________________
૪૮૦
રાસમાળા
“એટલા માટે, પાપનું નિવારણ કરવાને અર્થે તેણે સોનાની ગાયનું દાન કર્યું, “અને આ પાણી પીવાની જગ્યા બંધાવી.” * * * ભાટ લકે કહે છે કે, “રાવ ભાણ ગાદિયે બેઠે કે તરત જ, તેણે પિતાના રાજ્યને સીમાડે નક્કી કર્યો. તેણે પ્રથમ તે શિરેઈનું લાસ ગામ મારીને રેપીડા અને પાણીના “વચ્ચે શેઢાને ઘોડે બેસાડ્યો. ત્યાર પછી, નાઈ નદી ઉપર રાવ જેઠીજીની “છત્રી છે ત્યાં બીજે શેઢે નક્કી કર્યો; અને તેની પેલી મેર, છપ્પનપાળને દેશ જે આજે ઉદેપુરને તાબે છે તે લીધે. ત્યાંથી થાણું ઉપર ચાલ્યા, તે પૂર્વે રાવનું થાણું કહેવાતું હતું, તે સેમા નદી ઉપર ડુંગરપુરથી સુમારે ચાર માઈલને અંતરે છે. ત્યાંથી સોમા નદીને કિનારે કિનારે માલપુર “અને મોડી આવીને તે ઈડરના રાજ્યમાં મેળવી દીધાં; તેમ જ કપડવણજ “અને સાભ્રમતી સુધીનાં બાવન પ્રગણું પણ મેળવી લીધાં. પછી તારિંગા “કબજે કરી લઈને સાભ્રમતીને પોતાના રાજ્યની સરહદ કરી દીધી; અને “ત્યાંથી શિરેઈની હદને ઘેડે સીમાડે મેળવી દીધે.” ઉપર પ્રમાણે તેણે પોતાને સીમાડે નક્કી કર્યો, તે ઉપરથી આપણું જોવામાં આવે છે કે ઘણો પ્રાન્ત તેને સ્વાધીન હતે.
અહિયાં જે તારિંગાનું નામ લખવામાં આવ્યું છે, તે જૈનના પ્રસિદ્ધ પવિત્ર ડુંગરે મહેલો એક છે. જો કે તેનામાં શત્રુંજયને દબદબ અને તલાજાની સુંદરતા નથી, તેય પણ, તે રળિયામણું અને મનોહર છે. કુમારપળાનું બાંધેલું અજિતનાથનું ચિત્ય છે તે ડુંગરની હારની વચ્ચે ઉંચી સપાટ ધરતીને એક મોટો ભાગ છે તે ઉપર આવી રહ્યું છે. પાલીટાણુના પ્રસાદની પેઠે, જો કે, હવણના નવીન ફેરફાર કરનારાઓથી તેને ખામી પહોંચી છે, તેય પણ, તે તેમના કરતાં પૂર્વને પૂજ્ય દેખાવ વધારે રાખી રહ્યું છે. તેની આસપાસ હવેણુનાં બનાવેલાં કેટલાંક બહાનાં નાનાં દેરાસર છે, અને તેમને લગતા નિયમ પ્રમાણે તેની પાસે સ્વચ્છ પાણીના કુંડ છે. ડુંગરા ઉપર દેવી તારણ માતાનું દેવલ આવી રહ્યું છે, તેના ઉપરથી તારિગા નામ પડેલું છે; અને તે વેણુવચ્છરાજ અને તેની સ્ત્રી જે નાગપુત્રી હતી તેની વેળાથી છે. કુમારપાળે શ્રી અજિતનાથની સ્થાપના કરી તેના પહેલાં તે જગ્યાએ કોઈ ઈમારત હતી એમ જણાય છે. ડુંગરાની ચારે મગ ઘાડું જંગલ આવી રહેલું છે, તેથી તેમાં સર્વ કઈને પેસવાને મહા કઠિન છે, અને તેની પાસે ભોમિયો હેતો નથી તેનાથી તે ઘણું કરીને પેસાય એવું છે જ નહિ. તેમાં વિશેષ કરીને ચડાઈ કરવાને શત્રુ આવ્યો હોય તેનાથી તે હામ બકાય એમ છે જ નહિ. સહેલાઈથી રક્ષણ થઈ શકે એવા બે માર્ગ છે, ત્યાં થઈને જ્યા દેરાં છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com