________________
૫૪૪
રાસમાળા
“પૂછપરછ કરવાનું શું કારણ છે?” પછીથી તેમણે ફરીથી તાસક ફેરવી ત્યારે ઠાકરે બીજું કઠું નાંખ્યું. આ વેળાએ અધી રાત ગઈ હતી, તેવામાં, રાવના ભાઈ કેશવદાસ બહાર ગયા. દેપો તેની પછવાડે ગયે, અને મશાલચીના હાથ ઉપર ઝટકે મારીને મશાલ પાડી નાંખી. પછી કેશવદાસનું માથું કાપી લઈને તે નહાશી ગયે. ત્યાં બૂમ પડી કે રાવના ભાઈ મરાયા! તે વખતે પેલી છોકરિયે રડવા માંડ્યું, અને છાતી ફૂટવા માંડી, અને રાણું વાઘે આ વાત જ્યારે સાંભળી ત્યારે તેણે તરત જ આપઘાત કર્યો. જ્યાં લગી રાણો જીવતે હતો ત્યાં લગી રાવ નિત્યનિત્ય તેને કહેઃ “જે ચેડાં “ગામ તું મને લખી આપે તે હું તને છોડું.” પણ રાણે તે વાત માન્ય કરતો નહિ અને માત્ર એટલું જ ઉત્તર આપતું કે,
હું રાણો વાઘ મારે હરણાવ સુધી ભાગ.” હવે જ્યારે દે પોતાની મેળે નકળે થયો ત્યારે પોતાનાં માણસો સાથે સંતલસ કરી રાખી, અને તે પ્રમાણે એક ડુંગર સળગાવ્યો, એટલે તેનાં માણસ જે જુદે જુદે ઠેકાણે મૂક્યાં હતાં તેમણે તે તે ગામમાં આગ મૂકી.
પછીથી દેપે તરસંગમે આવ્યો, અને જાયમલને રામ રામ કરીને કહ્યું જે, અંબજિયે મારી લાજ રાખી. જામલે તેને ભીમાલ ગામ આપ્યું. તે દેપાને વંશના હજી લગણ વાસણમાં ખેતી કરે છે. રાણુ જગતસિંહે તેના વંશજ પાસેથી ભીમાલ ગામ પાછું લીધું, અને તેને એથે ભાગ આપવાનું ઠરાવ્યા તે આજ લગી તેઓ ખાય છે.
રાવે ચારણુ બાપુવા સદુજીને બોલાવીને કહ્યું કે મારા ચોરને તે બચાવ્યો માટે તારે મારા દેશમાં રહેવું નહિ. જ્યારે રાણું જાયમલે આ વાત સાંભળી ત્યારે તેને તરસંગમે તેડાવીને પાણિયાલી ગામ આપ્યું અને પિતાને દસોંદી સ્થાપીને પિતાની પાસે રાખ્યો.'
રાણું જાયમલની ચાકરીમાં મહેશે અને રાજધર એ બે ગઢિયા હતા. તેઓ થોડાક દિવસની રજા લઈને પિતાને ઘેર ગયા. રસ્તે જતાં ગોઠડા ગામને પાદર નદી ઉપર ઉતર્યા, તેવામાં એક રબારી બકરાં લઈને આવ્યો તેને તેઓએ પૂછયું કે, આ બકરાં કાનાં છે ? ત્યારે તેણે જવાબ દીધો કે, રાણાછનાં છે. પછી ગઢિયાએ કહ્યું કે અમે પણ રાણજીના છિયે માટે અમને એક બકરું આપ્યું. રબારિયે બકરૂં આપ્યું નહિ, એટલે જેરાવરિયે લઈને માર્યું.
૧ જે ચારણ પાસેથી આ વૃત્તાન્ત મળે છે તે ચારણ સદુજીના વંશને છે, તેને હજી પાણિયાલી ગામને સેળ ભાગ મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com