________________
૫૧૦
રાસમાળા હવે વીરમદેવે પાદશાહ પાસેથી માત્ર એક કબુલાત કરી લીધી. તેણે કહ્યું કે હું જ્યારે અહિં આવું અને મારે જ્યારે ઈડર પાછાં જવાની મરજી “થાય ત્યારે લાગલા જ જવાની મને રજા આપવી.” અકબરે તે વાત કબુલ કરી. રાવ અને વીરમદેવ પછી સલામ કરીને ઈડર ગયા તેવામાં તરત જ નારણદાસ મરણ પામ્યો અને વીરમદેવ રાજગાદિયે બેઠે. નારણદાસને ચાર રાણિયો હતી –તેમાં ઉદેપુરના રાણું પ્રતાપસિંહની એક બહેન હતી, તેને બે હેટા કુંવર હતા; બીજી જેસલમેરના ભાટી રાજાની કુંવરી હતી, અને તે રાયસિંહ અને કિશોરસિહની મા હતી; ત્રીજી શીખાવત વંશની રાણી હતી અને તે નેપાળદાસની મા થતી હતી. તે વિના ચોથી રાણી કેટાના હાડાની પુત્રી હતી. આ ઉપરાંત ત્રણ રાખેલી હતી. તે સાતે નારણદાસની પછવાડે સતી થઈ. પછીથી રાવને સરદાર હેમતસિહ બીહેલો પિતાના બનેવી રાવળ રામસિંહને મળવા ડુંગરપર ગયો. જમવાની વેળા થઈ, એટલે, રામસિંહે તેને બોલાવ્યો, અને પિતાની સાથે એક થાળીમાં જમવા બેસાડ્યો. હેમતસિંહની આંખો નબળી હતી, તેથી જમતાં જમતાં તેમાંથી પાણી વહેવા માંડ્યું એટલે રામસિંહ બોલ્યોઃ “આના જેવું બીજું મને એકે અણગમતું “નથી; હું જે પહેલેથી જાણતા હતા તે મારા ભેગા તમને જમવા બેસારત
નહિ.” હેમતસિહ આવા અપમાનના શબ્દ સાંભળીને ત્યાંથી ઉઠી ગયો; તેણે ઈડર જઈને રાવ વીરમદેવને કહ્યું કે “ડુંગરપુર મારવાને મારા એકલામાં “જોર નથી, માટે તમે કૃપા કરીને મારી સાથે આવશે ? જે નહિ આવો તો “મારી પાસે જેટલો પૈસો અને માણસ છે તેટલા વડે હું જઈને ડુંગરપુર સાથે લડીશ અને ત્યાં જ મરીશ.” વીરમદેવ બોલ્યોઃ “નવા વર્ષના પડવા સુધી તમે ધીરજ ખમે, ત્યાર પછી હું તમારી સાથે આવીશ.”
તે દિવસ આવી ગયા પછી ઠરાવ પ્રમાણે તેઓ ચડ્યા હતા, તેવામાં, મારવાડમાં દુકાળ પડ્યો હતો તેથી ચારણના બે છોકરા ગૂજરાત આવતા હતા. એક છોકરે ભાતું લઈને રસ્તે ચાલ્યો જતા હતા તેવામાં વીરમદેવની અશ્વારી ત્યાં આવી પહોંચી; એટલે તે એક બાજુએ ખશી જઈને વાડની થડમાં લપાઈને બેસી ગયો. રાવ તેને જોઈને બોલ્યો કે, “તું કોણ છે. અને શા વાસ્તે વાડના “થડમાં બેઠે છે! છોકરો બે –“મહારાજ! હું ચારણનો દીકરે છું. અને મેં “સાંભળ્યું છે કે વીરમદેવજી વાડમાં વરસે છે માટે હું જોઉં છું કે આપ આ વાડમાં “શું વરહ્યા છે.” ત્યારે વીરમદેવે પિતાના હાથમાંથી સોનાનાં કડાં વાડમાં નાંખીને કહ્યું: “તું વાડમાં શેધ્યાં કર, તને કાંઈ જડશે.” પછી તે આગળ ચાલ્યા એટલે પેલા છોકરાના ભાઈને કૂવાને કાંઠે ઉભો રહે જોઈને રાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com