________________
ઈડરના રાવ
ઉધરાવી લેવાના ચાલ પડ્યો ન હતા, પણ અમદાવાદના સૂબાની પાસે પૂરતું જોર થતું ત્યારે તે દર પાંચ કે દશ વર્ષે વસુલ કરી લેતા. રાવ જગન્નાથ ગાદિયે બેઠા ત્યાર પછી, મુસલમાની સત્તા નિત્ય નિત્ય વધતી ચાલતી હતી, અને રહેતાં રહેતાં ઈડરની ખંડણી પ્રતિ વર્ષે વસુલ કરી લેવાના ચાલુ પડી ગયા હતા. અને વૈતાલ મ્હારાટ હજી લગણુ હામી ભરતા હતા. છેવટે તેનું રાવજી પાસે એટલું બધું લ્હેણું થઈ ગયું હતું કે, રાવે તે ખોટું કરવાને તેનું કાટલું હાડવાના નિશ્ચય કર્યો. પછી એક દિવસે તેને ઉતારે એક દાસી મેાકલી અને તેની સાથે તેણે વ્યભિચાર કયો એવા દોષ મૂકીને તેને શહરમાંથી હાડી મૂક્યા. એટલે મ્હારેાટ ત્યાંથી વડેદરે ગયા અને ત્યાર પછી દ્વિહી જઈ પ્હોંચ્યા. તે વિષે નીચેની હકીગતથી જણાશે.
૫૪૫
આ બનાવ બન્યા પછી રાવ જગન્નાથને, ૧ ડુંગરપુરના સિસેાદરા રાવળ પંજા સાથે ઉચ્ચ પદ વિષે કજિયા થયે. તેએની સીમા ઉપર શામળાજીનું દેવાલય છે ત્યાં આશરે ઇ. સ૦ ૧૬૫૦ની સાલમાં મળ્યા. આ વેળાએ રાવળ પૂજાના રૂમાલ નીચે પડી ગયા, એટલે રાવ તેના કરતાં ન્હાના હતેા તેથી તેણે ઉપાડી લઈને રાવળને આપ્યા. પણ વાત તે એમ ચલાવી કે રાવળે જોરાવરી કરીને રાવને પગે લગાડ્યો. આ વેળાએ માહનપુરના ઠાકાર માહનદાસ રહેવર હતા, તેણે રાવની સારી ચાકરી બજાવી હતી. તેણે ડુંગરપુર ઉપર ચડાઈ કરીને રાવળને કૈદ કરયો, અને જ્યારે તે રાવને પગે પડ્યો ત્યારે તેને શિરપાવ આપીને વિદાય કરો. રાવળ પૂજા કરવા એઠા હતા તે વેળાએ શવે તેને પકડ્યો હતેા, અને જે મૂર્તિની તે પૂજા કરતે હતા તે ઠાકાર લઈ ગયા તે હજી લગણ માહનપુરમાં છે. આ વિષે ભાટે જે કવિતા કરી છે તે નીચે પ્રમાણે છેઃ
―
कुंडलियो - पूंजो पाय लगाडियो, ईंडर इंदे राव; जोर कियो ज़गनाथिये, दीनो सबको दाव; दीनो सबळो दाव, रावे रावळने रेश्यो; की अचरज कमधर्ज, खगौं बळ पावो खेशो; गरपशनार्थे ईजत गई, चास लगी जद त्राडियो; केल परो झाले कर, पूंजो पाय लगाडियो.
એક દિવસે રાવ જગન્નાથ જેવામાં મેડાસામાં હતા તેવામાં દિલ્હીથી એક હકીમ આવ્યા. તેણે ધાતુપુષ્ટિનું ઔષધ આપ્યું, ને કહ્યું કે, રાણીને
૧ ઈડરની વાવમાં રાત્ર જગન્નાય સંબંધી લેખ ઇ. સ. ૧૬૪૬ની સાલના છે. ૨ રાઠોડ. ૩ તરવાર. ૪ ડુંગરપુર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com