________________
મહમૂદ લતીફખાન-રાજ્યની પડતી
૪૯૯ “રાજદ્રોહે પોતાને પ્રવેશ કર્યો અને ત્યાર પછી દક્ષિણના રાજાઓ પાસેથી,
અને યુરોપિયનોએ કજે કરી લીધેલાં બંદરમાંથી ખંડણી મળતી બંધ “થઈ ગઈ.”
કેટલાએક વર્ષ વીત્યા પછી, ઈ. સ. ૧૫૪૫ માં, બહાદૂર શાહને ભત્રીજે મહમૂદ લતીફખાન ગાદી ઉપર હતા તેવામાં, આગળ જેમ શાહ અહમદ અને મહમૂદ બેગડાના બલવાન દિવસમાં, હિન્દુ જમીદારના હકક ડૂબાવવાને સાવધપણે થોડેક પ્રયત્ન કરવામાં આવ્યો હતો, તે પ્રમાણે ગુજરાતના આ છેડાથી તે પેલા છેડા સુધી કરવાને તેણે પિતાને અભિમાની તેમ જ નબળા હાથ ચલાવવાને ધારયું; અને એવી રાજનીતિ ચલાવી કે, તેમાં જે ખામી આવી ગઈ તે આવી હેત નહિ અને તેને પૂરેપૂરે અમલ થયે હેત તે સુલ્તાનનું તખ્ત ઊંધું વળવાને કાંઈ પણ બાકી રહેત એમ થાત નહિ. “આ “સમયે શાહે જનાનખાનાની મોજ મૂકી દીધી તેથી રાજ્યની સત્તા એટલી બધી વધી ગઈ કે ઉમરાવ અને સિપાઈ સર્વે કઈ વશમાં આવી ગયા “અને શાહની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા જેટલી તેમનામાં સત્તા રહી નહિ. આ “વેળાએ માળવાને ક કરી લેવાની પાદશાહે ઈચ્છા જણાવી; પણ તેણે પિતાના વજીર આસફખાનને સલાહ પછી ત્યારે તેણે કહ્યું કે, રજપૂત, ગરાશિયા, અને કાળિયોના તાબામાં ગુજરાત પ્રાન્તની ચૂથ અથવા વાંટાની જમીન છે તે દબાવી પડવાથી માળવા જેટલો દેશ હાથ આવશે; “અને તે એક જાગીર થઈ પડવાથી તેની ઉપજમાંથી પચીસ હજાર અધા“રેનું પૂરું થઈ શકશે.” આ પ્રમાણે વાંટા ખાલસા કરી દેવાનો હુકમ થયો. આને પરિણામ સર્વ કઈ ધારી શકે એમ એવો થયો કે, સર્વ ઠેકાણે બળ ઉડ્યો, અને હવે પછીના વૃત્તાન્ત ઉપરથી સિદ્ધ થાય છે તે પ્રમાણે તે લોકોને જ થયે. કેમકે કદાપિ તે સમયે જાત્યભિમાનનાં અને જુલ્મનાં ગમે તે કામ કરયાં હશે, અને હિન્દુઓને કચરી નાંખેલા અને વશ કરી લીધેલા, મુસલમાન રાજકર્તાઓએ ગમે એટલા માનવાને પસંદ કર્યું હશે, અથવા મુસલમાન ઈતિહાસકારોએ તે પ્રમાણે લખવાને દુરસ્ત ધાર્યું હશે. તેય પણ વગર વાંધાની ખરી વાત તો એ જ છે કે તેમના વંશજો ઉપર પછવાડેથી ઘણું સંકટ આવી પડ્યાં, તથાપિ જે જમીન તેમની પાસેથી છીનાવી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, તે જમીન હજી લગણ તેઓ ભગવે છે; અને આણી મગ તે થોડી પણ ચીંથરે હાલ દરિદ્રતા અને ગુમગુ થઈ રહેલાં ખંડેર શાહ અહમદના વંશના રાજ્યના એક સમયનો દબદબો બતાવાને માત્ર રહેલાં છે. “ઈડર, શિરેઈ, ડુંગરપુર, વાંસવાડા લુણાવાડા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com