________________
૪૯૦
રાસમાળા
ગોઘે જઈને પોતાની ગાદી સંભાળી લીધી. તેનો કાકે રામજી ગાદીને ન એટલે તેને ઉખરાળું, અગિયાળી અને ભડેલી એ ત્રણ ગામ જિવાઈ સારૂ આપ્યાં. ત્યાંના ગરાશિયા હજી લગણુ ગેધારી કહેવાય છે. રામજીને પછી મોણપર પણ મળ્યું.
ઈ. સ. ૧૪૯૪માં દક્ષિણ સરકારના નાફરમાન સરદારે ગુજરાતનાં વેપારનાં વહાણુ પકડ્યાં અને વળી માહિમનો બેટ પણ કજે કરી લીધે. તેના ઉપર મહમૂદ શાહે લશ્કર અને દરિયાઈ સેજ મોકલી. દરિયાઈ જ જેવી બેટ આગળ આવી કે, તરત તોફાન લાગ્યું તેથી નાશ પામી; તેના સરદાર અને ખારવા જે બચ્યા તે કિનારે તણાઈ આવ્યા, તેઓને શત્રુએ કેદ કશ્યા કે પછી ઠાર કર્યા.
જે સરદાર ફેજ લઈને ઉત્તર કોકણમાં થઈને જતા હતા તે માહિમની પાસે આવી પહોંચ્યો ત્યારે દરિયામાં કેર થયાના સમાચાર તેના સાંભળવામાં આવ્યા. એટલે મુકામ કરીને તેણે મહમૂદ શાહના ભણી એક માણસ મોકલી એ સમાચાર કહાવ્યા કે જેથી આગળ ઉપર હવે શું કરવું તેની સૂઝ પડે. પછીથી દક્ષિણના રાજાએ બંડખોર લોકોને વશ કરી લીધા, અને તેમની દરિયાઈ ફેજ હતી તે નુકસાનના બદલામાં ગૂજરાતના સરદારને કેદમાંથી છોડાવીને તેને આપી દીધી.
બીજે વર્ષે “મહમૂદ શાહે વાગડ અને ઈડર એ બંને દેશો ઉપર ચડાઈ “કરીને ત્યાંના રાજાઓ પાસેથી ભારે ભેટ લીધી અને બહુ ધન લાદી “લઈને મહમૂદાબાદ (ચાંપાનેર) પાછો ગયો.” આ સમયે ઈડરમાં રાવ ભાણને કુંવર સૂરજમલજી ગાદિયે હતું એમ જણાય છે. તે અરાઢ મહિના રાજ્ય ભેગવીને પિતાની પાછળ રાયમલજી નામે કુંવર મૂકીને મરણ પામ્યો. તે કુંવરની બાલ્યાવસ્થામાં તેના કાકા ભીમે તેની ગાદી ખેંચાવી લીધી.
૧ બ્રાહ્મણ સુલતાન મહમૂદને સરદાર હર ઘેલાની કરીને હતો. તેણે બાર હજાર માણસ તથા એક દરિયાઈ કાફલ લઈને સેવા અને દાબલનાં બંદર લૂંટી લીધાં. તેના ઉપર બેગડાએ સફદરલમુકને દરિયા રસ્તે મોકલ્યો અને કેવા મુલમુકને જમીન રસ્તે મેક. સફદરલમુલ્કનાં છાણાને તોફાન લાગ્યું અને બચીને કિનારે આવતાં ખારવાએ અમાન માગ્યું, પણ શત્રુઓએ તેઓને કલ કચ્યા ને સફદરલમુકને કે કરી લીધું. કેવામુલમુકને ખબર થતાં તે માહિમ જઈ પહોંચ્યા અને બેગડાને લખી મેકયું તે ઉપરથી તેણે કાગળ લખીને બ્રાહ્મણ સુલ્તાન પાસે એક એલચી મેકલ્ય. તે જાતે બળવાર હાદુર ઘેલાની ઉપર ચડી ગયો અને તેને પકડીને મારી નાંખ્યો. બેગડાનાં માણસ તથા વહાણે સફદલમુકને સ્વાધીન ગુજરાત મેકલી દીધાં અને તે સાથે હદિયો પણ મેક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com