________________
તણાંની
સમકીન
દાંતાના રાણુઓ
૫૩૮ નહિ ત્યારે રાવે તેને છોડી મૂકાવ્યા. તે કળનાથ મહાદેવમાં બે દિવસ રહ્યો, અને ત્યાર પછી, હળવદ ગયે, અને તલાવને કિનારે બેઠે. એવામાં રાણી ઝાલીજીના તાબાની એક વડારણ ત્યાં પાણી ભરવાને આવી તેને પોતાના સમાચાર કહ્યા તે ઉપરથી રાજાને જાણ થઈ એટલે તેને ઘેર લાવી આપ્યો.
પછી તરત જ બે કુંવર લઈને નાણાંની એક માટી રકમ સાથે રાખીને અમદાવાદ ગયો. ત્યાં મારૂ પ્રધાનને મળ્યો અને તેની સાથે બંદેબત કરી રાખ્યો; અને કુંવરોને માથે મૂકી તેમના ઉપર બળતી તાપણું મૂકીને પાદશાહની પાસે લઈ ગયે. તે જોઈને પાદશાહ બોલ્યોઃ “કુવર દાઝી મરશે, એમને હેડે ઉતારે.” ત્યારે કુંવર બોલ્યાઃ “ઇડરવાળે અમારી ધરતી લઈ લીધી છે, અને આ તે પાદશાહની ધરતી છે. અમારે રહેવા જેટલી “ધરતી રહી નથી.” ત્યારે પાદશાહે કહ્યુંઃ “હિમ્મત રાખે, અને નીચે ઉતરે.” પછી તેમણે પોતાની સર્વ વાત પાદશાહને કહી એટલે ઈડર ઉપર તેમની સાથે ફેજ મોકલવાને રાજી થયો, અને નજરાણુના રૂપિયા એક લાખ લેવાના ઠરાવ્યા. લશ્કર આગળ ચાલ્યું અને ઈડર આગળ પડ્યું. રાવ ભાણે તેના સરકારને ફાવ્યું: “તરસંગમાવાળાએ તમને જે આપવાનું પઠું હશે “તે હું આપીશ માટે તમે તમારું લકર પાછું લઈ જાઓ.” પણ સરદારે કહ્યું: “મારે તે પાદશાહના હુકમ પ્રમાણે કરવું જોઈએ. આવું સાંભળીને રાવ ભાણ પિતાના કુટુંબ સહિત નહાશી ગયે, અને લશ્કરે ઈડર માર્યો અને રાવને મહેલ જમીનદોસ્ત કરી નાંખે. મારૂ રાવતે કહ્યું
આ મહેલને અકેકે ઈંટાળો લઈને જે હરણાવ નદી આગળ લઈ “જઈને નાંખશે તેને અકેકે હાર આપીશ.” તે ઉપરથી ઘણું સિપાઈ . એએ અકે કે પત્થર લઈ જઈને હરણાવ આગળ ઢગલો કર્યો. તેનું સામબાજીનું દેવાલય બંધાવ્યું. તે ગઢા ગામ આગળ નદીને કિનારે છે. ત્યાંથી લકર તરસંગમે ગયું એટલે ઈડરનું થાણું તે જગ્યા છોડીને હાશી ગયું. તે પછી એ થાણું આબાદ કરીને કુંવરને સ્વાધીન કર્યું. એટલે લશ્કરના સરદારે મારૂ રાવતને કહ્યું: “હવે મને પહેલાં નાણાં આપો.” ત્યારે માર રાવત કહેઃ “મારી પાસે અહિં રૂપિયા નથી, પણ મારે ભંડાર સુવા“સણાના ડુંગરામાં છે, માટે તમે ત્યાં આવે તે આપું.” એમ કહીને તે કુંવરને માતાજીને આશરે મૂકીને લશ્કરની સાથે ચાલ્યો. તેણે ફોજને વરસંઘ તલાવની પાળે ઉતારી. આ તલાવ ગઢવાડામાં ટીંબા અને ભાટવાશની વચ્ચે છે. પછી તેણે કહ્યું: “હું જઈને ખજાન ઉઘડાવીને રૂપિયા લઈ “આવું છું.” એમ કહીને તે સુદાસણાના ડુંગરામાં સંતાઈ પિઠો. પછી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat