________________
૪૭૮
મહમૂદ બેગડે (ચાલુ)-ઈડર રાવ ભાણ તેના ઉમરાવોને કામે લગાડી દેવા વિષેની પાદશાહને આજ વેળાએ સલાહ આપવામાં આવી. પણ ટેળીવાળા તેમને દુષ્ટ કામમાં ફળદ્રુપ થાય એવું રહ્યું નહિ, તેથી કરવા ધારેલી ચડાઈ કેટલાંક વર્ષો સુધી મુલત્વી રહી, તે ઈસ૧૪૮૨ માં કરવાને તૈયાર થયે; પણ આ વેળાએ સુરતની દક્ષિજુના વલસાડના ચાંચવાનું બળ દરિયામાં એટલું બધું વધી પડયું હતું કે તેઓ વ્યાપારને ખલેલ પહોંચાડતા હતા એટલું જ નહિ, પણ તેમના તરફથી હિલે થવાની ધાસ્તી ઉત્પન્ન થઈ હતી, માટે મહમૂદનું લક્ષ તેમના ઉપર દેડયું. તે એક દરિયાઈ નાખુદા થત; ખંભાત આગળ તેણે દરિયાઈ કાફલો તૈયાર કર્યો, અને કમાનવાળા, બંદુકોવાળા અને તેપવાળા સહિતની ફોજ વહાણોમાં ચડાવીને ચાલ્યો; પછી શત્રુઓને નસાડતાં તેમની સાથે કેટલીક ઘડી સુધી ઝપાઝપી થઈ, તેમાં તેણે ચાંચવાઓનાં કેટલાંક બહાણુ પકડી લીધાં. ત્યાર પછી, એ જ વર્ષની છેક આખેરિયે તેણે ચાંપાનેર ઉપર ચડાઈ કરી, તે વિષે અહિં લખવા માંડિયે તે પહેલાં ઈડર સંબંધી આ ઠેકાણે થોડુંક લખવાની અગત્ય છે.
નારણદાસને ભાઈ રાવ ભાણ હતો, તેના ઉપર, તેની કુંવરી, મહમૂદના બાપ મહંમદ શાહ વહેરે પરણાવવાને બલાત્કાર થયેલું જણાય છે. મુસલમાની ઈતિહાસકારોએ તેને બીર અથવા વરરાજા કરીને લખે છે. ઈડરવાડામાં જેભારાની વાવ છે તેમાં એના વિષેને લેખ છે. તે ઉપરથી તારીખ માલમ પડે છે એટલું જ નહિ, પણ તેના નામમાં ફેરફાર થઈ ગયે છે તેને ખુલાસો થાય છે. રાવનાથી અચાનક એક ગાય મરાઈ ગઈ હતી, તેના પાપના નિવારણને અર્થે તેણે એક વાવ બંધાવી હતી, તેમાં લેખ રહે છે-“સંવત્ ૧૫૩૨(ઈ. સ. ૧૪૭૬) ના ફાલ્ગણ શુદિ ચોથને “મવારને દિવસે કામદુર્ગા માતા–ઓ રામ, શ્રીરામ! પાણી પીવાને “આવી હતી તેને રાજા શ્રી શ્રી ભાણવીરજિયે રામ શરણે પહોંચાડી. ત્યાં પહેલી કચેરી થઈ, ત્યારે મહમૂદે કહ્યું કે, મુઝફફર હવે સમજુ થયે છે અને કેટલાક સરદાર મારા કરતાં તેને ગાદિયે બેસાડવાને પસંદ કરે છે તે હું તેમ કરી મૂકે જવાને રાજી છું, પણ ઇમાદુલમુકે તેને અમદાવાદ જવાને અરજ કરી તેથી તેના ભણીને ભય ન રાખતાં તે અમદાવાદ જવા નીકળ્યો અને કહ્યું કે મને મકે જવાની સરદારે કબુલાત આપશે નહિ ત્યાં સુધી હું કશું ખાઈશ નહિ. સરદારે તેનો ભેદ સમજી ગયા અને ઇમાદુલ મુલ્કના કહેવાથી બુઢા નિઝામુલમુકે સલાહ આપી કે ચાંપાનેર ઉપર જિત મેળવીને ત્યાંની લૂંટનો પૈસે આવે તે હજ કરવામાં વાપર. ઈમાદુલમુકે સુલ્તાન આગળ બધો ભેદ જાહેર કરી દીધો. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com