________________
અકબર પાદશાહ-ગુજરાતમાં રાજ્ય સ્થાપના
૫૦૩
ઈ. સ. ૧૯૭૬ માં તે ગૂજરાતની સરહદ ઉપર આવી પહોંચ્યો ત્યારે “શિરોઈને જમીનદારે પાંચસે રૂપિયા અને સે મહેરની ખંડણું આપી.” ૨ ટેડરમલે તેના બદલામાં તેને શિરપાવ આપે અને એક જડાવને શિરપેચ અને એક હાથી આપીને દિલ્હીના રાજ્યની વતી ગુજરાતના સૂબાની બે હજાર અશ્વારેથી ચાકરી કરવાને બંદેબસ્ત કર્યો. રાજા ટેડરમલ ત્યાંથી સુરત જતાં રસ્તામાં “રામનગરના જમીનદારને ભરૂચમાં “મળે, તેણે બાર હજાર રૂપિયા અને ચાર ઘડાની ખંડણું આપી તેના “બદલામાં ઘટિત ઈનામ તેને આપ્યું. આ વેળાએ જમીનદારને પંદરસે “અશ્વારોની પદવિ ધારણ કરવાની છૂટ આપી અને તેણે એક હજાર ઘેડે“ધારે સહિત ગૂજરાતના સૂબાની ચાકરી કરવાનું કબૂલ કર્યું.”
ટેડરમલ ગૂજરાતથી દિલ્હી જતું હતું, તેવામાં ડુંગરપુરને જમીનદાર, રાણે શામલ તેની મુલાકાત લેવા આવ્યો, તેને પણ શિરપાવ આપીને બે હજાર પાંચસે ઘોડેશ્વારની પદવિ આપવામાં આવી અને ગુજરાત પ્રાન્તમાં ચાકરી કરવાને તેણે કબૂલ કર્યું એટલે મીરથા આગળથી પાછાં જવાની તેને રજા આપી.
અઈન અકબરીમાં લખ્યું છે કે, ઈડરના રાવ નારણદાસ પાંચસે ઘોડેસ્વાર અને બે હજાર પાયદળ ઉપર સરદારી ચલાવતા હતા, તે ઉપરથી જણાય છે કે, શિરઈ અને ડુંગરપુરના ઠાકરેની પેઠે એને પણ ગુજરાતના સૂબાના આશ્રમમાં રહેવાનું ઠરાવ્યું હશે. વીરમદેવ ચરિત્રમાં પણ ઈડરના રાવને દિલ્હીના પાદશાહનો લશ્કરી પટાવત કરીને લખેલે છે. અબુલ ફજલે ગુજરાતના બીજા ઠાકરને એ જ પ્રમાણેનું પદ ધારણ કરેલી સ્થિતિ ના લખી જણાવ્યા છે. તે કહે છે કે, “ઝાલાવાડ પ્રથમ સ્વતંત્ર રાજ્ય “હતું, તેમાં બે હજાર બસે ગામ હતાં, તેને વિસ્તાર શિત્તર કોસ લંબાઈ “ને અને ચાળીસ કેસ પહોળાઈને હતા; તેના તાબામાં દશ હજાર ધેડેશ્વાર અને તેટલું જ પાયદળ હતું. હવણું તેના તાબામાં બસે ઘડેશ્વાર અને ત્રણ હજાર પાયદળ છે, અને તેમાં ઝાલા જાતિની વસ્તી છે. “હાલમાં તેના ચાર ભાગ કરેલા છે, તોય પણ તેને અમદાવાદ તાબાનું “માત્ર એક પ્રગણું ગણેલું છે. તેમાં શહરે ઘણું છે.” અહિયાં જે ચાર ભાગ ગણવામાં આવેલા છે તે હલવદ, વઢવાણ, લખતર અને લીંબડીના
૧ મેળાપની વેળાએ “નજરાણે” અથવા ભેટ આપવામાં આવે છે તે આ હશે, કાંઈ (વાર્ષિક) ખંડણું નહિ. અહિં અને બીજા હવે પછી ફકરા ઉતારી લેવામાં આવવાના છે તેમાંના આંકડા નક્કી કરવા બહુ મુશ્કેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com