________________
પર૦
રાસમાળા
દેવને આસરે જંગલમાં છૂટી મૂકી હતી. રાતની વેળાએ તેણે વિચાયું કે અશ્વારીમાં ધણા કસાયે તેથી જો હું તેમને મારી નાંખું તે। ઘણી ગાયાના જીવ ઉગરે. આ ઉપરથી અંધારૂં હતું તેટલી વારમાં તે તેના ઉપર તૂટી પડ્યો, અને ઘણા કસાયેાને ઠાર કહ્યા. આ લડાઈમાં વીરમદેવતા એક વ્હાલા ખવાસ હતા તે માણ્યો ગયો. રાત્ર તેનું મડદું લઈને ઘેાડા માઈલને છેટે ગયા, અને રેવાતીરે તેને અગ્નિદાહ દીધા. પછી તે સીસેાદિયાના તાબાના વડવાણી ગામમાં પ્યા રહ્યો. એ ગામ મેલાણુની નજીક હાવાથી ત્યાંથી કેટલાએક દહાડા સુધી અને દરેક રાત્રે શાહજાદાના માણસાને જઈ તે તે મારતા હતા અને લૂંટતા હતા. છેવટે તેની સવારી અમદાવાદ જતી હતી તેને ધર ભણી પ્હોંચી જતાં રસ્તામાં ઘણી વિપત્તિ વેઠવી પડી. રાવે ખવાસનું સપિન્ડ શ્રાદ્ધ અને ખીજી ક્રિયા કરી અને તેના ઉપર એક તુળશીયારા ચાવરાન્યા; તે તેને જે જગ્યાએ માન્યેા હતે તે જગ્યાએ આજે પણ જોવામાં આવે છે. ત્યાર પછી તે ઈડર પાહે ગયેા.
હવે શાહજાદાએ જઈને પાદશાહને સર્વ સમાચાર કહ્યા તે ઉપરથી તેણે ઈડર ઉપર ભારે ફોજ મેાકલી, તે રામેશ્વર તલાવ આગળ આવીને પડી અને શહરના સામા મેારચા ખાંધ્યા. તાપખાનાની લડાઈ દશ દહાડા લગી ચાલી. પણ રાવ ઈડરગઢમાં રહેલા હતા તેથી પાદશાહની ફાજના કશા ઉપાય ચાલ્યેા ન હતા. એટલા માટે તેઓએ મ્હેરા મૂકી દીધા અને ત્યાં છ મહિના સુધી મે'લાણુ કરીને પડ્યા. જ્યારે છ મહિના થઈ ગયા ત્યારે રાવે પેાતાની સાથે રાણિયાને અને તેના ખટલાને લઈને ૧૮૦૦ ધેડા સહિત ઈડરગઢ છેડીને છાને રસ્તે પાળે જઈને મેલાણુ કહ્યું, પણ તેણે પેાતાના ન્હાનાભાઈ કલ્યાણમલને થાડા સિપાઈ સાથે ત્યાં રાખ્યા હતા. પાદશાહની ફાજે ઈડર શહેર લઈ લૂટયું, પણ તેનાથી કિલ્લેા લેવાયે। નહિ. પછી તેઓના જાણવામાં આવ્યું કે રાવ તા પાળે જઈને રહ્યો છે, એટલે શાહજાદાએ ઈડરમાં ઘેાડી ફેાજ મૂકી ભીલાડા ઉપર ચાલવા માંડયું, અને રસ્તામાં વડાલી, ગલેાડુ, અહમદનગર, મેડાસા, મેગરજ અને ખીજાં શહરામાં થાણાં મૂકીને આખા ઈંડરવાડા તામે કરી લીધેા. રાવ છ મહિના લગી પાળે રહ્યો. ખાવાની સામગ્રી ખૂટી જવા આવી, અને તેને આખા બે દિવસ સુધી ભૂખે રહેવું પડયું; ત્રીજે દિવસે તે મહાદેવના દેરામાં ગયા અને કમળપૂજા કરવા સારૂ તેણે પેાતાની તરવાર ગળે મૂકી. આ વેળાએ “મા! મા!” એવા દેરામાંથી શબ્દ થયા. રાવે આસપાસ જોયું પણ કાઈ દીઠામાં આવ્યું નહિ; તે ઉપરથી તેને લાગ્યું કે મારા જીવ ભૂખના માલો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com