________________
અકબર પાદશાહ–સત્તા સ્થપાયા પૂર્વની સ્થિતિ
૫૦૧
મહમૂદ લતીક્ખાન( મહમૂદ શાહ ચેાથા )ને ઈ સ૦ ૧૫૫૪ માં મારી નાંખવામાં આવ્યા ત્યાર પછી તેના વંશના બે (અહમદશાહ બીજો ઈ સ ૧૫૫૪ થી ૧૫૬૧ સુધી અને મુઝફ્ફર ત્રીજો ) નબળા ક્રમાનુયાયિયા થયા ત્યાં સુધી તેના વંશ રહ્યો; ત્યાર પછી ઈ સ૦ ૧૫૭ર ના નવેમ્બર મહિનાની ૧૮ મી તારીખે મહાન અકબરે પોતાના વાવટા અહમદાવાદના નગરની પડેાશમાં ફરકાવવા માંડ્યો, તે અવસરે ત્યાંના સર્વ પદ્ધવિના સર્વ લેાક ટાળે મળીને તેને પેાતાના પાદશાહ તરીકે માન આપવાને આગળ ગયા.
!
મિરાતે અહમદીને! કર્તા હે છે કે, “પંડિત અને અવલેાકન કરનારા “સારી પેઠે જાણે છે કે, દુનિયાના પ્રારંભથી જે રાજ્યની સ્થાપના થયેલી “છે, તે દરેક રાજ્યને નાશ થવાનું કારણ તેના અમીરે અને તેની “સાથે મળી ગયેલી બંડખાર પ્રજા થાય છે, તેએનું બૈડ અને પ્રયત્ન ઈશ્વરને “પાડ કે ઘણું કરીને તેમના સામાં થઈ પડે છે; અને તેથી કરીને કાઈ વધારે ભાગ્યશાળી પ્રતિસ્પર્ધીનું કામ થાય છે. આ પ્રમાણે ગૂજરાતના “રાજાઓના ઉમરાવાનેા પાર આવ્યું. મળવાની વેળાએ માંહામાંહે લડી મરીને અન્યેાન્યના સાચા સંબંધની અવગણના કરી, તેથી દૈવે રાજ્યનેા “અને તેના ચાકરીનેા નાશ કરાવ્યા; અને મિત્રતાને રૂપે તેઓએ ખુલ્લી “રીતે શત્રુતાનાં કર્મ કરવા માંડ્યાં, તેથી તે બન્ને બાજુવાળા વેગળા રહી ગયા, અને આ રાજ્યની સત્તા અને રાજમુદ્રા તૈમુરના જગપ્રસિદ્ધ વંશજ, “જલાલુદ્દીન મહમૂદ અકબરના હાથમાં આવી.”
અકબરની સત્તાની સ્થાપના થતાં વ્હેલાંના તરતનેા જ જે સમય હતેા
તે ગુજરાતના ઇતિહાસમાં ખરેખર ખેદદાયક થઈ પડ્યો હતા. આ વેળાએ, મુસલમાની અમીરાએ મહમૂદ બીજાને કૃત્રિમ શાહજાદા આણીને ગાદિયે બેસાડ્યો; અને તેનું નામ ત્રીજો મુઝફ્ફર (ઈસ॰ ૧૫૬૧ થી ૧૫૭૨) પાડયું. પણ ખરું જોતાં તે તેમણે પાતપાતામાં દેશ ખેંચી લીધેા હતા. તેમનામાં અતિ બળિયે અયતેમાદખાન હતા, તેણે રાજધાની નગર અમદાવાદ અને ખંભાતનું બંદર તથા તે બે વચ્ચેના પ્રદેશના કબ્જે કરી લીધા; એક ખીજો હતા તે, અણહિલપુરનું ખંડેર અને સાભ્રમતી તથા અનાસ નદિયા વચ્ચેના ધણા પ્રદેશ ખાવી પડ્યો; ત્રીજાને સ્વાધીન સુરત તથા ભરૂચનાં બંદર, ચાંપાનેરના ગઢ, અને મહી નદીની દક્ષિણ ભણીનાં પ્રગણાં આવ્યાં, ધંધૂકા અને ધાળકા, ચેાથાના તાબામાં થયાં; અને પાંચમા હતા તે ખેંગારના કિલ્લા( જાનાગઢ )માં રહીને સારઠના દ્વીપકલ્પ ઉપર સત્તા વિસ્તારવાનું તકાસવા લાગ્યા. આ વેળાએ રાજ્યના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com