________________
૪૮૨
રાસમાળા
પણ તેનાં બંધાવેલાં તલા છે. વળી ભાટ લેકે ખાતરીથી કહે છે કે, મહમૂદ બેગડાએ ચાંપાનેરની જિત કરી તેમાં રાવ ભાણ મુખ્યત્વે કરીને સહાધ્યકારી હતું, અને કદાપિ એ વિષે મુસલમાન ઇતિહાસકારોએ કાંઈ લખ્યું નથી, તેય પણ, તેને રાવળ સાથે પ્રથમથી કજિ હતું, એ ઉપરથી ઘણું કરીને શક્ય લાગે છે કે શાહની ફેજમાં ઈડરને રાવ પણ સામેલ હશે.
ચાંપાનેરને કિલ્લો વનરાજના સાથી જાંબ અથવા ચાંપાએ સ્થાપ્યો હતે, માટે તેના નામ ઉપરથી તેનું નામ પડેલું છે. વળી તે પવનગઢ(પાવાગઢ)ના નામથી પણ પ્રસિદ્ધ છે. તેની આસપાસ નિરંતર પવનના ઝપાટા લાગ્યા કરે છે, એ ઉપરથી એ નામ તેને ખરેખરૂં યોગ્ય છે. કાલિકા માતા પિતાને મન ગમતું રહેઠાણ ત્યાં કર્યું છે, તેથી પણ તેની પ્રસિદ્ધિ છે. તેનું દેરે ડુંગરના શિખર ઉપર છે. અને આ પૂજ્ય પર્વતવાસી માતાની આણ બહુ માનથી તેના ઘણું રજપૂત ૫ટાવતો માને છે. પવનગઢ બહુધા ને પડી ગયેલ છે, તે ગુજરાતના પૂર્વ પ્રગણુમાં આવેલો છે. તેની કેટલીક બાજુએ ઉભા ખરાબા જોવામાં આવે છે, તેને ઉભો ચડાવ સર્વ ઠેકાણેથી રક્ષાયેલો છે, અને મેદાન ઉપર રહીને જોનારાને કૃત્રિમ કેટ જેવો દેખાય છે. તે અતિ ભયંકર ઉંડાઈની ખાઈને ઢળાવ થયેલો એવો જે ખ તેને ખરેખરે સ્વાભાવિક જ બનેલું છે એમ દીસી આવે છે. તેની ઉત્તર ભણીની તળેટીમાં હિન્દુ રાજાઓના નગરનું ખંડેર છે. ત્યાં પડી ગયેલા ઘુંમટ અને ભાંગી ગયેલા મિનારા, વેરાન અને રેતાળ જંગલમાંથી દેખા દઈ એવું સૂચવે છે કે મુસલમાનની રાજધાની તરીકે એ શહર એક વાર મહમદાબાદ કહેવાતું હતું.
સ્કાટલાડના માર વંશની પેઠે, ચાંપાનેરના હિન્દુ રાજાઓનું મૂળ તેમના પુરાતનપણને લીધે હાથ લાગતું નથી. ચાંપાનો કિલ્લે ચેહાણેના હાથમાં ક્યારે આવ્યો એ વિષેની કલ્પના કરવી નકામી છે. હિન્દુ
૧ કહે છે કે ચહુઆણના મૂળ પુરૂષ અણહલને વસિષ્ઠ મુનિએ આબુ ઉપરના અગ્નિકુંડમાંથી પેદા કરો. તેના પછીના અજયપાળે અજમેર વસાવ્યું ને ત્યાં રાજ્યગાદી કરી. તેના વંશજ માણુકરાયે “સંબરના રાવ” એવી પદવી ધારણ કરી. એના વંશમાં વિસલદેવ પ્રખ્યાત થયે. તેના વખતમાં રજપૂતાની જમીન મુસલમાનેએ દબાવવા માંડી, તે પાછી મેળવવા વિસલદેવના ઉપરીપદે હિન્દુસ્તાનના ઘણું રજપૂત રાજાઓ ભેગા થયા હતા. પણ ગુજરાતનો સેલંકી રાજા ભીમદેવ પહેલો આવ્યો નહિ. તેથી તેણે ગુજરાત૫ર ચડાઈ કરી જય મેળવ્યું, ને પોતાને નામે વિસનગર (વિસનગર) વસાવ્યું. એના વશમાં પ્રખ્યાત પૃથ્વીરાજ ચહુઆ થયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com