________________
રાવ વીરમદેવ
૧૧૩
જ્યારે રાણા વિંછવાડે જતા રહ્યો ત્યારે ચાંપા કરીને એક મેવાડા ભીલ, જે રાણાની સામે બ્હારવટે નીકળ્યા હતા, તે તે દેશમાં ઘણી હરકત કરતા હતા. રાણાએ તેને ત્યાંથી ક્ડાડી મૂકયા, અને તે ઈંડરવાડાના ઉજ્જડ ભાગમાં આવીને રહ્યો. ત્યાં તે વાટે લૂંટ કરીને અને રાત્રે ખાતર પાડીને પોતાના નિર્વાહ કરતા હતા. જ્યારે તે ઇંડરવાડામાં બહુ હરકત કરવા લાગ્યા ત્યારે, રાવ વીરમદેવે પેાતાના ઢાકારાને કહ્યું: “જે ચાંપા ભીલને પકડી લાવશે “તેને હું ઈનામ આપીશ.” ત્યારે દુધાળિયાના ઠાકારે કહ્યું: “હું એને પકડી લાવીશ.” એ પ્રમાણે કહીને તે પેાતાને ગામ ગયા. જ્યારે ચાંપા ભીલે આ વાત સાંભળી ત્યારે ખીજે ઠેકાણે લૂંટફાટ કરવાનું જવા દઈને એકલા દુધાળિયાને હરકત કરવા લાગ્યા. તે ઉપરથી ઢાકારે તેને ખાનગી રીતે હાળ્યું: “તારે મારૂં ગામ લૂંટવું નહિ, હું તને પકડીશ નહિ.” કેટલાક મહિના ગયા પછી ચાંપાને માટે રાવે ફરીને પોતાના ઠાકારને કહ્યું. ત્યારે મેાહનપુરના ઠાકાર હે કે, “હું એ ભીલને પકડી લાવું.” એ પ્રમાણે કહીને તે પેાતાને ઘેર જવાને નીકળ્યા, અને સાબળીના તળાવ પાસે આવી પ્હોંચ્યા. ત્યાં તે એક વડના ઝાડ નીચે, હથિયાર છેાડીને વીસામેા લેવાને ખેડે, તેની સાથે ત્રણ ચાર અશ્વાર હતા, તેમને કંઈ જોઈતું કરતું લેવાને ગામમાં માકલ્યા હતા. જેમ છાંયડા ખસતા ગયા તેમ પેાતાની નીચે પાથરણું પાથર્યું હતું તે ખેંચી લઈને તે પણ ખસતા ગયા તેથી છેવટે તેનાં હથીયાર ઘણું છેટે પડતાં ગયાં. એટલામાં ચાંપા ભીલ ત્યાં આવી હેાંચ્યા. રાવને ત્યાં જે વાત થઈ હતી તે એના જાણવામાં આવી હતી અને તે ઉપરથી તેણે ઠાકારને મારી નાંખવાને ધાગ્યું હતું. તેણે તેને કહ્યું: “ત્યારે તમે મને પકડવા આવ્યા “છે। નહિ વાર્ ?” ઠાકાર થરથરી ગયા અને ખેાક્ષેાઃ “મારે તમને પકડવાનું “કાંઈ કામ નથી, પણ ઘણા દિવસથી હું તમારી સાથે વાતચીત કરવાને આતુર “છું.” આ પ્રમાણે કહીને તેને વિશ્વાસ આપી, પેાતાની પાસે ખેલાવ્યે અને કસુંખે। પાયેા. ત્યાર પછી જ્યારે ચાંપા ઉઠ્યો અને જવા માંડયું ત્યારે ઢાકારે મનમાં વિચાઢ્યુંઃ એ બે આ વેળાએ મારા હાથમાંથી છટકી જશે તે “પછી આવા ખીજો લાગ ક્યારે આવશે ?” એ પ્રમાણે વિચાર કરીને તરત જ તે ચાંપા ઉપર કૂદી પડ્યો અને તેના હાથમાં તરવાર હતી તે ઝાલી લીધી, અને તેની કેડમાં કટાર હતી તે ખીજે હાથે ઠ્ઠાડી લઈને તેને મારી અને તરવાર વતે તેને ઘાયલ કરીને મારી નાંખ્યા. ત્યાર પછી ઢાકારના ઘેાડાવાળેા આવી હૅોંચ્યા, તેની સાથે ભીલનું માથું ઈડર માકલીને ઘેર પાછા ગયા. ચાંપા ભીલની સંતાઈ રહેવાની જગ્યા રાવે ઠાકારને આપી દીધી. ત્યાં તેણે ચાંપાનળિયા કરીને ગામ વસાવ્યું. તે હજુ સુધી માહનપુરના તાબામાં છે.
""
33
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com