________________
૪૭૮
રાસમાળા
પ્રકરણ ૬ હું.
મહમૂદ બેગડે. (ચાલુ) મહમૂદ સિંધ ઉપર ચડાઈ કરીને પાછો આવ્યો ત્યાર પછી તેણે જગત (દ્વારકા) અને બેટના ચાંચવા નાયકે ઉપર ચડાઈ કરી; તે કરવાનું કારણ એમ બન્યું કે, એક ધમ માણસ (મૌલાના મહંમદ સમરકંદી) બહુ ભણેલે ફિલસુફ હતા તે દહાણુમાં બેશીને તેને દેશ એમેઝ જતો હતો. તે વહાણને ચાંચવાઓએ જગતના બંદરમાં વાળી આપ્યું, “અને કાળા મનના બ્રાહ્મણોએ ખેતી સલાહ આપી તે ઉપરથી કાફએ” ત્યાં તેને લૂંટી લીધે. મુસલમાનેએ અતિ સંકટ સહન કરીને જગત અને એટને કબજે કરી લીધે, અને રાજપૂતોને સરદાર રાજા ભીમ હવે તેને કેદ કરી લીધે, ત્યાર પછી, પેલા ફિલસુફની ઉશ્કેરણીથી તેને અમદાવાદ શહરની આસપાસ તણાતે ઘસડાવીને ઠેર કર્યો કે, તેને દાખલ જોઈને બીજા કોઈ એવી ચાલ ચલાવે નહિ.'
આ બનાવ બન્યા પછી તરત જ, મહમૂદને પદભ્રષ્ટ કરવાના, અને તેના શાહજાદા મુઝફફરને ગાદી ઉપર બેસારવાના ઇરાદાથી મુસલમાન ઉમરા માંહેથી એક ટોળી ઉભી થઈ ચાંપાનેરના ગઢ ઉપર ચડાઈ કરીને
૧ સુલતાને દ્વારિકાનું મંદિર તેડી મજીદ બનાવવાના કામમાં ફેજ રેકી. ત્રણ ચાર માસની રેકાણુ થઈતેટલામાં, બેટ ઉપર ચડી જવાને વ્હાણે તૈયાર કરાવ્યાં. રાન ભીમે બાવીસ વેળા જંગ મચાવ્યો. છેવટે મહમૂદ બેટમાં ઉતરથો ને ઘણું રજપૂતને તલ કયા. ભીમ હાની હોડીમાં બેસીને ભાગતાં પકડાઈ ગયો.
૨ મહમદે પોતાના રાજ્યને ઘણે વિસ્તાર થયેલો જોઈને રાજ્યની સારી વ્યવસ્થા રહેવા માટે પોતે મુસ્તફાબાદ(જાનાગઢ)માં રહેઠાણું રાખ્યું અને રાષ્ના વિભાગ નીચે પ્રમાણે ઠરાવ્યા,–
બેટ અને દ્વારકાં કહેતુલમુકને સેપ્યું; સેનગઢ ઈમાદુલ મુલ્કને સ્વાધીન કર્યું ધરા કિવામુલમુકના તાબામાં કર્યું; અમદાવાદ ખુદાવંદ ખાનના હાથમાં રાખ્યું.
આ ચાર સરદારમાંથી ખુદાવંદ ખાન હતા તે સુતાનના શાહજાદા સુઝફફરને ઉસ્તાદ હતો. તેણે રયાયાન અને બીજા સરદારની સાથે મળી જઈને રમઝાન મહિનાની ઈદને દિવસે ગોઠવણ કરવા ઈમાદુલમુકને પણ બોલાવ્યો. તેણે પોતાની ફેજ અમદાવાદમાં આણું, પણ શાહજાદાને ગાદિયે બેસારવાનું બન્યું નહિ. છેવટે કેશર ખાન કરીને ખાનગી ખાતાને ઉપરી હતા, તેણે છાની રીતે સુસ્તાનને બધું જાહેર કરી દીધું, એટલે, તે લાગલો જ ગેધે ગયો અને ત્યાંથી વહાણમાં બેસીને ખંભાત આવ્યો. દગ કરનારામાંથી ત્યાં તેને માન આપવા મુઝફફર સહિત આવી પહોંચ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com