________________
४८७
મુઝફફર બીજે-ઈડરવાડા ઉપર ચડાઈ લીધે, અને ત્યાંના સૂબાના જુલ્મથી કેટલાક રજપૂત ઠાકરે જતા રહ્યા હતા તે ત્યાં આવીને તેને મળ્યા. પછી રાણે સંગ પિતાના નવા મળતિયાને લઈને અહમદનગર ભણી ચાલ્યો, અને તેણે સોગન ખાધા કે હાથમતી નદીમાં ઘોડાને પાણું પાઉં, ત્યાં સુધી તેની લગામ મારે ખેંચી ઝાલવી નહિ. મુબારિઝ ઉલ મુલ્કની ફેજ તેના શત્રુના કરતાં ઘણું જ ઓછી હતી તેય પણ તે કિલ્લે છેડીને બહાર આવ્યો, અને પિતાની ફેજને નદીને આણી મગને કિનારે કિલ્લાની ભીંતે વ્યુહબંધ સજજ રાખી. રાણું સંગની ફેજ ઉપર મુસલમાનોએ સ્થિરતાથી હલ્લો કર્યો, અને પછી મારો ચલાવા માંડ્યો, રજપૂતોના મહા વેગને લીધે મુસલમાનોની હાર તૂટી અને કેટલાક નામીચા અધિકારિયો માલ્યા ગયા; મુબારિઝ ઉલ મુલ્ક પડે સપ્ત ઘાયલ થયે; તેના હાથિયો પકડાયા, તેની આખી ફેજ અસ્તવ્યસ્ત થઈ ગઈ અને તેને પછી હિન્દુઓએ અમદાવાદ હાંકી કુહાડી. ત્યાર પછી રાણા સંગે મોકળાઈથી આસપાસને દેશ લૂંટી લીધે; તેણે વડનગરા બ્રાહ્મણોને ઉગાડ્યા; પણ વિસલનગરવાળાઓએ તેના સામી બાકરી બાંધી હતી માટે તેના ઉપર હલે કરીને તે લીધું, અને ત્યાંના મુસલમાન સૂબાને ઠાર કર્યો. પિતાને અપમાન કર્યું તેનું આ પ્રમાણે વિર વાળીને, વગર અટકાવ થયે તે ચિતડ પાછો ગયો. | મુબારિઝ ઉલ મુલક આ પ્રસંગે માળવાની સીમા ભણું જ રહ્યો હતો. ત્યાં તેણે પોતાની ફેજની ભરતી કરી, અને કૂતરે રાણે સંગ પાછો વળ્યો એવા સમાચાર તેના સાંભળવામાં આવ્યા એટલે પિતાની સૂબાગીરી પાછી લેવાનો તેણે પ્રયત્ન કર્યો. અહમદનગર જતાં રસ્તામાં ઈડર દેશના રજપૂત અને કેળિયોનું એક ટોળું તેની સામે થયું, તેને હાર ખવરાવીને તે ઈડરમાં આવી પહે, પણ આસપાસનો દેશ લૂંટાલ્ટથી એવો દૈવત વિનાનો થઈ ગયો હતો કે, ખાવાપીવાના સરસામાનને વાસ્તે તેને પરાંતીજ ઉપર આધાર રાખવો પડ્યો. | મુઝફફર શાહે નિશ્ચય કરો કે, અહમદનગર છોડી દેવું નહિ. તેથી ગમે તે થાય તે વેઠીને પણ ચોમાસામાં તે રાખી રહેવાને માટે તેણે પિતાના અધિકારિને હુકમ કર્યો; અને ઈ. સ. ૧૫૨૦ના ડિસેમ્બર મહિનામાં, જે કેજથી રણ સંગની આગળ ઉપર દુર્દશા થવા સરજી હતી તે ફેજ લઈને તે જાતે ત્યાં ચડી આવ્યા. ઈડરવાડે પાછા ફરીને મુસલમાનેએ લૂંટ્યો; પણ ચિતોડના રાણું ઉપર તેમને ખરે જય થયો નહિ; અને મિરાતે અહમદીમાં લખ્યું છે તે પ્રમાણે “ફેજના ઉપર અધિકાર ચલાવનારા “અધિકારિયાના કપટભાવને લીધે તેની સાથે સલાહ કરી લીધી.”
એવામાં ઈડર મુસલમાનના કન્જામાં હતું, તેવામાં ત્યાંના રાવ,
હર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com