________________
રાવ વીરમદેવ
૫૧૫
વગર ધાયલ થએલા પાછે! વળશે તેને હું મારી ચાકરીમાં રાખીશ નહિ. ચડી આવેલી ફેાજની સામે લડાઈ ચાલી તેમાં તેને પાછી હઠાવી; પણ રામપુર અને ઇડર એ બંને ઠેકાણાના ઘણા રજપૂતા કામ આવ્યા; અને એક પણ ઘાયલ થયા વિના રહ્યો હાય એને માટે શક છે. લડાઈમાં જેએનાં માથાં ગયાં હતાં તેમના વારસાને વીરમદેવે ગામ ખક્ષિસ આપ્યાં. કેટલાએક લેાકા એમ પણ ક્હે છે કે વીરમદેવે રામપુરના રાવને ઉપર પ્રમાણે આશ્રય આપ્યા તેથી તેણે તેની દીકરી તેને પરણાવી.
ત્યાર પછી મુસલમાનની ફેાજ ચિતોડ ઉપર ચડી આવી, અને મેવાડના રાણાએ મરણિયા થઈને તેની સામે ટકાવ કચો, તેમાં બાવન રાજ કામ આવ્યા અને રાણા પ્રતાપસિંહને ધણા ધા વાગ્યા; પણ છેવટે, પાદશાહની ફેાજને ન્હાશી જવાની અગત્ય પડી. આ પ્રતાપસિંહ વીરમદેવતા મામેા થતા હતા તેથી રાવ તેને મળવાને ગયા. રાણા સાજો થયા ત્યાં સુધી ઘણા દિવસ લગી તે ઉદયપુર રહ્યો. ઉદયપુરમાં પીછેાલું કરીને એક વિશાળ તલાવ છે. તેની વચ્ચે મ્હાલાત છે તેને જગમંદિર' હે છે. ત્યાં રાણા અને રાવ નાવમાં એશીને જતા હતા. એક દિવસે સીંચાણુા પક્ષિયે આકાશમાં ઉડતાં ઉડતાં પાણીમાં ધબ પડતું મૂકીને માછલી પકડી લીધી, તે જોઈને રાવ બહુ જ રાજી થયા અને ખેલ્યાઃ “વાહ ! વાહ ! આ ન્હાના પક્ષીની “હિંમત કેવી છે !” ત્યારે રાણાએ પૂછ્યું કે પક્ષિયે પાણીમાં બકી કયાં આગળ મારી. તે ઉપરથી રાવે પેાતાના હાથમાંથી એક જડાવનું કડું ાડીને પાણીમાં નાંખ્યું અને ખેલ્યેાઃ “પણે પેલી જગ્યાએ.” ત્યારે રાણાજી ખેાલી ઉઠ્યા કે, “કડું ગયું, કડું ગયું.” તે ઉપરથી રાવે ખીજાં નાંખ્યું અને ખેલ્યાઃ “આ મ્હાદુર ન્હાના પક્ષીને રાજી કરવાને ઇનામ આપવું જોઇએ, કેમ નહિ “વાર્ ?” આને ઉદારતાનું કામ ગણીને ભાટાએ ઘણાં વખાણ ગાયાં છે.
ત્યાર પછી વીરમદેવજી પાછે ઈડર આવ્યા. તે વેળાએ આલેજી કરીને એક મારવાડી ચારણ વીરમદેવ પાસે ત્યાગ લેવાને આવ્યેા. રાણાના એવા ધારા હતા કે પુનમને દિવસ આવે ત્યારે વારાવાળી રાણીને ત્યાં જવું નહિ અને રામપુરવાળી રાણીને મ્હેલ જવું, ત્યાં ચન્દ્ર દેખાતાં સુધી પૂર્વ ભણીની ખારિયે ખેસવું, અને લાખ પસાવનું દાન કરવું. આવે પ્રસંગે રાવ પાતાના રિવાજ પ્રમાણે બેઠા હતા, તેવામાં, પેલા ચારણને જોઈ ને તે
૧ આ તલાવના વર્ણન અને દેખાવ વિષે ટાર્ડ રાજસ્થાનના પહેલા પુસ્તકને પાને ૩૭૩ મે જુએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com