ. એટલે વાધેલા અને રહેવરાએ ઈડરનાં ગામ દુખાવી પડવા માંડ્યાં. તેમાં વાધેલાએ વડાલી સુધી દેશ કબ્જે કરી લીધેા, અને રહેવરાએ પેાતાની હદ સાબળી સુધી વધારી. આ વેળાએ પાલિયાને ઠાકાર મરણુ પામ્યા, તેથી તેની ગાદી ઉપર બેસનારને તરવાર અને શિરપાવ આપવાના પ્રસંગ પ્રાપ્ત થયા, તેથી આ મ્હાનું કૂહાડીને રાવ ચાંદાએ ઇડર છેાડીને નીકળી જવા પ્રયત્ન કર્યો, પણ તેની શિખક્રિય પાતાના ચઢેલા પગાર લેવાને તેને અટકાવ્યા. ત્યારે વલાસણાને ઠાદાર સરદારસિંહ તે વેળાએ ઈડરમાં હતા તેને બહુધરી આપી, અને તેને રાજકારભાર સોંપીને પોતાની વતી મૂકીને ગયા, તે પછી કદિ પાછા આવ્યા જ નહિ. સરદારસિંહે ચેડા દિવસ સુધી રાવને નામે ઇડરમાં રાજ્ય કર્યું, પણ છેવટે ત્યાંના દેશાઇયાએ અને મજમુદારાએ તેને ગાદી ઉપર બેસાડ્યો. સરદારસિંહના પ્રધાન લેહીનેા ઢાકાર સામળાજી જે વલાસણના ભાયાત થતા હતા તે ધણા હિમ્મતવાળા અને બહુ કુશળ હતા. તેણે વાધેલાઓએ અને રેહેવરાએ આવેલાં ગામ પાછાં હાથ કરી લીધાં. તે જય પામતા ગયા, તેથી ઘણા જણા તેના શત્રુ થયા; અને કસબાતિયેાએ સરદારસિંહને સમજાવ્યા કે સામળાજી તમારા અને અમારે। ધાણુ વાળવાના વિચાર કરે છે. રાવે આ વાત માની, અને સામળાજીને ક્હાડી મૂક્યા તે પેાતાની મેળે રસ્તે પડ્યો. તેની જગ્યાએ મા પંડિતને વડાદરેથી ખેાલાવ્યેા. ત્યાર પછી તરત જ સરદારસિંહને અને કસબાતિયેાને જિયા થયા અને સરદારસિંહ ઉધાડા પડી હેવા લાગ્યા કે જ્યાં સુધી એ લેાકેાનું કાટલું થયું નથી ત્યાં સુધી મારાથી ઇડરમાં રહેવાવાતું નથી. પણ આ પ્રમાણે કરવાની પેાતાનામાં શક્તિ રહી નહિ, એટલે, તે વલાસણે જતા રહ્યો. ત્યાર પછી, મળે. પંડિત ઈડરમાં રાજ્ય કરવા લાગ્યા. તેની સાથે કસબાતિયા, મેાતીચંદ મજમુદાર, અને રણાસણને અદેસિંહ રહેવર કારભાર કરવા લાગ્યા. આ વેળાએ દેસાઈયા પડતી દશામાં આવી પડ્યા હતા. મછા પંડિતે અમદાવાદના સરસૂબાને ખંડણી આપીને ઈડરમાં રાજ્ય કરવા માંડયું, પણ દેસાઈ યા નિરાશ થઈ ગયા હતા, અને લાલસિંહ ઉદાવત સારથી મેવાડ જતાં વસાઈ આવી પ્હોંચ્યા હતા તેને સર્વે વાત કહી ત્યારે તેણે તેમને કહ્યું કે, જો તમારી મરજી હાય ! હું તમને સારા રાજા આણી આપું. દેસાઇયાએ તે વાત માન્ય કરી, અને દસ્તાવેજ કરવો, તે ઉપરથી લાલસિંહ યાશીને જઈને મહારાજ આનંદસિંહ અને તેના ભાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642