Book Title: Rasamala Athva Gujarat Prantno Itihas
Author(s): Alexander Kinlock Farbas
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 605
________________ ૫૩૪ રાસમાળા અંબાજીની પાસે, એક હેળિયાની કેરે સ્વાભાવિક ઉગેલા મેગરા અને જુઈ તથા બીજા સુધીમાં પુષ્પની ઘટામાં ચિતેડના કુંભા રાણાએ પણ સેનાને છે, તથા અમીર ઉમરાવે તેની આસપાસ વીંટાઈ બેઠેલા છે. જે ટેબલે તે બેસે છે તેની આસપાસ તેની જોળી થઈ ગયેલી દાહાડીના બે આંટા ફરી વળ્યા છે, ને તે જ્યારે ત્રીજો આટે ફરી વળશે ત્યારે જગતનો નાશ થશે, અને આન્ટી કાઈટ દેખા દેશે. ગેરી બેટની સામે આફ્રિકા ખંડના ભાગ ઉપર જાલાફ નામના લોકો વસે છે તે ચમ નામની પરિયોને માને છે તે ગાયિન પરિયોને મળતી આવે છે. સમુદ્રકિનારેથી આશરે ત્રણ માઈલ ઉપાય પાસ નામના ડુંગરા છે તેની ગુફામાં મુખ્યત્વે કરીને તેઓ મોટા દબદબાથી રહે છે. ત્યાં મનુષ્યની તેમાં વિશેષ કરીને યુરોપિયનોની આગતાસ્વાગતા તેઓ કેવી કરે છે, તેઓને ઉત્તમ જાતિનાં ભજન કેવાં જમાડે છે, અને રિકાબિયે મૂકતાં જ માત્ર તેમના હાથપગ જોવામાં કેવા આવે છે તથા ગુફાની જગ્યામાં કેટલા બધા માળ છે, અને નીસરણી વિના એક માળથી બીજે માળ કેમ જવાય છે, એ વગેરેની ઘણું ચમત્કારિક વાતો ચાલે છે. આ પ્રસંગે ઈનામ આપવામાં આવે છે તે સંબંધી મુકાબલે કરવાને એક નીચે વાત લખિયે છિયે: રિવટઝરલ્યાડમાં વાવલ નામના ગામ પાસે એક પર્વતની બાજુએ ચેનટનું એક જંગલ છે ત્યાંથી એક રાત્રિયે એક ઠીંગણું માણસ આવ્યું, અને દાઈયણના “ધરની પૂછપરછ કરવા લાગ્યું. તેને તેને પત્તો લાગ્યો એટલે આતુરતાથી આગ્રહ કરીને “પોતાની સાથે તેડી ગયું. અને હાથમાં મશાલ લઈને તેને જંગલમાં લઈ ગયું. એક ગુફા આવી તેમાં થઈને દઈયણને લીધી તે દબદબાભરેલા એક મહેલ આગળ આવી હોંચી. ત્યાંથી ભભકાદાર ઓરડાઓમાં થઈને મુખ્ય ઓરડામાં તેને લઈ ગયા. ત્યાં “ઠીંગણુઓની રાણું સૂતેલી હતી તેને માટે દાઈયણને ખપ હતે. દાઈયણની મદદ“થી રાણીને પુત્રનો પ્રસવ થયો. પછી તેને ઉપકાર માનીને તેને વિદાય કરતી વેળાએ તેના ઘાઘરામાં કાંઈક નાંખ્યું અને કહ્યું કે ઘેર પહોંચે ત્યારે શું છે તે જોજે, ત્યાર પહેલાં “ગમે તે થાય પણ જતી નહિ. પછી પ્રથમ આવેલે ઠીંગણે માણસ તેને પાછો ઘેર લઈ ચાલે અને જ્યારે તે અલેપ થઈ ગયે ત્યારે પેલી દાઈયણ જે આતુર થઈ રહી હતી તેણે ઘેર પહોંચતાં પહેલાં ઘાઘરામાં જોયું તે કયલા દીઠા. એટલે ક્રોધાવેશમાં તેણે તે “હાડી નાખ્યા અને માત્ર બે કોયલા પરીક્ષા જેવાને હાથમાં રાખ્યા. તે જ્યારે “ઘરમાં આવી ત્યારે તરત જ ભોંય ઉપર નાંખી દીધા. તે જોઈ તેને ધણી રાજી થઈને અને આશ્ચર્ય પામીને બોલી ઉઠળે, કેમકે તે હીરાના જેવા ચકચકતા હતા. દાઈયણે કહ્યું “કે મને તે ત્યાંથી કયલા જ આપેલા હતા. પણ તેમના કરતાં તેના પાડોશી આવી “બાબતથી માહીતગાર હતા તેને જઈને બેલાવી લાવી. તેઓએ જઈને કહ્યું કે આ તો આ મૂલ્યવાન હીરા છે. તે ઉપરથી પેલી “દાયણ જ્યાં કાયલા કહાડી નાંખ્યા “હતા ત્યાં દોડી ગઈ, પણ ત્યાં કાંઈ જેવામાં આવ્યું નહિ.” “કિટલી કૃત ફેરી માઇથેલે થાન્સનાધન “માઇલોજી” ઇત્યાદિ ઉપરથી. Vide, Keightles Fairy Mythology, Thorpes Northern Mythology etc. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642