________________
૪૭૨
રાસમાળા
ઉપર પ્રમાણે બનાવ બની રહ્યા પછી, એક ધરડી મુસલમાન ડેાશી અને તેના દીકરા મક્કે યાત્રા કરવા સારૂ જતાં હતાં, તેમણે રાણપુરમાં રાતવાસા કૉ. મળસકું થતાં વેંત જ છેાકરાએ પેાતાના સદાના નિયમ પ્રમાણે ખાંગ પોકારવા માંડી. તે સાંભળીને બ્રાહ્મણેાએ જઈને ગાહિલને કહ્યુંઃ “આ મુસલમાને એવા યોગે આંગ દીધી છે કે, આ ઠેકાણે મ્લેચ્છનું રાજ્ય થાય.” આવી વાત સાંભળીને ગાહિલને ક્રોધ ચડ્યો, અને તેણે ડેાશીને તથા દીકરાને પકડી મંગાવીને ધમકી દીધી કે, તમે મારે દરવાજે આંગ દીધી જ કેમ ? ડેાશિયે ક્ષમા માગી કે, અમારા મનમાં કાંઈ કપટ નથી, પણ તેથી રાણુજીનું મન માન્યું નહિ, અને તેણે તેના દીકરાને પેાતાની તરવારના ધાથી કાપી નાંખ્યા. તે ઉપરથી ધરડી ડેાશિયે અમદાવાદ જતે સુલ્તાનને ફરિયાદ કરી. અને જે બન્યું હતું તે મહમૂદ બેગડાએ પાતાના સર્વ ઉમરાવેાને કહી સંભળાવ્યું, પણ કાઇયે ગાહિલ સામે લડવાને હામ બકી નહિ. છેવટે પાદશાહને ભાણેજ ભંડેરી ખાન તે જ દિવસે પરણ્યા હતા તેમ છતાં રાણપુર ઉપર ચડવાને તૈયાર થયા. એટલે સુલ્તાને તથા બીજા અમીરાએ તેને ના પાડી, પણ તેણે માન્યું નહિ તે કહ્યું કે, હું અન્નાની ખાતર લડીશ. તે ફોજ લઇને ધંધુકા સુધી ગયેા. ત્યાં રાણુજી ગાહિલ સામેા જઈ પ્હોંચ્યા અને ખરેખરી લડાઈ જામી. મારામારી ઘણી વાર સુધી ચાલી, અને રાણજી પાછે હઠતેા હતેા રાણપુરના દરવાજા સુધી આવ્યુ. તેણે પેાતાનાં ઠકરાંણાંને કૂહેવરાવ્યું કે મારૂં છત્ર તમારી નજરે પડતું બંધ થાય ત્યારે તમે તમારા જીવ દાડી નાંખજો કે મુસલમાનેાના હાથમાં પડે! નહિ. પણ લડાઈ ચાલતી હતી, તેવામાં ત્ર ધરનારને તરસ લાગી, એટલે પાણી પીવાને તેણે છત્ર નીચે મૂકયું. તે ઉપરથી રાણિયાએ જાણ્યું કે આપણા સ્વામી પડ્યા, એટલે કિલ્લામાં કૂવા હતા તેમાં સર્વે પડીને મરણ પામી. આ કેર ગુજડ્યા પછી પણુ રાજિયે લડવાનું જારી રાખ્યું હતું તથાપિ આખરે તે રાણપુરના દરવાજા આગળ પડ્યો, અને મુસલમાનાએ કિલ્લામાં પ્રવેશ કર્યો, પણ તેના વ્હેલાં તેઓના બ્હાદૂર સરદાર ભંડેરી ખાન માણ્યો ગયા હતા. ત્યાર પછી મહમૂદ બેગડાએ રાણપુર, મૂળીના હાલાજી પરમારને આપ્યું હતું, તે હાલાજી રાણજીના ભાણેજ થતા હતા.
હાલાજીની વાત નીચે પ્રમાણે છેઃ—જટ હેાટેશ તે સમયે સિંધમાં રહેતા હતા, તેને ધણી રૂપવંતી દીકરી હતી, તેનું નામ સુમરીબાઈ હતું, તેને બલાત્કારથી બાદશાહે પેાતાના જનાનખાનામાં આણવાના પ્રયત્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com