________________
દાંતાના રાણુઓ
૫૪૧ “મારી બહુ ચાકરી કરી.” તે સાંભળીને પાદશાહે આસકરણજીને શરપાવ મોકલીને મહારાણુની પદવી આપી. શાહજાદાએ પણ પેલી વીંટી એકલી દીધી, તેમાં ઘણો મૂલ્યવાન હીરે જડેલો હતો. આસકરણજીને ત્રણ કુંવર હતા–વાઘ, જયમલ, અને પ્રતાપસિહ.
રાણું વાઘના વખતમાં ઈડરના રાવ કલ્યાણમલની રાણી ભાણુવંતી ઉદયપુરના રાણાની કુંવરી, અને વિનયામતી જાડેછ ભૂજના રાવની કુંવરી હતી. તે બંને રાણિયા પ્રતિ સોમવારે મહાદેવની પૂજા કરવા સારૂ બ્રહાખેડમાં આવતી હતી. તે જગ્યા ભૂગ ક્ષેત્ર કહેવાય છે. ત્યાં આગળ હરણાવ નદી હે છે. ત્યાં સુધી રાણે વાઘ પિતાના સીમાડાને દાવ રાખતો હતો, તેની કહેવત ચાલે છે જે,
હું રાણો વાઘ, મારે હરણાવ સુધી ભાગ.” રાણું વાઘને કેાયે કહ્યું હતું કે, ઈડરના રાવની રાણિયે બહુ સુંદર, છે, અને તે ઉપરથી તેમને જેવાને તેણે નિશ્ચય કર્યો હતો. તે એક સામવારે ભૂગુ ક્ષેત્રમાં બ્રાહ્મણને વેશ લઈને ગયે. રાણિયાએ મહાદેવની પૂજા કરીને બ્રાહ્મણોને કપાળે ચાંદલા કરીને દક્ષિણ આપવા માંડી. તેમાં રાણું વાઘને પણ ચાંદલો કરીને દક્ષિણ આપવા માંડી, પણ તેણે લીધી નહિ. ત્યારે તેને પૂછ્યું: “તમે શા માટે લેતા નથી ?” તેણે કહ્યું: “મેં કાશિયે જઈને “નિયમ લીધે છે જે કાઈની દક્ષિણે લેવી નહિ.” પછી રાણિયે ગઈ અને રાણે પણ પાછો ગયે. તથાપિ તે રાવ કલ્યાણમલના જાણવામાં આવ્યું.
પછી રાવરાણું વાઘેલાના ભાઈ જયમલ સાથે મિત્રતા કરીને તેને ઈડરમાં રાખે. ગરણે જમાદાર જે નાગર બ્રાહ્મણ હતો, અને વટલીને મુસલમાન થયો હતો, તેને ને પાદશાહને ક િથયે, એટલે અમદાવાદ છેડીને તે ઈડર આવ્યો. તેને પણ રાવ રાખ્યો. રાવે આ જમાદારને કહ્યું: “જો તું મને “રાણું વાઘને પકડીને આપે તો હું તને વડાલી ગામ આપું.” ગરણુએ વડાલિયે જઈને તે પિતાને સ્વાધીન લીધું, અને રાણું વાઘ સાથે સારી પેઠે મિત્રતા કરી. એક સમયે રાણું વાઘને સાભ્રમતીના લાંકને આરે જમાદારે કસુંબ પીવાને બેલા. રાણાજીનો ઉમરાવ મંછ વાછાવત જે દીવડીને ઠાકર હતો તેના મનમાં આવ્યું કે, આજે રાણાજી એકલા જાય છે તે નક્કી કેદ પકડાશે. એમ જાણીને, તેણે તેને લાંક જવાની ના કહી, પણ રાણાજીના
૧ અહિયાં જે વર્ણન આપ્યું છે તે દાંતાની વાત પ્રમાણે આપ્યું છે, અને પૃષ ૫૨૩-૪ મે આપ્યું છે તે ઈડરની વાત પ્રમાણે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com