________________
મહમૂદ બેગડે-લખધીરજી પરમારનું મૃત્યુ ૪૭૫ કેાઈ લુંટતું નહિ, તેથી આસપાસનાં ગામના રહેવાસિયો પિતાની માલમતા સાચવવા માટે ત્યાં મૂકી આવતા. તે વાત બેડી મેગલના જાણવામાં આવી એટલે તે રાણીસર લૂંટવાને આવ્યું. ગામ લૂંટ્યા પછી હલ્લો કરનારાઓ રળિયા ગઢવીને તેના કબીલા સહિત બાંધીને ગામના બીજા લોકે સુદ્ધાંત લઈ ચાલ્યા. પછી પહેલે મુકામે રાત રહ્યા, ત્યાં રળિયે અર્ધી રાતે ઉઠીને રડવા કકળવા લાગ્યો. મુસલમાનેએ તેને પૂછ્યું કે તું શું કરવાને રડે છે ? તે બોલ્યો, મારે કકળવાનું મોટું કારણ છે, તે તમારા સરદાર વિના હું બીજા કોઈને કહેનાર નથી. બોડી મોગલને તે વાતની જાણ કરવા ઉપરથી તે પિડે આવ્યા, ત્યારે ગઢવિયે કહ્યું કે મને અને મારા કબીલાને છોડી મૂકે તો તમે માગે એટલી ખંડણી આપું. મોગલે પૂછ્યું કે હવે તે તારો પૈસો ક્યાં રહ્યો હશે ? તેણે કહ્યું કે માદળિયામાંથી મને ચિઠ્ઠિ જડી છે તેમાં મારા બાપની ફાટેલી પુંજીની નિશાની લખેલી છે. મગલે તેની સાથે પાંચસો માણસો મોકલીને કહ્યું કે જો એ એક લાખ રૂપિયા આપે તે એને છોડી મૂકજે. બે ત્રણ મેલાણ કર્યા પછી તેઓ હળવદની પાસે ટીકરના રણ સમીપે આવ્યા, એટલે ગઢવી એક બેટ બતલાવીને બોલ્યો કે, મારું ધન પણે કાટેલું છે, માટે ત્યાં ઘેડાં દેડાવીને આપણે જઈ પહોંચિયે. તેણે પિતાને ઘોડે મારી મૂક્યો ને તેની પછવાડે બીજાઓએ પણ પિતપતાના ઘડા મારી મૂક્યા, તેમને એક કાદવવાળી જગ્યામાં લઈ ગયે, ત્યાં તેઓ સારી રીતે સપડાઈ ગયા એટલે ગઢવી વઢવાણ ભણે નાઠે. તેણે ત્યાં જઈ રાજાને કહ્યું કે, હું રજપૂતને ચારણ છું, માટે મારા કબીલાને મોગલો પાસેથી છોડાવે. વઢવાણના રાજાએ કહ્યું કે તું જઈને મૂળીના સડા પાસેથી આશ્રય લઈ આવ્ય, એટલી વારમાં હું મેગલે સામે જાઉં છું, તેણે તે પ્રમાણે કર્યું. રળિયો મૂળી ગયે, ને પિતાની વાત કહી, એટલે લખધીરજી પાંચસે પરમારે લઈને ચડ્યો, તે નળકાંઠાની પાસે પતંગસર તળાવ પાસે બોડી મેગલને જઈ મળ્યો. ત્યાં સુધીમાં વઢવાણને રાજા ત્યાં આવી પહોંચ્યો ન હતે; ત્યાં ભારે લડાઈ થઈ છેવટે મંગલ પાસે થોડાં માણસ રહ્યાં તેથી તે રાણીસરના બ્રાહ્મણની એક દીકરી પિતાના ઘોડા ઉપર લઈને નાઠે. લગધીરજી પાછળ ધાયે અને અર્ધ ગાઉ જતાં લગભગ આવી પહોંચ્યો. મેગલે પાછું મહ કરીને જોયું તો લખધીરજીને એકલે દીઠે, એટલે પાછા ઘેડ ફેરવીને તેની ઉપર ઘા કર્યો પણ તે ખાલી ગયો; લખધીરજિયે પણ પોતાના શસ્ત્ર ઉપર ઘા કર્યો તે પણ ખાલી ગયે; બંનેના ઘડા ભડકીને ઝાડ થયા એટલે બંને
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat