________________
રાવ વીરમદેવ
પર૧
મને ભૂલથાપ દેવરાવતા હશે. કરીને તેણે ગળા ઉપર તરવાર માંડી, પણ ત્રણ વાર દેરામાંથી એના એ શબ્દ ઉયા ત્યારે રાત્રે પૂછ્યું: “મને મના “કરે છે એ કાણુ છે ?” તેનું ઉત્તર મળ્યું કે, હું મહાદેવ છું. તું શા માટે “આત્મધાત કરે છે?” વીરમદેવે કહ્યું: “મારા જીવ ઉગરે એટલું પણ “ખાવાનું મારી પાસે નથી, માટે હું મરું છું.' મહાદેવે ઉત્તર આપ્યું કે “તું “જે ઇચ્છે છે તે તને કાલે મળશે.” આવું સાંભળીને તે મે'લાણુમાં ગયા. આ વેળાએ પ્રથમ લખેલા આલા ગઢવી જે લાખ પસાવ લેવાની ના કહીને ગુસ્સે થઈને જતા રહ્યો હતેા તે ગરીબ અવસ્થા થઈ જવાથી પાળે રાવની પાસે પાળે આવ્યા, અને તેના વખાણુનાં કવિત્ત કહીને ત્યાગ માગ્યા. જેએ પાસે બેઠેલા હતા તેમણે કહ્યું કે, “આવી વેળાએ ત્યાગ માગતાં તમને “શરમ નથી લાગતી?” આના ઉત્તરમાં ચારણે તેજ વેળાએ એક સાર કહીને જવાબ વાળ્યેા. એટલી વારમાં સમાચાર ઉદયપુર જઈ ઢાંચ્યા હતા કે વીરમદેવ પાળમાં વખામાં છે અને ખાવા જેટલું પણ રહ્યું નથી. એ વાત સાંભળીને રાણાએ જે દ્રવ્ય અને ખીજો સરસામાન ઊંટા ઉપર લાદીને મેલી દીધા હતેા, તે આ વેળાએ ત્યાં આવી પ્હોંચ્યા. વીરમદેવે તેમાંથી સર્વ દ્રવ્ય ચારણને આપી દીધું.
ત્યાર પછી રાવે વિચાર કસ્યો કે, યાદશાહની ફેજને આપણાથી હરાવાય એમ નથી, અને જો થાણું ઉડાડી મૂકાવીશું ! તે ફ્રીને બેસારવામાં આવશે; તેથી, એક દિવસે સવારમાં ઉઠીને કટાર અને છા કેડે ખાશી લીધેા, તરવાર બાંધી અને કાઈને કહ્યા વિના ઘેાડે બેશીને નીકળી ચાલ્યેા. તેણે એક ઘેાડાવાળા પેાતાની સાથે રાખ્યા હતા તેને લઈ ને ભીક્ષેાડે, ગયેા. ત્યાં એક ઉંચી હવેલી હતી તેના ઉપર શાહજાદા ખેઠેલા હતા. રાવે નીચે પાતાના ઘેાડા ઉભેા રાખ્યા અને હેઠળ ઉતરી પડીને ઘેાડાવાળાને કહ્યું કે તારે અહિયાંથી જરા પણ ખસવું નહિ. તે ઉપર ચડ્યો અને વ્હેરેગીરને કહ્યું કે મારે શાહજાદાને મળવું છે. હેરેગીરે તે વાત શાહજાદાને કહી. તેણે કહ્યું કે, હથિયાર નીચે મૂકાવીને આવવા દ્યો. તે ઉપર ગયા અને વાતચીત કરવા લાગ્યા. એટલામાં એક ઘરના છાપરા ઉપરથી ખીલાડી એક કબૂતરને પકડીને નીચે પડી. બિલાડી ઉપર હતી અને કબૂતર ૧ સાઢા—વીરમદે વનવાસ, ક્રાંસુ કીતિયાં તણે; લંકાં લીલ વિલાસ, રામ ન દીધી રયણકત
ભાવાર્થ—આ રણમલ વંશના વીરમદેવ! વનવાસમાં પણ કીર્ત્તિને વાસ્તે લીલાવિલાસવાળી લંકાં ામે આપી નથી કે શું ? . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com