________________
દાંતાના રાણુઓ ,
૫૪૫ પછી તેણે તરસંગમે જઈને રાણુને ફરિયાદ કરી કે, ના કહી છતાં ગઢિયાયે, જબરાઈથી એક બકરૂં લઈને મારી નાંખ્યું. તે વાત રાણાએ સાંભળી ને કહ્યું કે, એ લેકે બહુ ઉન્મત્ત થયા છે માટે તેમને હવેથી જોઈ લઈશું. તેમના કોઈ મિત્રે આ વાત તેમને જણાવી અને લખ્યું કે બરાબર તપાસ કર્યો વિના જે તમે પાછા આવશે તે તમને રાણે મારી નાંખશે. પછી તે ગઢિયા છ મહિના સુધી ઘેર બેસી રહ્યા, ત્યારે રાણાએ તેમને તેડું મોકલ્યું. એટલે તેઓએ કહ્યું કે, રાણુને અમને વિશ્વાસ નથી માટે બાપુવા સદુજીની બાંહેધરી આપે તે આવિયે. આ પ્રમાણે સમાચાર લઈને ચાકર પાછો આવ્યો. એટલે રાણુએ પોતાના કારભારીને બોલાવીને અને સરદારને એકઠા કરીને ચારણ જાણે નહિ એમ તેના નામનો બાંહેધરીને કાગળ તેઓની સલાહથી મેકલ્યા.
જ્યારે મહેપાઓ અને રાજધર ગઢિયાએ તે કાગળ વાંચ્યો, ત્યારે તરસંગમે આવ્યા અને ગામને પાદર એક બાગમાં ઉતારે કરીને રાણુની હુઝુરમાં જવાને તૈયાર થયા. તેવામાં ભાડુ સુદુજી તેઓને મળવા ગયે, અને મળીને કહ્યું કે, તમે ધણી ને ચાકર ફરીને એકઠા થયા તે બહુ સારું થયું. તે સાંભળી તેઓ બોલ્યા કે, ખરી વાત, પણ અમે તે અહિ તમારા બાંહેધરીના કાગળ ઉપરથી આવ્યા છિયે. સદુજિયે કહ્યું કે બાંહેધરી વિષેને શબ્દ પણ મને ખબર નથી; તે ઉપરથી તેમણે તેને કાગળ બતાવ્યું. ત્યારે તેણે ફરીને કહ્યું કે, આ વિષે કશું હું જાણતો નથી માટે તમારે જેમ કરવું ઘટે તેમ કરજે. ત્યારે બંને ભાઈયે માંહોમાંહે એક યુક્તિ કરી અને હાનો ભાઈ મહેટા ભાઈની સાથે કજિયો થયાનું મિષ કરીને ચાલતો થયો. એટલે સર્વ લોક મહટા ભાઈની આસપાસ વીંટાઈ વળીને સમજાવા લાગ્યા કે, તમે જઈને તમારા ભાઈનું મન મનાવીને પાછા તેડી લાવ. મહેપે તે પ્રમાણે ઘોડે અશ્વાર થઈને રાજધરને પાછો બોલાવી લાવવાને બહાને નીકળ્યો અને જ્યારે તેઓ એકઠા થયા ત્યારે ઘોડા મારી મૂકીને માહાવડ જતા રહ્યા.
જ્યારે રાણાએ સાંભળ્યું કે ગઢિયા તો પાછા જતા રહ્યા છે ત્યારે તેના કારણ વિષે તેણે તપાસ કર્યો. તે ઉપરથી લોકોએ કહ્યું કે બંને વચ્ચે કજિયે થયો છે, અને એક રીસાવીને જતો રહ્યો છે, તેને પાછો વાળવાને બીજે ગમે છે. તે પણ રણુએ મનમાં વિચાર્યું કે કઈયે તેમને ભેદ કહ્યો હશે. તેથી તેણે ગઢવીને બોલાવીને પૂછ્યું કે તમે એમને મળવાને ગયા હતા કે નહીં! અને તમે કંઈ વાત કરી હતી કે કેાઈ બીજાએ કરી હતી ? ગઢિયાનો ચાકર વાલિયે કાળી અફીણિયો હતો અને રાણુની પાસે રહીને પાનની બીડિયો તૈયાર કરવાનું કામ કરતો હતો. ચારણે કહ્યું કે કદાપિ એ વાલિયાએ કહ્યું હશે તેથી ચેતીને
૩૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com