________________
૫૧૪
રાસમાળા
આ વેળાએ વીરમદેવે અહમદનગરના કિલ્લા ઉપર હલ્લે કરવાનો નિશ્ચય કર્યો અને તે ઈરાદા ઉપરથી તેણે પોતાના ઠાકરેને એકઠા કર્યા. તેમાં મુખ્ય પસીનાને રતનસિંહ વાઘેલું હતું. કેજ તૈયાર કરી, તેપ, અને અસબાબ તૈયાર થયે અને દશ બાર દહાડા સુધી અહમદનગર ઉપર હલા કરીને છેવટે તે લીધું. બજાર લૂંટયું તથા બાન પકડ્યાં. જ્યારે વીરમદેવ પાછો વળે, ત્યારે, શહરના વ્યાપારિયાએ નુકસાન થયેલું બંધ બેસાડવા માંડયું. ત્યારે રાવ બેલ્યો કે જે તમે ઈડરનું નામ રાખશો તે હું તમને કાંઈ હરકત કરીશ નહિ, તે ઉપરથી શહરના એક દરવાજાનું નામ “ઈડરિયે દરવાજો” પાડ્યું.
આ ચડાઈમાં રાવની સાથે પેથાપુરને ઠાકોર હતું. એ શત્રુતાને લીધે અમદાવાદની એક કેજે પેથાપુર ઉપર ચડાઈ કરી. રાવ તેની મદદે જઈ મહેચ્યો, અને મુસલમાનની ફેજને પાછી ફાડી મૂકી. તે ઉપરથી પથાપુરના ઠાકરે વીરમદેવને પિતાની દીકરી પરણાવી. તે બહુ સુંદર હતી તેથી રાવની એના ઉપર બહુ પ્રીતિ હતી, તેથી તેના ભાઈને ઘઢા ગામ ઈનામ આપ્યું. તે હજુ સુધી પેથાપુરના તાબામાં છે. આ બનાવ બન્યા પછી પેથાપુરના ઠાકરે રાવનું પ્રધાનવટું કેટલાક દિવસ સુધી કર્યું.
ત્યાર પછી વીરમદેવના સસરા પાસેથી ખંડણી લેવા દિલ્હીની ફોજ રામપુર આવી, એટલે તેણે વીરમદેવને લખ્યું કે, “આ ફેજ આજે મારા “ઉપર આવે છે; પણ કાલે તે તમારા ઉપર આવશે; માટે તમે મારી મદદે “વહેલા આવજે.” વીરમદેવે એક હજાર ઘોડેશ્વાર એકઠા કરીને મોહનપુર અને દધાળિયાના ઠાકોર સાથે મોકલ્યા. એ વેળાએ પોશીનાને રતનસિંહ રીસાવીને ઘેર રહ્યો હતો, તેનું કારણ એ હતું કે, રાવને કેઈએ એવું કહ્યું હતું કે તમે અહમદનગર લીધું તે રતનસિંહ સરખા ઠાકર તમારી સાથે હતા તેથી. એનું ઉત્તર વીરમદેવે એવું આપ્યું હતું કે, રતનસિહ શું કરી શકે? જે દેશ ઉપર હું રાજ્ય કરું છું તે શું એમણે મેળવેલું છે ? આ વાત સાંભળીને ઠાકરને ગુસ્સો ચડ્યો. હવે ઉપર લખેલા બે સરદારે રામપુર ગયા. ત્યાંના રાવે સેગન ખાધા હતા કે, જે રજપૂત પીઠે ઘાયલ થએલો
૧ પેથાપુર વિષે ભાટ નીચે પ્રમાણે લખે છે –જ્યારે શરદીને ઈડર ઉપર હલ્લે કરયો, ત્યારે ઠાકર દુદેજી ૭૦૦ રજપૂતો સાથે માર ગયે, અને તે વેળાએ ઘણા તુ પણ પડ્યા. ૧૨ વાઘેલા, ૧ ઠાકાર, ૧ ગોહિલ ને ૨ પરમાર, એટલા જણ દુદાજીની સાથે પડ્યા. ત્યાં ઈડરની જિત થઈ તે ઉપરથી ઈડરના રાવે જુદાજીના દીકરા વાઘજીને ૨૫ ગામને ઘટાને તાલુકે આપ્યો, તે હજી લગણ પેથાપુરના તાબામાં છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com