________________
અંબા ભવાની
૫૩૨
વાસણમાં પ્રસાદ ભરી રાખે છે તે જ્યારે માતાજીની કટને ફૂલને હાર એની મેળે ગળેથી છી પડે છે એટલે તાબડતોબ પર્વતવાસી ભીલ લેકે ઉપર પડીને લૂંટી ખાય છે. દાંતાને રાણે સંઘનું રખવાળું કરે છે તેથી તેને કર મળે છે. જે કાઈ કાઈ ઠાકોર યાત્રા કરવાને આવે છે તે તેની પાસે જે સારામાં સારે ઘડે છે તે રાણને અર્પણ કરવો પડે છે. યાત્રાળુ લોકે
જ્યાં સુધી રહે છે ત્યાં સુધી માતાને વાગા, ધ્વજા, મૂલ્યવાન ધાતુનાં વાસણ, ધિંટ, અને દેવાલયના કામની અગત્યની વસ્તુઓ અપૅણ કરે છે, તે સર્વ રાણે લઈ જાય છે. રૂપાની સાત પાદુકા માતાની આગળ સદા રહે છે.
આ ઠેકાણે માતાનું સ્વરૂપ કલ્યાણકારી છે તથાપિ પશુનું બલિદાન આપવામાં આવે છે, અને મધુ (દારૂ) પણ અર્પણ કરવામાં આવે છે. માતાના સર્વ પ્રકારના પદાર્થોમાં તેલ વાપરવાની બંધી છે; તેમ જ, યાત્રાળુ લકે આવે છે તે રહે છે ત્યાં સુધી, તેલ વાપરતા નથી. દેરામાં દીવા શણગારવામાં આવે છે તે અને આરતી એ સર્વમાં ઘી વાપરવામાં આવે છે. સાંજની વેળાએ દાંતાને રાણે ત્યાં હોય છે ત્યારે તે માતાને અમર કરે છે, પણ ખરા પૂજારી તે ત્રણ છે-તે ઔદિચ્ય બ્રાહ્મણ સિદ્ધપુરના છે, તેઓ રાણુને ઉપજ આપીને પૂજારીનું કામ કરે છે. યાત્રાળુ ત્યાં આવે છે એટલે તેઓ તેમને કપાળે ચાંદલો કરે છે, અને જ્યારે વિદાય થાય છે ત્યારે વાસે કંકુને થાપો મારે છે; યાત્રાળુ લેકે પોતપોતાના ગજા પ્રમાણે તેઓને જમાડી દક્ષિણે આપે છે, અને કઈ વેળાએ તે તેમની માગણું પ્રમાણે આપવામાં આવતું નથી, એટલે તેઓ છાપ કરતા નથી અને છાપ લીધા વિના યાત્રાળુને ચાલતું નથી.
અજાઈ માતાનું મુખ્ય દેરૂં જે માનસરોવરના કિનારા ઉપર છે તેમાં મહારાણા શ્રી માલદેવને લેખ સંવત ૧૪૧૫(ઈસ. ૧૩૫૯) ને છે. અંબાજીના દેરાના માંહેલા મંડપના દ્વારમાં લેખ છે તેમાં રાવ ભારમલની રાણિયે સંવત ૧૬૦૧(ઈ. સ. ૧૫૪૫)માં માતાને જે અર્પણ કરેલું છે તે નેધેલું છે, તે ઘણું કરીને તે તેણે પોતાના પતિના મરણ ઉપર કરેલું જણાય છે. દેરાની મહિલા સ્તંભ ઉપર બીજા ઘણું લેખ છે તે મુખ્યત્વે કરીને સેળમા સૈકડાના છે અને તેમાં બીજા લોકોએ દાન કરેલાં તેની નોંધ છે. એક લેખ સંવત ૧૭૭૯(ઈ. સ. ૧૭૨૩)ને છે તેમાં લખ્યું છે કે,
૧ ત્રણ, પાંચ, અને સાત એ સંખ્યા હિન્દુઓ શકનિયાળ ગણે છેતેમાં પાંચ અને સાત તે વિશેષ ગણાય છે. ત્રણથી વર્ગ, મૃત્યુ ને પાતાળની ગણના થાય છે, ચાંચથી પંચ તત્વ ગણાય છે; અને સાતથી સપ્ત ઋષિ ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com