________________
રાસમાળા
શરવીર પૃથ્વીરાજનું કહેવું સેરઠના રાહને પણ ખરેખરૂં લાગુ પડ્યું. કેમકે, એ જ વર્ષની આખેરિયે મહમૂદે જાતે સેરઠ ઉપર ફરીને ચડાઈ કરી. તેને રાહે કહ્યું કે, મારી પ્રજાને લડાઈના ત્રાસમાંથી મુક્ત કરે તે મારી પાસેથી જેટલું નીકળે એટલું ધન તમને આપી દઉં; પણ મહમૂદે બીજાએ) ઉત્તર આપ્યું કે, “નાસ્તિક થવું તેના કરતાં વધારે વાંક બીજે એકે નથી, અને
જો તમે શાન્તિની ઈચ્છા રાખતા હે તે, ખુદા એક છે એમ માન્ય કરે.” રાહે કાંઈ ઉત્તર આપ્યું નહિ, પણ જૂનાગઢના કિલ્લામાં પોતે સંતાઈ પેઠે. એટલે, મહમૂદે તેની પછવાડે ઘેરે ઘાલ્યો. રાહે વિચાર કર્યો કે આપણાથી અહિં પણ રહી શકાશે નહિ, તેથી, તે ગિરનારના ઉપરકેટમાં જતું રહ્યો; પણ તેના કિલ્લેદારે ભૂખે મરવાથી શરણ થયા. અને રાહના દુઃખને પાર આવ્યો નહિ એટલે તે કિલ્લો છેડીને શરણ થયો અને સુલ્તાનની આગળ કુંચિયે મૂકી દીધી; અને મહમૂદે કલમ પઢાવ્યો તે પ્રમાણે પઢીને મુસલમાની ધર્મને સ્વીકાર કર્યો. (ઈ. સ. ૧૪૭૩) મિરાતે સિકંદરીને કર્તા કહે છે કે, પાદશાહના કહેવાથી તે મુસલમાન થયો નથી પરંતુ પીરને દાખલ લઈને, તેની ખરાબી થયા પછી તે થયો છે. તે ગ્રન્થકર્તા કહે છે કે, “મંડલિક “રાજાને કેદ કરીને અમદાવાદ મોકલ્યો. એક દિવસે રસુલાબાદ શાહ આલ“મને મેળે જતો હતો ત્યારે રાહે પૂછ્યું કે શાહ આલમ કાણુ છે, અને તે કેની સેવા કરે છે ? ત્યારે તેને ઉત્તર આપવામાં આવ્યું કે એ પીર “કેઈનું ધણુંપણું માન્ય કરતા નથી, પણ સર્વશક્તિમાન ઈશ્વરનું ધણીપણું “માન્ય કરે છે. આવું ઉત્તર સાંભળીને તેને આશ્ચર્ય લાગ્યું અને તેની પાસે “જવાનો તેણે નિશ્ચય કર્યો, ત્યાં તે પીરે તેને મુસલમાન થવાને બંધ “કર્યો.” સેરઠના છેલ્લા રાહને “ખાનજહાન” અથવા “જગતને ધણું” એ મુસલમાનેએ ઇલકાબ આપ્યો, અને એક મુસલમાની પીરજાદા પ્રમાણે અમદાવાદમાં તેની કબર છે ત્યાં આગળ તેની આખી જીંદગાનીમાં જેઓએ દુઃખ દીધું હતું તેઓના જ વંશજ તેની (બીજા પીરજાદાઓની પ્રમાણે) આજ સુધી પૂજા કરે છે.
૧ રાહ મંડલિક પાસેથી સુલ્તાને રાજ્ય લઈ લીધું, અને પછી તેને કુંવર ભૂપતસિંહ ઉર્ફે મેલિંગદેવને જાગીરદાર બનાવ્યો. તે ઈ. સ. ૧૪૭૩ થી ૧૫૦૫ સુધી હતો. તે પછી તેને કુંવર ખેંગાર પાંચમો ઈ. સ. ૧૫૦૫ થી ૧૫૨૫ સુધી હતો. પછી તેને કુંવર ને ઘણું પાંચમો ઈ. સ. ૧૨૨૫ થી ૧૫૫૧ સુધી રહ્યો. તે પછી તેને કુંવર શ્રીસિંહ ઈ. સ. ૧૫૫ થી ૧૫૮૬ સુધી, અને તે પછી તેને કુંવર ખેંગાર છઠ્ઠો ઈ. સ. ૧૫૮૬ થી ૧૬૦૮ સુધી હ. એ બગસરે તાલુકદાર થઈ રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com