________________
૫૪૬
રાસમાળા
ન કરાવીને અતિસાર કર્યું હશે.
બાંહબરી
તેઓ હાશી ગયા હશે. રાણાએ કેળીને બેલાવીને સારી પેઠે ધમકાવ્યો, અને તેને કુહાડી મૂકો, એટલે એ પણ માહાવડ ચાલતે થયા. ત્યાર પછી બાડવા સદુજિયે રાણુને કહ્યું: “બહુ સારું કર્યું ઠાકર! તમે મને “ઇડરના રાવ સાથે કજિયો કરાવીને અહિંયાં તેડી લાવ્યા અને મારા નામની “જૂઠી બાંહેધરી મોકલીને ગઢિયાઓને અહિં બોલાવીને મારી આબરૂ લેવાનું કામ કર્યું. હવે હું તમારા દેશમાં રહેવાને નથી.” પછી તે ઠેધનો માર્યો નીકળ્યા અને મહેપાએ તથા રાજધરે તેને છાનેમાને લાવ્યા હતા તેથી તે પણ માહાવડ ગયે. ત્યારે તે ઠાકોર ગઢવીને ગામ આપવાના વિચારમાં હતા એટલામાં રાણુને તે વિષેની ખબર થયાથી તેને મનાવી આણુને પાણિયાલીમાં રાખે.
પછી ઈડરની ફેજ તરસંગમા ઉપર ચડી આવી, અને એક લડાઈ થઈ તેમાં બંને બાજુનાં ઘણાં માણસ મરાયાં. આખરે ફેજ ઈડર ભણી પાછી ગઈ. આ વેળાએ તેઓ તરસંગમાના એક નાગરને ઝાલી ગયા, અને . તેને રાવ કલ્યાણમલને સોંપી દીધો. રાવે તેનું નાક કાપી નાંખવાની આજ્ઞા કરી, ત્યારે નાગર બેલ્યોઃ “એ તો ઠીક છે, હું કલ્યાણમલની ફેજ સાથે “હતા એવું એ ઉપરથી જણશે.” રાવે પૂછ્યું: “તારા બોલવામાં જો ભેદ
છે?” નાગરે ઉત્તર આપ્યું: “તમે મને એકલાને પકડીને મારું નાક કાપી “નાંખશે ત્યારે એ ઉપરથી તમારી આખી ફોજનું નાક કપાયું કહેવાશે.” તે સાંભળીને રાવે તેને કંઈ કહ્યા વગર ફહાડી મૂકે.
ફેજ જે વેળાએ પાછી જતી હતી તે વેળાએ કણબીની એક બાયડી પિતાના ઘણું સારું ભાતું લઈ જતી હતી. રેવે તેને દીઠી અને તે ભૂખ્યો હતો • તેથી પૂછયું: “તમારી પાસે શું છે!” તે બેલી ખીર છે.” પછી તેણે લઈને તે ખાવા માંડી. પણ ખીર ઉની હતી તેથી તેની આંગળિયો દાઝી. એટલી પેલી બાયડી બોલીઃ “વાહ રે! તમે તે કલ્યાણમલ જેવા ઠગારા દેખાઓ છો?” રાવે પૂછયું: “એમ કેમ વારૂ?” તે બોલીઃ “રાવ તરસંગમું લેવાને આજ દશ દશ વર્ષથી ફાંફાં મારે છે પણ આસપાસનાં ગામડાં પહેલેથી લીધા વિના મહેનત કરે છે તે પેરા જતી નથી. તે પ્રમાણે તમે પણ કરે કેરેથી ટાઢી થયેલી “ખીર ખાવાને બદલે એકદમ વચ્ચે હાથ ઘાલીને આંગળિયે બાળી.” તે સાંભળીને રાવે મનમાં વિચાર કર્યો: “એ કહે છે તે બરાબર છે, એનાથી “મને ખરેખર બેધ મળ્યો.” પછી તેણે પેલા ગઢિયાઓને પોતાની છાવણમાં બોલાવીને કહ્યું: “તમે મારી ફેજના ઉપરી થાઓ.” ત્યારે તે બોલ્યા: અમે રાણાનું લુણ ખાધું છે અને ઘણું દિવસ સુધી એના કુવાનું પાણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com