________________
૫૧૮
રાસમાળા
બાજુના લડવઈયા માર્યા ગયા અને પાનેરાને રાણો કામ આવ્યો. રાવ એક મહિને પાનેરામાં રહ્યો અને તે ભાગના ઘણું ભલેને મારી નાંખ્યા, બીજાઓને પકડીને શિક્ષા કરી, અને જેઓએ જમાન આપ્યા તેઓને છોડી મૂક્યા. પછી તેણે રાણુના દીકરાને ગાદિયે બેસાડ્યો. ત્યાર પછી તે ઈડર પાછો ગયો. સરવાણુને કોળી ઠાકર પણ રાવની સાથે આ ચડાઈમાં હતા.
ત્યાર પછી રાવે પોતાના ભાઈ રાયસિંહ અને પિશીનાના ઠાકરને મારી નાખ્યા હતા માટે તે તેનું પ્રાયશ્ચિત કરવાને દ્વારકા યાત્રા કરવા નીકળ્યો. તેની રાણિયે અને તેના ઠાકરે સાથે હતાં. તેઓ દ્વારકા ગયા, અને ઘેર પાછા વળતાં હલવદ મુકામ કરો. રાવે ત્યાં સતિની છત્રિય જોઈને હલવદના રાજને પૂછ્યું: “આ બધી રાણિયા સતી થઈ છે ?” રાજે જવાબ દીધોઃ “એ તે મચિયોની બાયડિયા સતી થઈ છે.” રાવે પૂછયું: “રાજવાડાની સતિની છત્રિય ક્યાં છે !” રાજ બોલ્યા: “મારા કુટું“બમાં કેાઈ સતી થઈ હોય એવું મેં સાંભળ્યું નથી.” રાવ બોલ્યોઃ “આ “ભોયને કાંઈ વાંક હશે. જ્યાં મોચિયાનાં ઘર છે ત્યાં આગળ તમારે “મહેલ બંધાવો.” રાજે કહ્યું: “અમે તેમ કરવું છે તે પણ કઈ સતી “થઈ નથી.” ત્યારે વીરમદેવ બોલ્યોઃ “તમારા વંશમાં કઈ ખરી રજપુતણું “બહેરે પર નથી એ શું ? જુઓ ત્યારે મારી એક બહેન કુંવારી છે તેને હું “તમારે બહેરે પરણાવું .” એમ કહી વિવાહને ઠરાવ નક્કી કર્યો, અને જ્યારે રાવ પાછા ઘેર ગયે, ત્યારે ઝાલે ઠાકાર ત્યાં પરણવાને આવ્યો, અને જ્યારે તે દેવ થયો ત્યારે ઈડરના રાવની બહેન તેની પછવાડે સતી થઈ.
રાવ જોવામાં દ્વારકા ગયો હતો તેવામાં, માંડવાના લાલ મિયાંને દીકરે જે ઘાતકી હતું, તે કેટલાક દિવસ કપડવણજ જઈને રહ્યો. ત્યાં તેણે એક વ્યાપારીની દીકરી દીઠી. તે ઘણી સુંદર હતી, તેને ફાડી લઈને માંડવે લઈ ગયે. તેને બાપ લાલ મિયાં તેના ઉપર બહુ ગુસ્સે થયે પણ ખોટું થવાનું તે થઈ ચૂક્યું હતું, અને પેલી છોકરી વટલી ચૂકી હતી. કપડવણજ રાવના તાબામાં હતું, તેથી, તે જ્યારે દ્વારકાથી પાછો આવતે હતો ત્યારે પેલો વ્યાપારી તેની પાસે ફરિયાદ કરવાને આવ્યો. વીરમદેવ પોતાની અશ્વારી લઈને માંડવે ગયો, અને તેણે તે ગામ મારયું, તથા લાલ મિયાંના દીકરાને પકડીને મારી નાંખે. લાલ મિયાં ત્યાંથી નાશી ગયે, અને રાવ માંડવે ત્રણ દિવસ રહીને પોતાની રાજધાનીમાં ગયો. આ બનાવ બનતાં પહેલાં, અને ત્યાર પછી પણ, માંડવા ઇડરને ખંડણી આપતું હતું.
રાવને કાઈ કુંવર ન હતો, તેથી દેવ અને દેવિયોની ઘણું બાધાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com