________________
મહમૂદ બેગડ-રાહ મંડલિકને પરાજય ૪૬૫ અને આઠસે તરવારો તથા એ જ પ્રમાણે સેને રૂપે રસેલી કટારિયો એકઠી કરી; ઘોડેશ્વારના સરદારના હાથ નીચે આસ્તાન અને તુર્કસ્તાનના બે હજાર, ઘોડા તૈયાર કરાવ્યા અને મહમૂદે ધાર્યું કે મારી સાથે જે યોદ્ધાએ આવવાના છે તેઓને બદલો આપવાને આ સર્વ ઈનામ કદાપિ ઓછું ગણાશે, માટે તેણે તેઓને કહ્યું કે તમારા શૂરવીરપણુના બદલામાં સેરઠની બધી લૂંટ તમને વહેંચી આપવામાં આવશે.
ગિરનાર એંશી માઈલ દૂર રહ્યો ત્યાં સુધી મહમૂદ (બીજો) આવ્યો, એટલે પિતે ત્યાં જઈ પહોચે તેના પહેલાં મેહાભિલા કરીને બહારની જગ્યા છે તે રેકી લેવાને તેણે પિતાના કાકા તુઘલખ ખાનને સતરસે માણસે આપીને મેકલ્યો. તેણે આ ઠેકાણે જે રજપૂતને પહેરે મૂકવામાં આવેલ હતો તેમના ઉપર છાપો મારીને તેમને કલ કલ્યા. તે સમાચાર સોરઠના રાહના સાંભળવામાં આવ્યા એટલે તેણે પિતાના ડુંગરી કિલ્લા ઉપરથી નીચે આવીને તુઘલખ ખાનના ઉપર હુમલો કર્યો, અને તેને તે નસાડી મૂકવાની તૈયારીમાં હતે એટલામાં મહમૂદ શાહ (બીજો) જાતે ત્યાં આવી પહોંચ્યો, એટલે તે દિવસના બનાવને ફેરફાર થઈ ગયો. રાહ સખ્ત ઘાયલ થયો, તેથી તે નહાશી ગયો. પાસેને દેશ મહમૂદે એ કરી દીધે, અને ઘાસદાણુને માટે ટેળિયે ફરી વળી તે તેની છાવણીને સારૂ પુષ્કળ સામાન લઈ આવી. પછીથી તેણે ઘેરે ઘાલવાની તૈયારી કરી. પણ તેણે ધારી હતી તેના કરતાં વધારે મુસીબતે નડવા માંડી, એટલે પુષ્કળ જવાહર અને નગદી પોતાના આગળ ભેટ મૂકવાની અને જાતે આવીને શરણ થવાની તેણે રાહને છૂટ. આપી. (ઈ. સ. ૧૪૬૭).
આ પ્રમાણે થયું છતાં ગિરનાર ઉપર ફરીને ચડાઈ કરવાનું બહાનું મહમૂદ શોધ હતું, તેવામાં એક કારણ બીજે વર્ષે (ઈ. સ. ૧૪૬૯) તેને મળી આવ્યું, તે એ કે, રેહ મંડલિક રાજચિહ ધારણ કરીને કોઈ દેવાલયમાં ગયા હતા, એવું તેને સાંભળવામાં આવ્યું, માટે તેને શિક્ષા કરવા સારૂ ચાળીસ હજાર ઘોડેશ્વારની ફેજ ગિરનાર ઉપર ચાલી. પણ રાવ મુસલમાનની સામે થવાને રાજી ન હતા, તથા તેમ કરવાની તેનામાં શક્તિ પણ ન હતી તેથી તેની પાસે માગી એટલે ખંડણ આપી, અને છત્ર વિગેરે રાજચિહ સુલ્તાનની આગળ મૂકી દીધાં. “જેમ માખિયાને ઉડાડી મૂકવામાં “આવે છે ને તે પાછી આવે છે તેમ, શત્રુ પણ ફરીફરીને આવે છે,” એવું
૧
એ રાસમાળાપૂણિકા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com