________________
res
રાસમાળા
પૂરાં પડવાનાં સાધન તેાડી પાડવામાં કેટલેક દરજ્જે ફતેહમંદ થયા તેાય પણ પેાતાને ઘણી તંગી પડવા માંડી, તેથી નિરાશ થઈને તેના અસલના સાહાચ્યકારી માળવાના સુલ્તાનને ઠ્ઠાવી મેાકલવાની અગત્ય પડી. ગ્યાસુદ્દીને ફાજ એકઠી કરી, અને રાવળને આશ્રય આપવાની ઇચ્છા જણાવી, પણ મહમૂદ તેના ઉપર ચડી આવ્યા એટલે તેણે પેાતાના વિચાર છેડી દીધા, અને શાહ ચાંપાનેર આગળ પેાતાની ફેાજને આવી મળ્યા. ઘેરા રાખી મૂકવાને પેાતાના જે નિશ્ચય હતા તેની યેાજના રાવળના મનપર ઠસાવવા સારૂ, તેણે તે ઠેકાણે મસ્જીદ બંધાવવા માંડી. રજપૂતા ન્હાવાને કાજે નિત્ય સવારમાં જે ગુહ્ય દ્વારથી નીકળતા હતા ત્યાં સુધી ઠેઠ મુસલમાના ધયેલા હતા તેથી તે જગ્યા તેમના જાણવામાં આવી. અને તે જ વેળાએ તેઓએ પશ્ચિમ ભણીની ભીંતમાં ભગદાળું પાડયું, અને ઈ સ૦ ૧૪૮૪ના નવેમ્બર મહિનાની ૧૭ મી તારીખની સવારમાં મુસલમાના ગુરૂ દ્વાર કબ્જે કરી બેઠા. આણી મગ મલેક ઈયાઝ સુલ્તાની, જે પછવાડેથી પાર્ટુગીઝની સામે દરિયાઈ લડાઈ મચાવવામાં પ્રસિદ્ધિ પામ્યા છે, તેણે, પશ્ચિમ ભણીની ભીંતથી સીડિયા મૂકીને ચડી ઉતરવા માંડયું. રજપૂતાએ તેને હાંકી ાડવાને અતિ શ્રુથી પ્રયત્ન કચો પણ કાંઈ ફાવ્યું નહિ; મહમૂદ્ર શાહ તે વેળાએ ખીજી ફોજ લઈને તેની આથે જાતે આવી ર્હાંચ્યા, અને ચાંપાનેરના કિલ્લા ઉપર, મુસલમાનને ખીજના ચાંદને વાવટા ક્રૂરકવા લાગ્યા અને રાજાના મ્હેલ ઉપર કાલિકાના કાપ રૂપી મુસલમાનના તાપના ગાળાના બ્હાર થવા લાગ્યા. માંહેલી બાજુએ ચિતા ખડકાઈ અને તેમાં રજપૂતની રાણિયા, બાળકા, અને ધનમાલ હામાયાં અને તેના ઉપર અગ્નિ ઉઠીને તેના ભજીકા થઈને શાન્ત થવા લાગ્યા. તે વેળાએ પવનગઢના રક્ષકા સ્નાન કરીને, અને કેસરિયાં કરીને આંખો મીંચીને શત્રુઓની ઉપર તૂટી પડ્યા. થેડાક રજપૂતા જીવતા રહ્યા. મુસલમાનને પણ મરવાથી, ધવાવાથી ધાણુ નીકળી ગયા, અને ચાંપાનેરના રાવળ અને
૧ સુલ્તાન મહમૂદે (બેગડાએ) તા૦ ૧૭ મી નવેમ્બર સન ૧૪૮૪ ને રાજ ચાંપાનેરના કિલ્લા સર કરચો. આ સુલ્તાને પ્રથમ જૂનાગઢ ઈ. સ. ૧૪૭૩ માં અને પછી પાવાગઢ (ચાંપાનેર) એમ બે ગઢ જિત્યાથી “મહમૂદ બેગડા” કહેવાયા.
પતાઈ રાવળને ત્રણ કુંવરા હતા. તેમાં મ્હોટા રાયસિંહજી પેાતાના પિતાની હયાતીમાં જ ગુજરી ગયા હતા. બીજો લિખાજી, રાજ્યની પડતી થઈ ત્યારે ન્હાશી ગયા, અને ત્રીને તેજસિંહ હતા તેને સુલ્તાને કેદ કરી મુસલમાન કરવો. પતાઈ રાવળના મરહુમ કુંવર રાયસિંહજીને પૃથ્વીરાજજી અને ડુંગરસિંહજી બે કુંવરા હતા. તેઓ નર્મદાના ઉત્તર કિનારા પાસેના હાંફ ગામે ગયા ને ત્યાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com