________________
રાવ વીરમદેવ
૫૧૯ રાખી, અને ઘણું યાત્રાઓ કરી, પણ કુંવર થયો નહિ. છેવટે કાઈયે તેને કહ્યું કે, રેવા નદીની તીરે કારેશ્વર જઈને ત્યાં રાણું તથા તમે એક વસ્ત્ર પહેરીને નહાઓ તે તમને કુંવર થાય. તે ઉપરથી કુટુંબને લઈને રાવ ત્યાં ગયો. તેવામાં પાદશાહના શાહજાદાના માણસો ત્યાં ઉતા હતા અને કેટલાક કસાઈએ તેમને માટે આઠદશ ગાયે એકઠી કરી હતી, તે રસ્તે હાંકી જતા હતા, તે વીરમદેવના ચાકરોના જોવામાં આવ્યા, અને તેમણે તેઓને પૂછયું કે તમે કોણ છે? અને આ ગાય ક્યાં લઈ જાઓ છે? તેઓએ કહ્યું કે અમે કસાઈ છિયે અને શાહજાદાને માટે ગાય લઈ જઈયે છિયે. જ્યારે રાવના જાણવામાં આ સમાચાર આવ્યા, અને કસાઈયાએ તેને કહ્યું, કે અમે સો ગાઉને છેટેથી ગાયો લઈ આવ્યા છિયે. ત્યારે તેણે તેઓને અકેક ગાયના સોથી તે હજાર રૂપિયા સુધી આપવાના કહ્યા, પણ તેઓએ આપવાની ના પાડી. ત્યારે રાવે પિતાના મનમાં વિચારવું કે, “હું ગૌબ્રાહ્મણને પ્રતિપાળ કહેવાઉં છું, માટે ગાયને બચાવ કરતાં “તીર્થની જગ્યાએ મરવું સારું છે.” આ પ્રમાણે વિચાર કરીને તે જેરાવરીથી ગાય પડાવી લઈ ગયો, અને તરત જ તેણે પિતાના કુટુંબને ઈડર પહોંચતું કર્યું. તે વેળાએ રાણિયે તેને કહ્યું કે “ગાયનું રક્ષણ કરતાં કામ “આવશે તો હું આ જગતમાં તમારી પછવાડે એક પળ વાર પણ રહીશ “નહિ.” હવે કસાઈ શાહજાદાની પાસે ગયા, અને તેને સર્વે વાત કહી, તે ઉપરથી તેણે ગાયે લેવાને માણસ મોકલ્યું. રાવે નમ્રતાથી જવાબ દીધો: “હું હિન્દુ છું, અને આવી તીર્થની જગ્યામાં મારામાં જીવ છે ત્યાં સુધી
મારાથી ગાયો આપી દેવાય નહિ, પણ તેને બદલે જેટલા રૂપિયા આપ“વાનું મને ફરમાવશે તેટલા આપવાને હું તૈયાર છું.” આવું ઉત્તર સાંભળીને શાહજાદાએ રાવના ઉપર તોપો ચલાવવાનો હુકમ કર્યો, પણ વીરમદેવ અને તેના માણસે તરત જ તેમના ઉપર તૂટી પડ્યા, અને તેના છિદ્રમાં (કાનમાં) ખીલા ઠેકી બેસાડ્યા, અને પછી તરવારે ચલાવી. બંને બાજુનાં ઘણું માણસ માલ્યાં ગયાં, અને થોડી વાર પછી રાવ પિતાનું મેલાણ બે માઈલને છેટે હતું ત્યાં ગયે. લડાઈ થતાં પહેલાં ગાયોને શ્રીસૂર્ય
૧ ભરૂચની સામી બાજુએ નર્મદાના કિનારા ઉપર અંકલેશ્વર છે, તે જ આ સ્થાન એમ અંગ્રેજીમાં છે. પણ કારેશ્વર નામના મહાદેવનું ધામ ત્યાં છે. ૨. ઉ.
૨ આ ઠેકાણે આ વેળાની વાતના સંબંધમાં ભાટેએ જે શાહજાદે લખે છે તે વાત બેશક મિરઝાને લાગુ પડે છે. એ વર્ણન વિષે એલિફન્સ્ટન્ફત અંગ્રેજી ઈતિહાસને પૃષ્ઠ ૨૬૬ મે જુવે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com