________________
દાંતાના રાણુઓ
૫૩૭ થઈ ગયાં. ત્યાર પછી, જશરાજને મુસલમાને સાથે ફરીને લડાઈ થઈ તેમાં તેણે નગર ઠઠ્ઠા ખોયું, એટલે પોતાનું કુટુંબ લઈ તે આરાસુરમાં માતાજી પાસે ગયો. અંબાજીએ પિતાની અશ્વારીને વાઘ તેને આપીને કહ્યું: “આ “વાઘ ઉપર તું બેશીને જેટલું ચક્રાવો ખાઈશ તે માંહેલો તેટલો પ્રદેશ તારે “સ્વાધીન થશે.” રાજાએ તે પ્રમાણે કર્યું અને સાત ને સાઠ ગામ પછવાડે ફરી વળ્યો. દક્ષિણમાં દેતરપટ એટલે ખેરાળુ; ઈશાન કોણમાં કેટલા; પૂર્વમાં રેલ; ઉત્તરમાં ભારજીની વાવ શિરે જીલ્લામાં છે ત્યાં સુધી દેશ; અગ્નિકેશુમાં ગઢવાડા; અને વાયવ્ય કોણમાં હાથીદરા ગામ સુધી તેને તાબે થયું. ભંડારાના ડુંગરને લોકે હવણું ગમ્બર કહે છે ત્યાંથી તેને દાટેલું ધન મળ્યું. તે વડે તેણે લશ્કર એકઠું કર્યું અને પિતાના બાપનું વૈર લેવા સારૂ નગર ઠરે ગયો. જશરાજે ઘણું મુસલમાનેને નગર બહાર હાંકી મૂકયા અને ઘણાને ઠાર કર્યા; તે દેશમાં મરતાં સુધી રહ્યો પણ ત્યાં લગણ તેને કુંવર માતાજી પાસે ગમ્બરગઢમાં હતો.
જશરાજનો કુંવર કેદારસિંહ અથવા કેસરીસિંહ હતો. તેણે તરસિગિયે ભીલ જે તરસંગમામાં રાજ્ય કરતા હતા તેની સાથે લડીને તેને ઠાર કર્યો અને પોતાની ગાદી ગમ્બરગઢ હતી ત્યાંથી ફેરવીને તરસંગમામાં કરી. કેદારસિંહનો કુંવર જશપાળ અથવા કુલપાળ કરીને હતો. તેણે રેપીડા ગામમાં મોટે યજ્ઞ કરવા માંડ્યો, પણ તેમાં તે નિષ્ફળ ગયે, અને જે બ્રાહ્મણને ક્રિયા કરાવવાને હરાવ્યો હતો તેને એટલે બધો ક્રોધ ચડ્યો, કે તેણે અગ્નિકુંડમાં પડતું મૂક્યું અને શાપ દીધો કે તારા કુળમાં સર્વ પાછળબુધિયા થશે અને આવેલે લાગ ખાઈને પછવાડેથી પસ્તાશે.' પછી કેટલીએક • હેડિ થયા પછી, રાણું જગતપાળની વેળામાં અલાઉદ્દીન ખુનિયે તરસંગમાં લીધું, ત્યારે રાણે માતાજીનો આશ્રય મેળવવાને સ્તુતિ કરવા લાગે, તેને માતાજિયે ફરીને બીજે દિવસે લડવાનું કહ્યું, તે પ્રમાણે તે લડ્યો, અને તરસંગમાં પાછું લઈ લીધું.
જગતપાળથી છઠ્ઠો કાનડદેવ થશે, તેના ભાઈ આંબજિયે કેટડાને પટે લઈ લીધે. કાનડદેવને બે રાણિયો હતી; તેમાંથી હલવદનાં ઝાલીજી રામ કુંવરીને દેતર અથવા ખેરાળાને પટ છવામાં આવ્યો હતો. રાણું પિતાના કુંવર મેઘજી સહિત ત્યાં રહેતી હતી. તેણે ખેરાળાને ઉગમણો દરવાજો બંધાવ્યું હતું, તે આજ લગી ઝાલીને દરવાજો કહેવાય છે. એ
૧ આ વાત ઉપર હાલ રાણે જાલમસિંહ એમ કહે છે કે, “હા ખરી વાત, એ શાપ મારા કાકા જગતસિંહના વાર સુધી ચાલ્યો.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com