Book Title: Rasamala Athva Gujarat Prantno Itihas
Author(s): Alexander Kinlock Farbas
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 549
________________ ૪૭૮ રાસમાળા પ્રકરણ ૬ હું. મહમૂદ બેગડે. (ચાલુ) મહમૂદ સિંધ ઉપર ચડાઈ કરીને પાછો આવ્યો ત્યાર પછી તેણે જગત (દ્વારકા) અને બેટના ચાંચવા નાયકે ઉપર ચડાઈ કરી; તે કરવાનું કારણ એમ બન્યું કે, એક ધમ માણસ (મૌલાના મહંમદ સમરકંદી) બહુ ભણેલે ફિલસુફ હતા તે દહાણુમાં બેશીને તેને દેશ એમેઝ જતો હતો. તે વહાણને ચાંચવાઓએ જગતના બંદરમાં વાળી આપ્યું, “અને કાળા મનના બ્રાહ્મણોએ ખેતી સલાહ આપી તે ઉપરથી કાફએ” ત્યાં તેને લૂંટી લીધે. મુસલમાનેએ અતિ સંકટ સહન કરીને જગત અને એટને કબજે કરી લીધે, અને રાજપૂતોને સરદાર રાજા ભીમ હવે તેને કેદ કરી લીધે, ત્યાર પછી, પેલા ફિલસુફની ઉશ્કેરણીથી તેને અમદાવાદ શહરની આસપાસ તણાતે ઘસડાવીને ઠેર કર્યો કે, તેને દાખલ જોઈને બીજા કોઈ એવી ચાલ ચલાવે નહિ.' આ બનાવ બન્યા પછી તરત જ, મહમૂદને પદભ્રષ્ટ કરવાના, અને તેના શાહજાદા મુઝફફરને ગાદી ઉપર બેસારવાના ઇરાદાથી મુસલમાન ઉમરા માંહેથી એક ટોળી ઉભી થઈ ચાંપાનેરના ગઢ ઉપર ચડાઈ કરીને ૧ સુલતાને દ્વારિકાનું મંદિર તેડી મજીદ બનાવવાના કામમાં ફેજ રેકી. ત્રણ ચાર માસની રેકાણુ થઈતેટલામાં, બેટ ઉપર ચડી જવાને વ્હાણે તૈયાર કરાવ્યાં. રાન ભીમે બાવીસ વેળા જંગ મચાવ્યો. છેવટે મહમૂદ બેટમાં ઉતરથો ને ઘણું રજપૂતને તલ કયા. ભીમ હાની હોડીમાં બેસીને ભાગતાં પકડાઈ ગયો. ૨ મહમદે પોતાના રાજ્યને ઘણે વિસ્તાર થયેલો જોઈને રાજ્યની સારી વ્યવસ્થા રહેવા માટે પોતે મુસ્તફાબાદ(જાનાગઢ)માં રહેઠાણું રાખ્યું અને રાષ્ના વિભાગ નીચે પ્રમાણે ઠરાવ્યા,– બેટ અને દ્વારકાં કહેતુલમુકને સેપ્યું; સેનગઢ ઈમાદુલ મુલ્કને સ્વાધીન કર્યું ધરા કિવામુલમુકના તાબામાં કર્યું; અમદાવાદ ખુદાવંદ ખાનના હાથમાં રાખ્યું. આ ચાર સરદારમાંથી ખુદાવંદ ખાન હતા તે સુતાનના શાહજાદા સુઝફફરને ઉસ્તાદ હતો. તેણે રયાયાન અને બીજા સરદારની સાથે મળી જઈને રમઝાન મહિનાની ઈદને દિવસે ગોઠવણ કરવા ઈમાદુલમુકને પણ બોલાવ્યો. તેણે પોતાની ફેજ અમદાવાદમાં આણું, પણ શાહજાદાને ગાદિયે બેસારવાનું બન્યું નહિ. છેવટે કેશર ખાન કરીને ખાનગી ખાતાને ઉપરી હતા, તેણે છાની રીતે સુસ્તાનને બધું જાહેર કરી દીધું, એટલે, તે લાગલો જ ગેધે ગયો અને ત્યાંથી વહાણમાં બેસીને ખંભાત આવ્યો. દગ કરનારામાંથી ત્યાં તેને માન આપવા મુઝફફર સહિત આવી પહોંચ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642