________________
૫૧૨
રાસમાળા
“ઉઘાડી રીતે કહો કે રાવ તમારા ઉપર ચડ્યા છે, અને તમે તેમની સાથે લડવાને
તૈયાર થઈ રહેજે.” ઠાકોરે જઈને તે પ્રમાણે જાણ કરી અને રાવળે. પિતાના તાબાના ઠાકરેને લાવ્યા અને લડવાને તૈયાર થઈ રહ્યા, પછી વીરમદેવને માણસ મોકલાવીને કહેવરાવ્યું કે, “તમને ફાવે ત્યારે લડવાને આવજે. અમે તૈયાર છિયે.” રાવ જ્યાં મેલાણ કરીને રહ્યા હતા ત્યાં આઠ દિવસ સુધી રહ્યા, અને પછી ડુંગરપુરની પાસે આવી પહોંચ્યા, એટલે બંને બાજુવાળાઓએ તપ ચલાવીને લડાઈને આરંભ કર્યો. વીરમદેવે ડુંગરપુરના કિલ્લાને અને મહેલને ઘણે ખરે ભાગ તોડી પાડ્યો, તે આજ સુધી તેવી જ ભાગી તૂટી અવસ્થામાં છે. આ પ્રમાણે દશ દાફડા ફાડ્યા પછી, રાવે માણસ અને ઘેડાઓને કવચ પહેરાવીને મારો ચલાવ્યું. તે સમયે બને બાજુનાં સો સો માણસો મુવાં. રાવળ પિતાના કુટુંબ સહિત હાશી ગયો અને રાવ ડુંગરપુરમાં સાડા ત્રણ દિવસ સુધી રહ્યો, અને શહર લુટયું તથા જેટલું મળે એટલે બધો ખજાને લઈને ઈડર પાછા આવ્યા. જ્યારે તે ગયો, ત્યારે રાવળ ડુંગરપુરમાં પાછા આવ્યા.
ત્યાર પછી, પાદશાહનું લશ્કર ઉદયપુર ઉપર ચડીને આવ્યું, અને રાણા પ્રતાપસિંહ વિંછવાડે હાશી ગયે. (આ વિંછવાડા પાનેરા પાસે છે તે). ઉદયપુરના રેણુ બાપથી તે દીકરા સુધી એકેએક પાદશાહની ઉપર
હારવટે નીકળતા હતા, અને તે પાદશાહે ચિતેડના દરવાજાનાં કમાડ કુહાડી લીધાં હતાં, તે દિલ્હીના દરવાજાને બેસાડ્યાં હતાં; આમ બાવન રાણા માર્યા ગયા હતા અને તેઓ તેમની આપત્તિની વેળામાં રાત્રે ભોંય ઉપર લૂગડું પાથરીને સૂતા, પલંગે પિતા નહિ, હજામત કરાવતા નહિ, અને ખાતા તો માટીના વાસણમાં કુકા રાંધીને ભૂખ નિવારણ કરવાને ખાતા હતા. આ કારણને લીધે હજીસુધી ઉદયપુરમાં એ પ્રમાણે કરવામાં આવે છે; રાણુંના પાથરણું નીચે લૂગડું પાથરવામાં આવે છે; તે દાઢી મૂંડાવ્યા વગરની રાખે છે, અને તેના ભાણુમાં નિત્યે બાફેલા થોડા કુસ્કા મૂકવામાં આવે છે, આજે પણ ચિતડના દરવાજાને નવાં કમાડ કરાવવામાં આવ્યાં નથી, અને જ્યારે અંગ્રેજ સરકારે રાણુને કહ્યું કે, તમે નવાં કમાડ કરાવો, અથવા જે તમારી મરજી હોય તો તમારાં જૂનાં કમાડ મંગાવી લ્યો; ત્યારે તેણે જવાબ દીધો કે, હથિયારના જોરથી રાણો દિલહીથી જ્યારે કમાડ પાછી લાવશે ત્યારે કરીને બેસાડશે.
૧ મેવાડના રાણા પ્રતાપસિંહની વાત વિષે દાદ રાજસ્થાનના પુસ્તકના ૧ લા ભાગને પૃષ્ઠ ૩૩૧ થી ૩૫૦ સુધી મેવાડના ઇતિહાસનું અગિયારમું પ્રકરણ છે તે . આ ગ્રંથના . . ભગુભાઈ ક. કારભારીએ કરેલાં ગુજરાતી ભાષાન્તરને પુષ્ટ ૩૧૨૩૨૭ માં જુવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com