________________
૪૯૨
રાસમાળા હોય કે જેની સાથે મહમૂદ બેગડાનું નામ જોડાયેલું નહિ હોય. મુસ્તફાબાદ અને મહમૂદાબાદ (ચાંપાનેર) એ બે મુસલમાની શહર વિના વાત્રક નદીના કિનારા ઉપર તેણે એક નવું શહેર વસાવ્યું અને તેનું પિતાને નામે નામ પાડયું; અને મિરાતે અહમદીને કર્તા કહે છે કે, “એ નદીના કિનારા ઉપર “ઉંચી જગ્યા બંધાવીને ત્યાં તેણે ઉત્કૃષ્ટ જાતના મહેલ ચણવ્યા, તેની નિશાનિ અને ખંડેર આ લખતી વેળાએ એટલે ઈ. સ. ૧૮૫૬ ની સાલ સુધી છે. આ મહેલમાં તે ઘણી વાર આવીને રહેત; પણ તે અચૂક “ઉનહાળાની ઋતુમાં કાલિંગડી પાકવાની વેળાએ અમદાવાદ જત, અને “ત્યાં છ મહિના રહીને પાછા આવો.એ જ ગ્રંથકર્તા એટલે સુધી ખાતરી“પૂર્વક લખે છે કે, “ખુલ્લા દેશ માંહેલાં તેમ જ નગર, કસબા, અને ગામડાં
માંહેલાં સર્વ ઝાડ આ સુલ્તાનના વારામાં રોપાવવામાં આવ્યાં હતાં.” ચાંપાનેર અને ગિરનારના દુર્જય હિન્દુ ગઢ તેણે લીધા તે ઉપરથી તેનું બેગડાનું ઉપનામ પડયું; એ વાત યથાયોગ્ય અને શકય છે એવું ફેરિતા કહે છે, અને એના જેવું બીજું કારણ બતાવાનું અમારી પાસે નથી તેથી અમે પણ એના પ્રમાણ ઉપરથી બાહાલ રાખિયે છિયે. યુરોપિયન લોકે ભણિથી તેને કીર્તિ મળી તે કદાપિ તેની દરિયાઈ લડાઈને લીધે મળેલી છે. મિએલ્ફિન્સ્ટન કહે છે કે, “તેના સમયના પ્રવાસિયોએ એ પાદશાહ સંબંધી ઘણું ભયાનક વિચાર
બાંધેલા છે. બાર્ટીમાં અને બાબસાએ વિસ્તારથી એનું વર્ણન કરેલું છે. “એમનામાંથી એક જણે એના જાતના દેખાવનું ભયંકર વર્ણન આપેલું છે;
અને તેના ખોરાકનો મુખ્ય ભાગ મનુષ્ય પ્રાણીને ઝેર ચડે એ હતો, એ વિષયમાં બંનેના એકમત થાય છે; આ ખેરાક ખાવાથી એનું બંધારણ “એવું થઈ ગયું હતું કે, તેના અંગ ઉપર જે ઉડતી માખ આવીને બેસે તે “તત્કાળ મરી જઈને નીચે પડેસત્તાવાન મનુષ્યને મારી નાંખવાની તેની “સાધારણ રીતિ એ હતી કે, પાનસોપારી ખાઈને તેના ઉપર મહેડાની પીચ“કારી મારત. બટલરે ખંભાતના રાજા” વિષે વાત જણાવી છે તેમાં તેનું નિત્યનું ભેજન બે જાતના ઝેરી સાપ અને એક જાતના દેડકા, લખ્યું છે તેના સરખે એ હતો.
૧ વાત્રક નદી ઉપર મેમદાવાદ તેણે વસાવ્યું છે, ત્યાં આજે પણ એ મહેલનાં ખંડેર છે. એ સિવાય એ જ પાદશાહને બંધાવેલો એક ભમરિયો કૂવો છે તેમાં થઈને અમદાવાદ જવાને ભીતર રસ્તો છે એવું કહેવાય છે. અમે એ કૂવામાં ઉતરીને, પાણું ઉપરની તેની છછમાં બેશીને ત્યાંની ઠંડકને લાભ લીધો છે. બારીકીથી અંદર જતાં તેમાંથી થઈને અમદાવાદ જવાની વાટના બારાનું કાંઈ ચિત અમને તે વેળાએ જણાયું ન હતું. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com